વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૫/૮ પાન ૩૦
  • અ મા રા વા ચ કો ત ર ફ થી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અ મા રા વા ચ કો ત ર ફ થી
  • સજાગ બનો!—૧૯૯૮
  • સરખી માહિતી
  • શું આપણે આપણા આનુવંશિકથી પૂર્વનિયત થયા છીએ?
    સજાગ બનો!—૧૯૯૬
  • એ માટે કોણ જવાબદાર તમે કે બીજું કંઈ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • અમારા વાચકો તરફથી
    સજાગ બનો!—૧૯૯૮
  • અ મા રા વા ચ કો ત ર ફ થી
    સજાગ બનો!—૧૯૯૮
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૮
g98 ૫/૮ પાન ૩૦

અ મા રા વા ચ કો ત ર ફ થી

સ્થળાંતર “સ્થળાંતર કરવાનો ખર્ચ ગણવો!” (જૂન ૮, ૧૯૯૭) લેખની હું ખરેખર કદર કરું છું. તમે એ વિષે જે લખ્યું છે એ હું અનુભવી રહ્યો છું. આફ્રિકાથી યુરોપમાં સ્થળાંતર કરવાનું હોવાથી, હું સતત દુઃખદાયક બાબતોનો સામનો કરી રહ્યો છું જેમાં જાતિ, ભાષા, રંગ અને વધુમાં પૂર્વગ્રહનો સામનો કરી રહ્યો છું. લોકપ્રિય માધ્યમે આફ્રિકીઓ અને સામાન્ય પરદેશીઓ વિષે ખોટી છાપ ઊભી કરી છે.

પી. એ., જર્મની

મનોરંજન “મનોરંજનને શું થયું છે?” (જૂન ૮, ૧૯૯૭) લેખ માટે તમારો આભાર. હું બાર વર્ષની છું, અને મારી શાળાની રજાઓ દરમિયાન, હું વધારે ટીવી જોઉં છું. મને લેખે એ જોવા મદદ કરી કે મનોરંજન કરવાની બીજી બાબતો છે એ હું કરી શકું છું.

જે. એલ., ઇંગ્લૅંન્ડ

સિંગાપોર “સિંગાપોર—એશિયાનું નિસ્તેજ રત્ન” (જુલાઈ ૮, ૧૯૯૭) લેખ, શાંત-પ્રેમાળ ખ્રિસ્તીઓ સાથે આધુનિક સરકાર આઘાતજનક રીતે વર્તે છે એ બતાવે છે. હું ત્યાંના કેટલાક ખ્રિસ્તીઓને વ્યક્તિગત રીતે જાણું છું, અને તેઓ સર્વ પ્રેમાળ લોકો છે. તેઓ સતાવણી છતાં યહોવાહની સેવા કરે છે, એણે મને ઉત્તેજન આપ્યું.

આઈ. ઓ., મલેશિયા

ગુસ્સો “શા માટે તમારા ગુસ્સાને અંકુશમાં રાખવો” (જુલાઈ ૮, ૧૯૯૭) લેખમાં, તમે કહ્યું કે સીમોન અને લેવીને પોતાના પિતા તરફથી શાપ આપવામાં આવ્યો. મને ખાતરી છે મેં ક્યાંક વાંચ્યું છે કે યાકૂબે તેઓનાં ગુસ્સાને શાપ આપ્યો હતો.

એસ. એલ., યુનાઈટેડ સ્ટેટ્‌સ

આ મુદ્દા બાબતે અમારા વાચક સાચા છે. જૂન ૧૫, ૧૯૬૨ના “ચોકીબુરજ” (અંગ્રેજી)એ સમજાવ્યું: “યાકૂબ મરતી વખતે સીમોન અને લેવીને નહિ પણ તેઓનાં ગુસ્સાને શાપ આપતો હતો. તે તેઓનાં ગુસ્સાને શાપ આપતો હતો ‘કારણ કે એ ક્રૂર છે.’ તે તેઓનાં આવેશને શાપ આપતો હતો, ‘કારણ કે તે કઠોરપણે વર્તે છે’”—સંપાદક.

ખોરાક “તમારો ખોરાક—શું તમને મારી નાખી શકે?” (જુલાઈ ૮, ૧૯૯૭) લેખે મારું જીવન બચાવ્યું. એને વાંચ્યા પછી, લેખ મારી પરિસ્થિતિનું સંપૂર્ણ વર્ણન કરતો હતો તેથી, મેં મારી પત્નીને દાક્તર બોલાવવાનું કહ્યું. મને તપાસ્યા પછી, મારા દાક્તરે બીજા દિવસે સવારે જ મારી શસ્ત્રક્રિયા કરવાનું નક્કી કર્યું. તે મને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ ગયા તેથી, હું ગભરાયો કે હું રાત સુધી બચી શકીશ નહિ. હવે હું ઘરે છું, ત્રણ બાયપાસ સર્જરી કર્યા પછી હું હવે તંદુરસ્ત છું.

એફ. એસ., યુનાઈટેડ સ્ટેટ્‌સ

પ્રસંગોપાત, મને અને મારા પતિને ખાવા પર કાબૂ રાખવું અઘરું થઈ પડે છે. મેં ખોરાક વિષેના બીજા લેખો વાંચ્યા છે, પરંતુ આ લેખે બાબતોને સાદી અને વ્યવહારુ રીતે ચર્ચી છે. મને ખાતરી છે કે તમારાં સૂચનોનો અમલ કરીને, અમે અમારા આરોગ્યને સારું રાખી શકીશું.

વી. એ., બ્રાઝિલ

“તમારો ખોરાક—શા માટે ચિંતાનું કારણ” શ્રેણી માટે તમારો આભાર. એણે મને વધારે પડતા વજન હોવાના જોખમો જોવા મદદ કરી. મેં એમાનાં બધા સૂચનો અનુસરવાનું શરૂ કર્યું છે, અને મને ખબર છે કે હું યહોવાહની મદદથી મારા ખોરાકને કાબૂમાં રાખીશ.

વી. વાય. ડી., લાઇબીરિયા

વાણિયો “નદી કિનારાનાં રત્નો” (જુલાઈ ૮, ૧૯૯૭) આખા આનંદદાયક લેખ માટે તમારો આભાર. એ મારા મનપસંદ હવાના કલાકાર વાણિયા વિષે હતો. હું મારા બાગમાં કામ કરતી હોઉં છું ત્યારે, વાણિયા લગભગ હંમેશા નજીક આમતેમ ઉડતા કે થોભતા જોતી. મેં લેન્ડસ્કેપિંગ કરતા એક માણસને પૂછ્યું શા માટે એમ કરે છે. તેણે કહ્યું કે વાણિયાના ખોરાકમાં મચ્છરોનો સમાવેશ થાય છે અને એ મચ્છર લોકોથી આકર્ષિત થાય છે. તેથી હવે હું આ રંગીન પ્રાણીને એક પ્રકારના વ્યક્તિગત અંગરક્ષક તરીકે જોઉં છું!

જે. એફ., યુનાઈટેડ સ્ટેટ્‌સ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો