બા ઇ બ લ નું દૃ ષ્ટિ બિં દુ
શું ખ્રિસ્તી એકતામાં વિવિધતા શક્ય છે?
ખ્રિસ્તી મંડળમાં એકતા મહત્ત્વની છે. મૂલાધાર સિદ્ધાંતની માન્યતાઓમાં મતભેદ પડવાથી ક્રોધી તકરાર, ફાટફૂટ અને દુશ્મનાવટ પણ ઊભી થઈ શકે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૬-૧૦) બાઇબલ કહે છે કે “દેવ અવ્યવસ્થાનો નહિ, પણ શાંતિનો દેવ છે.” (૧ કોરીંથી ૧૪:૩૩) તેથી, ખ્રિસ્તીઓને એકસરખી વાત કરવાની, અને એકતામાં એક જ મનના તથા એક જ મતના થવાની સલાહ આપવામાં આવી.—૧ કોરીંથી ૧:૧૦.
શું આ શબ્દો અને એવા જ બાઇબલ અવતરણો ખ્રિસ્તીઓ મધ્યેની દરેક વિષયમાં કડક એકરૂપતાનું ઉત્તેજન આપે છે? (યોહાન ૧૭:૨૦-૨૩; ગલાતી ૩:૨૮) શું બાઇબલમાં વર્ણવવામાં આવેલા સાચા ખ્રિસ્તીધર્મમાં, અલગ અલગ વ્યક્તિત્વની વાત આવે છે ત્યારે, વિવિધતાનું સમર્થન નથી થતું? શું દરેક ખ્રિસ્તીઓ અમુક પ્રકારની કડક ઢબમાં બંધબેસે એવી અપેક્ષા રાખવામાં આવે છે?
દેવ આપણને વ્યક્તિગત રીતે આકર્ષે છે
કેટલાક લોકો દૃઢપણે માને છે કે બાઇબલ જનસમૂહોની સ્વચ્છંદતાને અંકુશમાં રાખવાનું ફક્ત બીજું એક સાધન છે. કબૂલ કે કેટલાક પંથોએ એનો દૂર ઉપયોગ કર્યો છે. તેમ છતાં, ઈસુએ શાસ્ત્રવચનો અને એના દૈવી લેખકનું એકદમ જુદી રીતે જ વર્ણન કર્યું. તેમણે બતાવ્યું કે દેવ દરેક વ્યક્તિમાં તીવ્ર રસ ધરાવે છે.
યોહાન ૬:૪૪માં ઈસુએ સમજાવ્યું: “જે મારા બાપે મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો.” અહીં ઉપયોગમાં લેવામાં આવેલા ક્રિયાપદ માટે શબ્દ એવું નથી સૂચવતો કે દેવ લોકોને તેઓની ઇચ્છા વિરુદ્ધ ખેંચે છે. એના બદલે, દેવ માયાળુપણે હૃદયોને આકર્ષે છે. એક બાઇબલ તજજ્ઞએ કહ્યું તેમ, ‘વિશ્વાસ કરવાનું વલણ ધરાવવા દેવ તરફથી એક અસર છે.’ ઉત્પન્નકર્તા માનવીઓના પરિવારને એક વ્યક્તિત્વ વિનાના જનસમૂહ તરીકે જોતા નથી. તે વ્યક્તિઓનું મૂલ્યાંકન કરે છે અને જેઓ યોગ્ય મનના છે તેઓને માયાળુપણે પોતાની તરફ ખેંચે છે.—ગીતશાસ્ત્ર ૧૧:૫; નીતિવચન ૨૧:૨; પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮.
નોંધ લો કે પ્રેષિત પાઊલ કેટલા લવચીક બન્યા. તેમણે વ્યક્તિગત લોકોની ખાસ જરૂરિયાતો જાણી. અને તેમણે સ્વીકાર્યું કે અમુક રાષ્ટ્રો અને પાર્શ્વભૂમિકાના અમુક જુદા દૃષ્ટિબિંદુ હતાં. તેમણે એ અનુસાર પોતાનો અભિગમ સ્વીકાર્યો. તેણે લખ્યું: “યહુદીઓને મેળવવા સારૂ હું યહુદીઓની સાથે યહુદી જેવો થયો; . . . નિર્બળોને લાવવા સારૂ નિર્બળોની સાથે હું નિર્બળ જેવો થયો. હરકોઈ રીતે કેટલાએકને તારવા સારૂ હું સર્વેની સાથે સર્વેના જેવો થયો.”—૧ કોરીંથી ૯:૨૦-૨૨.
સ્પષ્ટ રીતે, પાઊલ બધા સાથે એક જેવો વ્યવહાર કર્યો કે તેમની બધાની સાથે સમાન રીતે વર્ત્યાં નહિ. તેમણે તેઓને આ ઉત્તેજન આપ્યું: “તમારૂં બોલવું હંમેશાં કૃપાયુક્ત સલૂણું હોય, કે જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો.” (કોલોસી ૪:૬) હા, પાઊલ અને બીજા ખ્રિસ્તીઓએ વ્યક્તિને મદદ કરવા તેના અજોડપણાને સ્વીકારી એને આદર આપ્યો.
દેવનો મૂળભૂત હેતુ
એક વ્યક્તિ માટેનો આ યોગ્ય આદર, તે ખ્રિસ્તી મંડળનો એક સભ્ય બને પછી ચાલુ રહે છે. દેવના લોકો, અધિકાર ધરાવતા લોકોની પસંદગીના ગુલામ બનીને સંપૂર્ણ એકરૂપતા અને અનુકૂળતાના સમુદ્રમાં ખોવાઈ જતા નથી. એના કરતાં, તેઓ ગુણલક્ષણોની વિવિધતામાં આનંદ માણે છે અને તેઓ અલગ અલગ ક્ષમતાઓ, રુચિઓ અને અભિપ્રાયો ધરાવે છે. દરેક વ્યક્તિની ભિન્નતાને એક સમસ્યા તરીકે જોવામાં આવતી નથી. એ દેવના મૂળભૂત હેતુનો એક ભાગ છે.
તેથી, ન્યાયીઓ માટે બાઇબલે ભાખેલી નવી દુનિયામાં, માનવ સંપૂર્ણતા ઘણી વિવિધતા શક્ય બનાવશે. (૨ પીતર ૩:૧૩) બાઇબલ એન્સાયક્લોપેડિયા શાસ્ત્રવચનો પર અંતર્દૃષ્ટિa (અંગ્રેજી)માં “સંપૂર્ણતા” મથાળા હેઠળ યોગ્યપણે જ નીચે પ્રમાણે કહે છે: “અમુક વિચારે છે તેમ સંપૂર્ણતાનો અર્થ એ નથી કે વિવિધતાનો અંત આવશે. પ્રાણીજાત, જે યહોવાહની પેદાશની ‘સંપૂર્ણ પ્રવૃત્તિ’ છે (ઉત્પત્તિ ૧:૨૦-૨૪; પુર્નનિયમ ૩૨:૪), એ પ્રચંડ વિવિધતા ધરાવે છે.”
અંતર્દૃષ્ટિ પુસ્તક ઉમેરે છે: “એ જ પ્રમાણે, પૃથ્વીના ગ્રહની સંપૂર્ણતા વિવિધતા, ફેરફારો કે તફાવતથી અપૂર્ણ નથી; એ સરળ અને જટિલ, સ્પષ્ટ અને અટપટું, ખાટું અને મીઠું, ખરબચડું અને લીસું, ઘાસફૂંસ અને લાકડા, પહાડો અને ખીણનો સમાવેશ કરે છે. આમ, એમાં વસંતઋતુની તન મનને તાજગી આપનાર, ખુલ્લા આકાશો અને ઉનાળાની ગરમી, પાનખર ઋતુના રંગોની સૌંદર્યતા, તાજા પડેલા હિમની નિર્મળ સુંદરતા બધાનો સમાવેશ થાય છે. (ઉત્પત્તિ ૮:૨૨) આ રીતે સંપૂર્ણ માનવો એક સરખા વ્યક્તિત્વ, આવડત અને ક્ષમતાઓ ધરાવતા નહિ હોય.”
a વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત.
બીજાઓ માટે કાળજી
તેમ છતાં, સાચો ખ્રિસ્તી ધર્મ આપણી આસપાસના લોકોના આત્મ-કેન્દ્રિતપણાને ઉત્તેજન આપતો નથી. પ્રેષિત પાઊલે પોતાના જીવનનાં દરેક પાસાઓમાં અને વર્તણૂક પર ધ્યાન આપ્યું જેથી બીજાઓને ઠોકર ખાવાનું કારણ ન બને. તેમણે પોતાના પત્રમાં કોરીંથના ખ્રિસ્તી મંડળને કહ્યું: “અમારી સેવાનો દોષ કાઢવામાં ન આવે, માટે અમે કોઈ પણ બાબતમાં કોઈને ઠોકર ખાવાનું કારણ આપતા નથી.” (૨ કોરીંથી ૬:૩) કેટલીક વખત, આપણે આપણી પોતાની વ્યક્તિગત ઇચ્છાઓ અંકુશમાં રાખવી જોઈએ અને આપણી વ્યક્તિગત પસંદગીની આગળ બીજાની જરૂરિયાતને મૂકવાની જરૂર છે. દાખલા તરીકે, રોમમાંના ખ્રિસ્તીઓને પાઊલે લખ્યું: “માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો, અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠેસ ખાય છે . . . તે ન કરવું એ તને ઘટારત છે.”—રૂમી ૧૪:૨૧.
એવી જ રીતે આજે, પીવા પર કાબૂ રાખવામાં મુશ્કેલી હોય એવી વ્યક્તિની હાજરીમાં કોઈ વ્યક્તિ દારૂ ન પીવાનું પસંદ કરી શકે. (૧ કોરીંથી ૧૦:૨૩, ૨૪) આ ફરજિયાત કે બીજાઓની પસંદગીને લીધે નહિ, પરંતુ સદ્વ્યવહાર અને પ્રેમનું ઉદાર કૃત્ય છે. “ખ્રિસ્ત પોતે પણ પોતાની મરજી પ્રમાણે કરતો નહોતો.” ઈસુ એક અલગ વ્યક્તિ હતા, પરંતુ તેમણે બીજાઓની લાગણીઓના ભોગે પોતાની પસંદગીની માગણી કરી નહિ.—રૂમી ૧૫:૩.
સાચા ખ્રિસ્તી ધર્મમાં હજુ પણ એક સૌથી ઉત્તેજિત પાસું એ છે કે, એ બીજી વ્યક્તિઓની સ્વતંત્રતા અને પસંદગીઓને બાઇબલના માર્ગદર્શનની મર્યાદામાં માન આપે છે. એ શીખવે છે કે દેવે આપણને નિરાળા અને અજોડ બનાવ્યા છે. ૧ કોરીંથી ૨:૧૧માં આપણે વાંચીએ છીએ: “કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયું માણસ જાણે છે?” આપણે બીજાઓને શક્ય એટલા સમજવાનો પ્રયત્ન કરવો. પરંતુ આ કલમ સૂચવે છે કે આપણા દરેક પાસે અજોડપણું છે જે ફક્ત આપણે પોતે કે આપણા ઉત્પન્નકર્તા સમજે છે. આપણી પાસે “અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વને” આપણે આપણી પસંદગી અનુસાર પ્રગટ કરી શકીએ છીએ.—૧ પીતર ૩:૪.
એકતા અને વિવિધતા—એક નાજુક સમતુલા
પ્રેષિત પાઊલે ખ્રિસ્તી સમતુલાનું સારું ઉદાહરણ બેસાડ્યું. ખ્રિસ્તના પ્રેષિત તરીકે સત્તા હોવા છતાં, તે બીજાઓ પર પોતાના અભિપ્રાયો ન લાદવા સજાગ હતા.
દાખલા તરીકે, આ અપૂર્ણ જગતમાં અપરિણીત રહેવા વિષે પાઊલે મજબૂત કારણો બતાવ્યાં. તે પોતે અપરિણીત હતો એ સમયે તેમણે લખ્યું: “પણ [લગ્ન કરે છે] એવાંને શારીરિક દુઃખ થશે,” અને “જો તે [એક વિધવા] એકલી રહે, તો મારા ધાર્યા પ્રમાણે તે વધારે સુખી થશે.” હકીકત એ છે કે તેના શબ્દો દેવના પ્રેરિત શબ્દનો ભાગ બન્યા કે એના અભિપ્રાયમાં કંઈ ખોટું નથી. તો પણ, તેણે સમજાવ્યું: “પરંતુ જો તું પરણે, તો તેં પાપ કર્યું એમ નથી.”—૧ કોરીંથી ૭:૨૮, ૪૦.
દેખીતી રીતે, મોટા ભાગના પ્રેષિતો પરણેલા હતા, જેમ પાઊલ આ શબ્દોથી એ સ્વીકારે છે: “શું બીજા પ્રેરિતોની તથા પ્રભુના ભાઈઓની તથા કેફાસની પેઠે મને પણ વિશ્વાસી સ્ત્રીને સાથે લઈને ફરવાનો અધિકાર નથી?” (૧ કોરીંથી ૯:૫) ખ્રિસ્તીઓએ જાણ્યું કે આ બાબતમાં તેઓ પાઊલ કરતાં જુદી પસંદગી કરી શકે અને તોપણ તે તેઓને માન આપશે.
દેવના ઉપાસકોને હંમેશા પોતાનો વિશ્વાસ પોતાના અજોડ વ્યક્તિત્વના સુમેળમાં વ્યક્ત કરવાની પરવાનગી છે. હકીકતમાં, દેવે બાઇબલ લેખકોને લખાણમાં તેઓની વ્યક્તિગત શૈલીનો ઉપયોગ કરવાની છૂટ આપી. દાખલા તરીકે, નહેમ્યાહે નમ્રપણે પોતાનો અહેવાલ એકવચનમાં લખ્યો. (નહેમ્યાહ ૫:૬, ૧૯) બીજી તર્ફે, નમ્રતાનાં કારણે પ્રેષિત યોહાને તેની સુવાર્તાના અહેવાલમાં પોતાના નામનો ઉપયોગ જરાય કર્યો નહિ, અને જવલ્લે જ પોતાનો ઉલ્લેખ કર્યો. દેવે બંનેની શૈલીઓને સંમતિ આપી અને એને બાઇબલમાં સાચવી રાખી.
સમતુલા અને વાજબીપણાનાં એવાં જ ઉદાહરણો સમગ્ર શાસ્ત્રવચનોમાં જોવા મળે છે. સ્પષ્ટપણે, ખ્રિસ્તી એકતા વિવિધતાને પરવાનગી આપે છે. અલબત્ત, આત્મિક ગુણોની ખામી હોય છે ત્યારે, પાર્શ્વભૂમિકા અને અભિપ્રાયોની વિવિધતા તકરારમાં દોરી શકે. (રૂમી ૧૬:૧૭, ૧૮) પરંતુ આપણે ‘પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લઈએ છીએ’ ત્યારે, આપણે સ્વીકારવાનું શીખીએ છીએ અને બીજાઓના અજોડ વ્યક્તિત્વનો આનંદ માણીએ છીએ.—કોલોસી ૩:૧૪.
બાઇબલ કહે છે, “માટે, ખ્રિસ્તે જેમ દેવના મહિમાને અર્થે તમારો અંગીકાર કર્યો, તેમ તમે પણ એકબીજાનો અંગીકાર કરો.” (રૂમી ૧૫:૭) દેવના આત્માની મદદથી, ખ્રિસ્તીઓ મંડળમાં જુદા જુદા અલગ વ્યક્તિત્વનો આનંદ લેવાની સાથે એકતા રાખવાનું નાજુક સમતોલન જાળવી રાખી શકે છે.
ઉત્પન્નકર્તા માનવીઓનાં કુટુંબોને વ્યક્તિત્વ વિનાના જનસમૂહ તરીકે નથી જોતા
આપણે દરેક અજોડ છીએ
જે ફક્ત આપણે પોતે કે
આપણા ઉત્પન્નકર્તા જ સમજે છે