વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૪/૮ પાન ૨૮
  • વિ શ્વ નિ હા ળ તા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિ શ્વ નિ હા ળ તા
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાઇબલ વાંચનથી લાભ થાય છે
  • અવાજની કાળજી રાખવી
  • “કાર્યાલયની માંદગી”
  • તિબેટીયન હવામાનનું નિરીક્ષણ કરવું
  • દવા તરીકે કીડીઓ
  • પંજાબીઓ અને પથરી
  • દેશાંતરમાં મરણની શક્યતાઓ છે
  • સહસ્ત્રવર્ષાવધિનો અંત આવી ગયો છે?
  • ગેરમાર્ગે દોરવાયેલી ધાર્મિકતા
  • વ્યસનોમાંથી નફો મેળવવો
  • કસરત કરો, ફીટ રહો
    સજાગ બનો!—૨૦૦૯
  • વિશ્વ નિહાળતા
    સજાગ બનો!—૧૯૯૭
  • સિંહ
    સજાગ બનો!—૧૯૯૯
સજાગ બનો!—૧૯૯૮
g98 ૪/૮ પાન ૨૮

વિ શ્વ નિ હા ળ તા

બાઇબલ વાંચનથી લાભ થાય છે

_

એસોસિયેટેડ પ્રેસે કરેલા એક અભ્યાસ અનુસાર, અઠવાડિયામાં એક વાર બાઇબલ વાંચન કરતા અમેરિકનો, ભાગ્યે જ બાઇબલ વાંચન કરતા લોકો કરતાં વધારે આનંદ અને સંતોષ અનુભવી, જીવન વધારે હેતુપૂર્ણ સમજે છે. ઈલેનોઈની માર્કેટ ફેક્સ્ટની સંસ્થાએ અમેરિકન પુખ્તવયનાઓનું નિરુદ્દેશ સર્વેક્ષણ કર્યું. મહિનામાં એક વાર ભાગ્યે જ બાઇબલ વાંચન કરતાં ૫૮ ટકા લોકોની સરખામણીમાં લગભગ ૯૦ ટકા વધુ બાઇબલ વાંચકોએ કહ્યું કે તેઓ મોટા ભાગે મનની શાંતિ અનુભવે છે. વધુમાં, ૨૮ ટકા અનિયમિત બાઇબલ વાંચનારાઓની સરખામણીમાં, ફક્ત ૧૫ ટકા નિયમિત બાઇબલ વાંચકોએ કહ્યું કે તેઓને બીજાઓની સ્વીકૃતિ વિષે ચિંતા હોય છે. ભાગ્યે જ વાંચતા ૨૨ ટકા વાચકોની સરખામણીમાં, વધુ વાંચનાર ફ્કત ૧૨ ટકાએ કહ્યું કે તેઓને મરણનો ભય કોઈક વાર કે ઘણો જ હોય છે.

અવાજની કાળજી રાખવી

_

ધ ટોરોન્ટો સ્ટાર સમાચાર પત્ર અહેવાલ આપે છે, કોઈ પણ પોતાના અવાજનો વધારે ઉપયોગ કરે, જેમ કે શિક્ષકો, તેઓના અવાજને નુકશાન પહોંચવાનો કે ગુમાવવાનો ભય રહેલો છે. એ જ રીતે, ઘોંઘાટિયા વાતાવરણમાં સતત બૂમો પાડનારના સ્વરતંત્રને પણ નુકશાન પહોંચાડી શકે. ભાષા અને વાણી રોગનિદાનશાસ્ત્રી બોનિયા માન કહે છે, ગણગણવું અને વારંવાર ખોંખારો ખાવાથી પણ તમારા સ્વરને નુકસાન કરે છે. સમસ્યાઓ ગંભીર બને એની રાહ ન જોવાની અને ગરદન તથા ખભા પરથી તણાવ ઓછો કરવા સારા અંગસંચાલની સલાહ આપે છે. તે ઉમેરે છે: “સર્વ ઉપરાંત, તમારી શ્વાસનળી ભીની રાખવી મહત્ત્વનું છે.” તમે તમારા અવાજનો વધારે ઉપયોગ કરતાં હો તો, આખા દિવસ દરમિયાન થોડું થોડું પાણી પીવાની માન ભલામણ કરે છે.

“કાર્યાલયની માંદગી”

_

યુનિવર્સિટી ઓફ સીએના પોશ્ચર સેન્ટર ઑફ નિર્દેશક, પ્રાધ્યાપક મોરીત્ઝીઓ રીક્કીઆર્ડીએ કરેલા એક અભ્યાસ અનુસાર, ઇટાલીના ૮૦ ટકા કરતાં વધારે લોકો બેઠાળી જીવનઢબના કારણે શારીરિક દુઃખાવો અનુભવી રહ્યા છે. ઈલ મસાજરો સમાચાર પત્ર અહેવાલ આપે છે, આ “કાર્યાલયની માંદગી” સહન કરી રહેલાઓમાંના અડધા કરતાં વધારે વાંસાનો દુઃખાવો, માથાનો દુઃખાવો, ઊલટી, ચક્કર આવવા, લોહીનું દબાણ સમતોલ ન રહેવું, મરડો, કબજિયાત, પેટશૂળ અને ટાઇફોઈડ જેવાની પણ ફરિયાદ કરે છે. આ સમસ્યાઓ સામે લડવા “કામના દરેક એક કલાક પછી, જાપાનીઓ અને ચીનાઓ કેટલીક સાદી કસરત કરે છે,” રીક્કીઆર્ડી કહે છે, “જ્યારે કે અમને તો એકમાત્ર રીસેસ કૉફી પીવાની જ હોય છે.”

તિબેટીયન હવામાનનું નિરીક્ષણ કરવું

_

ન્યૂ સાયન્ટીસ્ટ સામયિક અહેવાલ આપે છે, એશિયા-પેસિફિક વિસ્તારના દશ દેશોને ચોમાસાની ઋતુના અભ્યાસના પ્રયોગની વ્યવસ્થા કરવામાં આવી. એશિયાના મોટા ભાગના ખેતી વિસ્તારો ચોમાસાની ઋતુમાં આવતા વરસાદ પર આધારિત છે, પરંતુ વરસાદ દર વર્ષે ઓછોવત્તો હોય શકે. વાયુશાસ્ત્રીઓ માને છે કે તિબેટની સપાટ ધરતી ચોમાસાનો વરસાદ લાવવા માટેનું મુખ્ય કારણ છે, પરંતુ પૃથક્કરણ માટે તિબેટની ચોક્કસ માહિતી પ્રાપ્ય નથી. ચીન સાથે વાટાઘાટ કર્યા પછી, સ્વયંસંચાલિત સાધનોને તિબેટ પર ઉષ્ણતામાન, ભેજ, પવન અને હિમાલયના બીજા વાતાવરણના ઘટકોની દેખરેખ રાખવા ગોઠવવામાં આવ્યા છે. સંશોધકો આશાવાદી છે કે પ્રાપ્ય માહિતી એશિયાના ચોમાસાની ઋતુની સારી સમજણ મેળવશે.

દવા તરીકે કીડીઓ

_

વર્ષ ૧૯૪૭ની લડાઈ દરમિયાન, ચીની લશ્કર સર્જન વુ ઝીચેંગને જખમીઓનો ચેપ અંકુશમાં રાખવાની જરૂર જણાઈ, પરંતુ તેની દવાનો પુરવઠો ખલાસ થઈ ગયો હતો. તે લગભગ હતોત્સાહ થઈ, સ્થાનિક ડૉક્ટર પાસે ગયો, જેણે પ્રણાલિગત ચીની દવા સૂચવી—ઘા સાફ કરવા કીડીઓ નાખી ઉકાળેલું પાણી અને અમુક પ્રકારની કીડીઓમાંથી બનાવેલી દવા. ચાઈના ટુડે અનુસાર, એનું પરિણામ એટલું સારું હતું કે ડૉ. વુએ કીડીનો ઉપયોગ કરી દવા સંશોધન કરવાની શરૂઆત કરવાની લાંબી કારકિર્દી શરુ કરી. તે માને છે કે કીડીમાંથી બનેલી દવા રોગ પ્રતિકારક શક્તિની સમતુલા રાખવા મદદ કરે છે અને કહે છે: “કીડી નાના-પોષક તત્ત્વોનું કોઠાર છે. માનવ શરીરને જરૂરી ૫૦ કરતાં વધારે પોષક તત્ત્વો, ૨૮ એમિનો એસિડ અને વિવિધ ખનિજ અને રાસાયણિક મિશ્રણ ધરાવે છે.”

પંજાબીઓ અને પથરી

_

ઈન્ડિયા ટુડે ઈન્ટરનેશ્નલ અહેવાલ આપે છે, દુનિયાના બીજા કોઈ પણ સમાજના લોકો કરતાં ભારતના પંજાબ રાજ્ય અને એની આસપાસના લોકોને પથરી વધારે થવાની શક્યતા છે. અહેવાલ કહે છે કે પંજાબીઓ સખત કામ અને સ્વાદિષ્ટ ખોરાક ખાવા માટે જાણીતા છે, પરંતુ તેઓ ઘણી વાર સખત ગરમીના મહિનાઓમાં પૂરતું પાણી પીતા નથી. આને કારણે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મૂત્રવિજ્ઞાન પરિષદમાં તેમના પ્રદેશનું “પથરીના વિસ્તાર” તરીકે વર્ણન કરવામાં આવ્યું. યુનાઇટેડ સ્ટેટ્‌સ અને યુરોપમાં એક સેન્ટિમીટર [અડધા ઇંચ કરતાં ઓછી] પથરીની સરખામણીમાં ત્યાં એનું સરેરાશ કદ બે અને ત્રણ સેન્ટિમીટર [લગભગ એક ઇંચ] હોય છે. અહેવાલ એનું કારણ આ બતાવે છે, થોડી ઘણી પીડાની અવગણના અને સારવાર મુલતવી રાખવાનું ઘણા ભારતીયોનું મનોવલણ. મૂત્રવૈજ્ઞાનિકો કહે છે તંદુરસ્ત લોકોએ દરરોજ ઓછામાં ઓછું બેથી ત્રણ લીટર પાણી પીવું જ જોઈએ.

દેશાંતરમાં મરણની શક્યતાઓ છે

_

દક્ષિણ આફ્રિકામાં દર વર્ષે હજારો કામધંધો શોધવા અને સારા જીવન ધોરણમાં જીવવા ગેરકાયદેસર દેશાંતર કરી પોતાના જીવનું જોખમ વહોરી લે છે. કહેવાય છે હજારોને લીમ્પોપો નદી પાર કરતી વખતે મગર ખાઈ ગયા છે. બીજાઓ કુગર નૅશનલ પાર્કમાં ચાલતા જતાં, હાથીના પગ તળે કચડાયા કે સિંહે મારી નાખ્યા છે. પાર્કના અધિકારીઓએ તાજેતરમાં પાંચ સિંહોને મારી નાખ્યા કેમ કે એઓ મનુષ્ય ખાનારા બન્યા હતા. જોહાન્‍નીસબર્ગના સમાચાર પત્ર ધ સ્ટાર અહેવાલ આપે છે, “પાંચ સિંહોના પોસ્ટમોર્ટમે બતાવ્યું કે આ પ્રાણીઓના પાચનતંત્રમાં મનુષ્યના અવશેષો હતા.” જંગલી પ્રાણીઓએ મારી નાખેલા ગેરકાયદેસર દેશાંતર કરનારાઓની ચોક્કસ સંખ્યા તો ખબર નથી. સમાચારપત્ર કહે છે, “નિયમિત પહેરેગીરોને માર્ગમાં મનુષ્યોના પગલાં અચાનક ગુમ થઈ ગયેલા જોવા મળ્યા છે. એક પુખ્ત સિંહ એક જ વારના ભોજનમાં ૭૦ કિલોગ્રામ [૧૫૦ રતલ] માંસ ખાઈ જવાને શક્તિમાન છે. મનુષ્યનો કોઈ પણ અંશ પુરાવા તરીકે બચે એની શક્યતા બહુ ઓછી છે, ખાસ કરીને જ્યારે ત્યાં જરખ અને શિયાળ આવી જાય છે.”

સહસ્ત્રવર્ષાવધિનો અંત આવી ગયો છે?

_

તજજ્ઞો અનુસાર, “વાસ્તવમાં ઘણાં વર્ષો પહેલાં જ સહસ્ત્રવર્ષાવધિનો અંત આવી ગયો છે. દિલગીરીની બાબત છે કે, પરંતુ આપણે સર્વ એને ચૂકી ગયા,” ન્યૂઝવીક સામયિકે બતાવ્યું. એનું શું કારણ? આપણા કેલેન્ડરના ખ્રિસ્તના જન્મના આધારે “સમયના ભાગ મરજી મુજબ કરવામાં આવ્યા છે.” પરંતુ લેખ બતાવે છે, આધુનિક તજજ્ઞો અનુસાર ઈસુ વાસ્તવમાં “બી.સી.”ના ઘણાં વર્ષો પહેલાં જન્મ્યા હતા. ન્યૂઝવીક અનુસાર, “એનો અર્થ એ થાય કે આપણે ત્રીજી સહસ્ત્રવર્ષાવધિમાં પ્રવેશી ચૂક્યા છીએ.” આ દીઓનુસીઅસ દ શૉટૅની ભૂલ હતી કે જેને ૫૨૫ સી.ઈ.માં પોપ જોન પહેલાએ ઉપાસના સંબંધી પ્રમાણભૂત કૅલેન્ડર તૈયાર કરવાની કામગીરી સોંપી હતી. દીઓનુસીઅસે ઈસુના જન્મને મહત્ત્વના મુદ્દા તરીકે ઉપયોગમાં લેવાનું વિચાર્યું, પરંતુ ગણતરીમાં ભૂલ હતી. “ઇતિહાસકારો ઈસુ ક્યારે જન્મ્યા હતા એ ચોક્કસ રીતે કદી પણ જાણશે નહિ,” ન્યૂઝવીક કહે છે. “તેમના જન્મ તરીકે ઉજવવામાં આવે છે એ નાતાલની તારીખ પણ, મરજી મુજબ નક્કી કરેલી છે. તજજ્ઞો માને છે ચર્ચોએ એટલા માટે ૨૫મી ડિસેમ્બર પસંદ કરી જેથી તે વિદેશી તહેવાર મકરસંક્રાંતિની સાથે હોય—જેથી તેઓ એને ધાર્મિક રૂપ આપી શકે.” બાઇબલ કાળક્રમ બતાવે છે કે ઈસુ ૨ બી.સી.ઈ.ના વર્ષમાં જન્મ્યા હતા.

ગેરમાર્ગે દોરવાયેલી ધાર્મિકતા

_

મૅક્સિકો મેટ્રો શહેરના સ્ટેશનની દીવાલ પર, જૂન ૧, ૧૯૯૭માં એક આકૃતિ જોવામાં આવી જે દેખીતી રીતે જ ભેજને કારણે દેખાઈ હતી. ઘણા બધા સમર્પિત કૅથલિકો માટે, એ ગ્વાડાલૂપની કુંવારીનો અલૌકિક દેખાવ હતો—મૅક્સિકોમાં કુંવારી મરિયમને આ નામ આપવામાં આવ્યું છે. “કૅથલિક ચર્ચ મેટ્રોની કુંવારીની આકૃતિને પ્રમાણભૂત ચમત્કાર તરીકે જોતા નથી પણ એક કુદરતી સ્વરૂપ માને છે જે પાણીએ સ્ટેશનની દિવાલો સાથે મળીને બનાવી હતી,” ઈલ યુનિવર્સલ સમાચારપત્રએ જણાવ્યું. એમ છતાં, ઘણા લોકો ઉપાસના કરવા એની સમક્ષ ઊભા રહે છે, અને આકૃતિની “દર કલાકે હજારો કરતાં વધારે લોકો મુલાકાત લે છે.” આકૃતિ માટે એક નાની મૂર્તિ પણ બનાવવામાં આવી અને કૅથલિક પાદરીએ એનું ઉદ્‍ઘાટન કર્યું હતું.

વ્યસનોમાંથી નફો મેળવવો

_

સંયુક્ત રાષ્ટ્રસંઘ સંગઠન અનુસાર, જગતવ્યાપી કંઈક ૩૪ કરોડ લોકો કેફી પદાર્થના બંધાણી છે, એવું અનુમાન કરવામાં આવ્યું. જરનલ દે ટ્રેડએ અહેવાલ આપ્યો તેમ, “આલ્કોહોલને શામક અને નશાકારક ગોળીઓ પહેલા આવે છે જેના પર ૨૨.૭૫ કરોડ કે જગતની વસ્તીના લગભગ ૪ ટકા ઉપયોગ કરનારાઓ એના પર આધારિત છે. પછી ગાંજો આવે છે, જેના ૧૪.૧ કરોડ, ગોળાવ્યાપી વસ્તીના કુલ ૨.૫ ટકા એના વ્યસની છે.” એવું પણ અનુમાન કરવામાં આવે છે કે ગેરકાયદેસર કેફી પદાર્થના ફક્ત ૫થી ૧૦ ટકા જ પોલીસની જપ્ત કરે છે. કેફી પદાર્થના વેચાણથી દર વર્ષે ૪૦,૦૦૦ કરોડ ડૉલરની આવક થાય છે. કેટલાક કિસ્સાઓમાં તો, વેચનારાઓ ૩૦૦ ટકા જેટલો નફો કરે છે—“બીજા કોઈપણ પ્રકારના ધંધામાં આટલો નફો મળતો નથી,” સમાચાર પત્ર કહે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો