વિનાશક વાવાઝોડાંથી
છુટકારો!
ગયા વર્ષે જગત ફરતે હરિકેન મીચ વાવાઝોડાં દ્વારા ફેલાયેલી પાયમાલી મથાળે હતી. તેમ છતાં, અવારવનાર યહોવાહના સાક્ષીઓના પ્રયાસોને બહું ઓછું ધ્યાન આપવામાં આવ્યું કે જેમણે તોફાનના ભોગ બનેલાઓને રાહત આપી હતી. નીચેનો અહેવાલ આપણને જણાવે છે, ગમે તેવા ખરાબ સંજોગોની અંદર પણ કઈ રીતે સાચું ખ્રિસ્તીપણું અને ભ્રાતૃત્વ વિજય પામી શકે.
ઑક્ટોબર ૨૨, ૧૯૯૮માં નૈઋત્યના કેરેબિયન દરિયાના પાણીએ એક ખૂનીને જન્મ આપ્યો. આનાથી ભયંકર ખરાબ પરિણામ આવ્યું. ભયંકર તોફાન ૨૪ કલાકની અંદર આવ્યું અને એનું નામ—હરિકેન મીચ આપવામાં આવ્યું કે જેને લાંબા સમય સુધી ભય અને દુઃખથી યાદ રાખવામાં આવશે. મીચ શક્તિશાળી બનતા ઉત્તર સુધી પહોંચ્યું. ઑક્ટોબર ૨૬ સુધીમાં તો, હરિકેન મીચે કલાકના ૨૯૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈને અને ૩૨૦ કિલોમીટરથી પણ વધારે ઝડપ પકડી વરસાદ વરસાવીને પાંચમો નંબર ધારણ કર્યો.
સૌ પ્રથમ, મીચ જમૈકા અને કેમન ટાપુઓ પર પ્રહાર કરવા માટે તૈયાર હોય એમ લાગતું હતું. પરંતુ ખૂની પશ્ચિમ દિશા તરફ વળ્યો અને મધ્ય અમેરિકાના કિનારાથી સીધો બેલીઝ સુધી પહોંચ્યો. હુમલો કરવાને બદલે મીચ હોન્ડુરાસના કિનારે ત્રાસદાયક રીતે વર્તવા લાગ્યો. અને પછી ઓચિંતો એ ફર્યો. ઑક્ટોબર ૩૦ના રોજ, મીચે હોન્ડુરાસ પર હુમલો કર્યો અને સંપૂર્ણ રીતે મોત અને વિનાશ લાવ્યો.
મીચે હોન્ડુરાસ પર પ્રહાર કર્યો
મીચે પોતાની હાજરી ધોધમાર વરસાદથી જાહેર કરી. ટેગુસિગાલ્પામાં રહેતા વીક્ટર ઍવલર, પૂરા સમયના સુવાર્તિકે યાદ કર્યું કે “ઑક્ટોબર ૩૧, શનિવારે લગભગ એક વાગે અમે પ્રચંડ ગર્જનાનો અવાજ સાંભળ્યો. એક નાનું ઝરણું એક પ્રચંડ નદી બની! આ પ્રચંડ નદીએ બે ઘરોને એમાં રહેતા વ્યક્તિઓ સાથે તાણી લીધા હતા અને એ ઘરના રહેવાસીઓ ચીસો પાડતા હતા.” શહેરના બીજા ભાગમાં ૩૨ લોકો જમીન ધસવાને લીધે માર્યા ગયા, એમાં સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરતા આઠ વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. તેમ છતાં, એક પણ બાપ્તિસ્મા પામેલી વ્યક્તિઓ મરણ પામી નહોતી.
હોન્ડુરાસના અધિકારીઓએ આ કટોકટીને જલદી જ હાથ ધરી, રક્ષણ આપવા આશ્રયસ્થાનની ગોઠવણ કરી. બાર કરતાં વધારે દેશોમાંથી આંતરરાષ્ટ્રીય રાહત ટુકડીઓએ પણ કાર્ય કર્યું હતું. યહોવાહના સાક્ષીઓ પણ રાહત કાર્યના પ્રયત્નમાં જોડાયા હતા, તેઓએ પોતાના મનમાં બાઇબલના શબ્દોને યાદ રાખ્યા: “વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારૂં કરીએ.” (ગલાતી ૬:૧૦) સંકટ સમયે રાહત સમિતિ સ્થાપવામાં આવી. કિનારા પર આવેલા શહેરોમાં નિરાશાજનક પરિસ્થિતિ જાણીને સાક્ષીઓએ બચાવ મિશન ઊભું કર્યું.
સાક્ષી ભાઈ ઈડગારડો અકૉસ્ટે યાદ કર્યું: “ઑક્ટોબર ૩૧, શનિવારે અમે એક હોડી લીધી અને પૂરવાળા વિસ્તારમાં મુસાફરી કરી. અમે બે ભાઈઓને બચાવવામાં સફળતા મેળવી છતાં,a અમને સમજાયું કે અમારે બધા ભાઈઓને બચાવવા હોય તો, મોટી હોડીની જરૂર છે. એથી અમે મોટી હોડી મેળવી અને રવિવારે વહેલી સવારે બીજી વાર મુસાફરી શરૂ કરી. આખરે, અમે મંડળના દરેક સભ્યોને અમુક પડોશીઓ સાથે બચાવ્યા—કુલ ૧૮૯ વ્યક્તિઓ હતી.”
a સામાન્ય રીતે દરેક યહોવાહના સાક્ષીઓ એકબીજાને “ભાઈ” અથવા “બહેન” કહે છે.
જ્યૂન આલ્વરાડે લા જન્ટા પાસે બચાવના કાર્યમાં મદદ કરી. તે યાદ કરે છે: “લોકો રડી રહ્યાં હતા, ‘મદદ કરો! અમને બચાવો!’ જેવા શબ્દો પણ સાંભળ્યા હતા. આ સૌથી મોટો આઘાતજનક અનુભવ હતો. ભાઈઓ પૂરેપૂરા સપડાઈ ગયા હતા. ઘણા છાપરા પર હતા.” બચી ગયેલી મારિયા બોનીલા યાદ કરે છે: “અમારી ચોતરફ પાણી મહાસાગરની જેમ ફેલાયું હતું. અમે બધા રડતા હતા.” પરંતુ બચાવકાર્ય સફળ થયું. બચી ગયેલો હ્યુમબર્ટો આલ્વારડૉ કહે છે: “ભાઈઓએ ફક્ત અમને બચાવ્યા જ નહોતા પરંતુ તેઓએ અમને ખોરાક, કપડા અને રહેઠાણ પણ પૂરા પાડ્યા.” વધુમાં હ્યુમબર્ટો યાદ કરે છે: “એક માણસ જે બચાવકાર્યને અવલોકતો હતો તેણે અમને કહ્યું કે એને બહાર કાઢવાના પ્રયત્નમાં એક પણ વ્યક્તિ પોતાના ચર્ચનો ન હતો—ફક્ત યહોવાહના સાક્ષીઓ જ હતા. તેણે હવે કબૂલ્યું કે ફક્ત યહોવાહના સાક્ષીઓનો જ ધર્મ સાચો છે!”
લા લીમા શહેરમાં યહોવાહના સાક્ષીઓનું જૂથ ઘરની અંદર સપડાઈ ગયું હતું. તેઓની ચોતરફ પાણી હતું, એથી તેઓ છત ખોલીને એની ઉપર ચઢી ગયા હતા. સાક્ષી ગાબીએ જણાવ્યું: “અમારી પાસે ખાદ્યસામગ્રી થોડા દિવસો પૂરતી હતી. એ ખાદ્યસામગ્રી ખલાસ થઈ ગઈ ત્યારે, ભાઈઓ પોતાનું જીવન જોખમમાં મૂકીને પણ પાણીની અંદર નારિયેળ લેવા ગયા. અમારું દુઃખ ઓછું કરવા અમે રાજ્યગીતો ગાયા.” સેવકાઈ ચાકર જુયન, યાદ કરે છે: “અમે વિચાર્યું પણ નહોતું કે અમે બચી જઈશું. એથી અમે ચોકીબુરજ સામયિકમાંથી બાઇબલ અભ્યાસ કરવાનું નક્કી કર્યું. જાણે છેલ્લી વાર અભ્યાસ કરી રહ્યાં હોય એમ વિચારીને અમે બધાએ રડવાનું શરૂ કર્યું પરંતુ અભ્યાસે અમને ધીરજ રાખવા માટે પ્રબળ કર્યા.” આઠ દિવસ સુધી તેઓ ત્યાં રહ્યાં, આખરે તેઓને અધિકારીઓ દ્વારા બચાવવામાં આવ્યા.
સલામત અને જીવતા હતા છતાં, ઘણા પૂરમાંથી બચી ગયેલાઓએ ખરાબ પરિસ્થિતિનો સામનો કર્યો. સાક્ષી લીલયને કબૂલ્યું: “વ્યક્તિગત વસ્તુઓ જેમ કે કપડાં, ફર્નિચર, અને કુટુંબના ફોટાઓને ગુમાવવા એ એક દુઃખદાયક બાબત છે. મેં જોયું તો મારું ઘર કાદવ, કચરો, અને સાપથી ભરેલું હતું ત્યારે, મને ઘણો આઘાત લાગ્યો!” છતાં, ફરીથી ખ્રિસ્તી ભ્રાતૃત્વ મૂલ્યવાન સાબિત થયું. લીલયન યાદ કરે છે, “ભાઈઓ મદદ માટે આવ્યા. મારા પતિ કે જે સાક્ષી ન હતા તેમણે મને પૂછ્યું, “તેઓના કામનો આપણે કઈ રીતે બદલો વાળી શકીએ?’ એક બહેને મને આમ કહેતા જવાબ આપ્યો કે ‘તમારે મારો આભાર માનવાની જરૂર નથી. હું તમારી બહેન છું!’”
એલ સાલ્વાડોરે મીચનો ક્રોધ અનુભવ્યો
હરિકેન મીચ એલ સાલ્વાડોર તરફ ગયું એમ એની શક્તિ ઓછી થતી ગઈ. પરંતુ એનામાં હજુ પણ આક્રમણ હતું. આ સમય દરમિયાન એલ સાલ્વાડોરમાં યહોવાહના સાક્ષીઓ ડિસ્ટ્રીક્ટ મહાસંમેલન “જીવનનો દૈવી માર્ગ”ની યોજના કરવામાં વ્યસ્ત હતા. ચાળીસ હજાર કરતાં પણ વધારે હાજરીની આશા રાખવામાં આવી હતી. મીચના આવવાથી મહાસંમેલનમાં ભાઈઓની હાજરી આપવાની સંભાવના ઓછી લાગતી હતી. નદીઓ ઊભરાઈને ધાન્ય, રસ્તાઓ અને ઘરોને ગળી ગઈ. જંગલના નાશને કારણે ટેકરીઓમાં મોટા ખાડા પડી ગયા હતા.
ચીલાનગેરા શહેરમાં, યહોવાહના સાક્ષીઓના મંડળના પ્રમુખ નિરીક્ષક નૅલશન ફ્લોરીશ હતા. ઑક્ટોબર ૩૧, શનિવારે સવારે તે ઊઠ્યા ત્યારે તેમને ચીલાનગેરા નદીની પાર કંઈ જ જોવા ન મળ્યું! પાંચસો ઘરો ધોવાઈ ગયા હતા! પોતાના આત્મિક ભાઈઓના જીવનની ચિંતા હોવાથી અને પોતાની સલામતીનો થોડો વિચાર કરીને, નૅલશને નદીમાં કૂદકો માર્યો. નૅલશને યાદ કર્યું કે “હું બીજી બાજુ પહોંચ્યો ત્યારે, મેં ઊભા થઈને હું ક્યાં હતો એ જાણવાનો પ્રયત્ન કર્યો. હું દરરોજ આ વિસ્તારમાં ઘરઘરના પ્રચારકાર્ય દ્વારા પસાર થતો હતો, પરંતુ મને એકપણ સુપરિચિત વિસ્તાર દેખાયો નહિ!”
ચીલાનગેરા શહેરમાં એ રાત્રે લગભગ ૧૫૦ લોકો મરી ગયા. તેઓની અંદર કેટલીક વ્યક્તિઓ એવી હતી કે જે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરતી હતી. તેમ છતાં, એક પણ બાપ્તિસ્મા પામેલી વ્યક્તિ મરણ પામી નહોતી.
બચાવના પ્રયત્નો ચાલુ થયા. ઍરિસ્ટેડસ ઈસ્ટ્રાડા, જેમણે બચાવકાર્યમાં સહાય કરી હતી, તેમણે યાદ કર્યું: “અમને ચીલાનગેરામાં જવાની પરવાનગી મળી ન હતી. પાણી હજુ વધતું હતું! લોકો મદદ માટે બૂમો પાડતા હતા પરંતુ બચાવ કામદારોને પોતાનું જીવન બચાવવા ભાગી જવા માટે બળજબરી કરવામાં આવી, એ દૃશ્ય હું ક્યારેય નહિ ભૂલું.” તેમ છતાં, સમય પસાર થતા બધા જ ભાઈઓને સલામત રીતે બચાવવામાં આવ્યાં. રાજ્યગૃહો બચાવ કેન્દ્ર તરીકે સેવા આપતા હતા. વધુમાં, હૉસ્પિટલોમાં, શાળાઓમાં, અને બીજી જગ્યાઓએ સાક્ષીઓને બેસાડવામાં આવ્યા કે જેથી કરીને તેઓ ઈજા પામેલા અથવા બેઘર લોકોની યાદીમાં સાક્ષીઓના નામ તપાસી શકે. સ્થાનિક મંડળોએ તાત્કાલિક જરૂરી પુરવઠો પૂરો પાડ્યો.
તેમ છતાં, સંગ્રહ કેન્દ્રોમાં પુરવઠો મેળવવો સહેલું ન હતું. કોરીંટો નામના શહેરમાંથી ભાઈઓ પોતાનો પાક લઈને આવતા હતા, ફક્ત અડચણ એ હતી કે જમીન ધસી ગઈ હતી. ઉકેલ શું હતો? તેઓએ પોતાના રસ્તા જાતે જ બનાવ્યા! સૌ પ્રથમ અમુક વ્યક્તિઓ શંકાશીલ રીતે જોતા હતા. પરંતુ, સમય જતા તેઓ રસ્તો બનાવવા મદદ કરવા માટે જોડાયા. ભાઈઓ કોરીંટોથી પોતાને મુકામે કાદવવાળા થઈને પહોંચ્યા હતા છતાં, તેઓ પોતાનો ફાળો આપવા માટે ખુશ હતા.
વૉચટાવર સંસ્થાની શાખા કચેરી પણ સંગ્રહ કેન્દ્ર તરીકે સેવા આપતી હતી. ગિલબર્ટો કે જે પ્રદાનો પહોંચાડવામાં મદદ કરતો હતો તેણે યાદ કર્યું: “એ આશ્ચર્ય પમાડે એવું હતું. ઘણા વાહનો આવ્યા હોવાથી શાખાની સામેના રસ્તાઓ પર વાહનો ઊભા રાખવા અને ટ્રાફિકમાં મદદ કરવા માટે સ્વયંસેવકોની ગોઠવણ કરવામાં આવી.” અંદાજે ૨૫ હજાર કિલો કપડાં અને ૧૦ હજાર કિલો અનાજનું પ્રદાન કરવામાં આવ્યું. પંદર સ્વયંસેવકોએ એક સપ્તાહમાં કપડાઓને અલગ પાડીને જહાજમાં ચઢાવ્યા.
મીચ નિકારાગુઆથી પસાર થયું
મીચને કારણે નિકારાગુઆ દેશમાં પણ ધોધમાર વરસાદથી પાયમાલી થઈ. હજારો ઘરો નાશ પામ્યાં, અને રસ્તાઓ ધોવાઈ ગયા હતા. પૉસૉલટેગા શહેર નજીક જમીન ધસવાને કારણે આખું ગામડું દટાઈ ગયું—અને ૨,૦૦૦ કરતાં વધારે લોકો મરી ગયા.
નિકારાગુઆના સાક્ષીઓએ આ દુર્ઘટના વિષે સાંભળ્યું ત્યારે, તેઓએ રાહત સંસ્થાની સ્થાપના કરી. પોતાના ભાઈઓને શોધવા—સ્વયંસેવકોને આકરા અને ભયાનક મિશન પર મોકલવામાં આવ્યા! સાક્ષીઓની બે ટુકડીઓ, એક લિઑનથી (પૉસૉલટેગા શહેરની દક્ષિણ દિશા) અને બીજી ચીચીગલપા તરફથી (શહેરની ઉત્તર દિશા), પૉસૉલટેગા જવા માટે છૂટા પડ્યા, દરેક ભાઈએ ખાદ્યસામગ્રીનું ભારે પારસલ લીધુ હતું. બચાવ કામદારોને સ્પષ્ટ રીતે ચેતવણી આપવામાં આવી હતી કે રસ્તેથી જવાશે નહિ, પરંતુ ભાઈઓ એ જ રસ્તે ગયા.
નવેમ્બર ૨, સોમવારની વહેલી સવારે, લિઑનથી ભાઈઓએ ટ્રકમાં ખાદ્યસામગ્રી ભરી અને એટલા દૂર ગયા કે જ્યાં પુલ વરસાદને કારણે તૂટી ગયો હતો. ટ્રકને ખાલી કર્યા પછી, ભાઈઓએ સાયકલસવારોની બે ટુકડીઓ પાડી: એક પૉસૉલટેગા તરફ અને બીજી પૂરવાળું શહેર ટેલીકા તરફ ગઈ. ભાઈઓએ પ્રાર્થના દ્વારા જવાની શરૂઆત કરી. આમાંના એક ભાઈ કહે છે કે “પ્રાર્થના પછી અમને ઘણું સામર્થ્ય મળ્યું.” તેઓને આની જરૂર હતી. તેઓએ મોટા ખાડાઓ પાર કર્યા, અમુક સમયે ખાડામાં લપસીને, અને ઘણી વાર સાયકલને પોતાને ખભે ઊઠાવીને પણ પાર કર્યા. નીચે પડેલા વૃક્ષો અવારનવાર તેમના રસ્તામાં અડચણ ઊભી કરતા હતા. અને તેઓએ પાણીમાં પડેલી લાશોના બિહામણા દૃશ્યોને પણ સહન કરવા પડ્યા.
આશ્ચર્યપણે, લિઑન અને ચીચીગલપાથી સાયકલ સવારો એક જ સમયે પૉસૉલટેગા પહોંચ્યા! સાયકલ સવારની ટુકડીના એક સભ્યે યાદ કર્યું: “મારી સાયકલના ટાયરો ઘસાયેલા હતા. હું વિચારતો હતો એક અથવા બે કિલોમીટર સુધી ચાલશે.” તોપણ મારી સાયકલ ચાલી. ફક્ત પાછા ફરતી વખતે બંને ટાયરો ફાટી ગયા. ગમે તે પરિસ્થિતિમાં પણ ભાઈઓ રાહત કામદાર તરીકે સૌથી પહેલા પહોંચી જતા. સ્થાનિક ખ્રિસ્તી ભાઈબહેનોના જૂથને મળ્યા ત્યારે, તેઓએ કેટલો આનંદ અનુભવ્યો! એક બહેને કહ્યું: “હું યહોવાહ અને આપણા ભાઈઓની ઘણી આભારી છું કારણ કે તેઓએ અમને મદદ કરી અને ટેકો આપ્યો. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે આપણા ભાઈઓ મદદ માટે એકદમ જલદી આવશે.”
પૂરવાળા શહેરોમાં પહેલી જ વાર સાયકલ પર મુસાફરી કરવામાં આવી, અને ઘણા બનાવોમાં ભાઈઓ રાહત કામદાર તરીકે સૌથી પહેલા આવી જતા. લેરેનાગા શહેરના સાક્ષીઓએ ૧૬ ભાઈઓને સાયકલ પર આવતા જોયા! તેઓના પ્રયત્નો જોઈને સ્થાનિક ભાઈઓની આંખોમાં આસું આવી ગયા. ઘણી વાર સાયકલસવારોએ પોતાની પીઠ પર ૨૦ કિલો કરતાં વધારે ખાદ્યસામગ્રી લાવવી પડતી હતી. બે જ ભાઈઓ ૧૦૦ કિલોગ્રામ કરતાં વધારે અનાજ એલ ગયુયાબો શહેરમાં લાવ્યા! પોતાનાથી બની શકે એટલું પોતાની સાયકલ પર લેતા એક સાયકલસવારે યશાયાહ ૪૦:૨૯ના બાઇબલ લખાણ પર મનન કરતા દિલાસો મેળવ્યો: “નબળાને [યહોવાહ] બળ આપે છે; અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે.”
ટોનાલા શહેરના ભાઈઓએ પોતાનું અનાજ ખલાસ થઈ ગયું હોવાથી જવાબદાર ભાઈઓને આનો અહેવાલ આપવા માટે સંદેશવાહકને મોકલ્યો. સંદેશવાહક આવ્યો ત્યારે, તેને એ સાંભળીને નવાઈ લાગી કે અનાજ તો ક્યારનું મોકલી દીધું હતું! અને તે ઘરે ગયો ત્યારે, અનાજ તેના ઘરમાં પહોંચી ગયું હતું. મારલૉન ચાવરીયા કે જેણે ચીનાનડેગા નજીક પૂરવાળા વિસ્તારમાં અનાજ પૂરું પાડવા મદદ કરી હતી તેણે યાદ કર્યું: “એક શહેરમાં સાક્ષીઓના ૪૪ કુટુંબો હતા. તેમ છતાં, ૮૦ કુટુંબોએ લાભ લીધો કારણ કે ભાઈઓ પોતાના ખોરાકના એકબીજા સાથે સહભાગી થયા હતા.”
આ રાહતના પ્રયાસો અધિકારીઓના ધ્યાનમાં આવ્યા. વૉમબ્લેન શહેરના મેયરે સાક્ષીઓને આમ લખતા કહ્યું: “અમે તમને જણાવીએ છીએ કે શક્ય હોય તો અમને થોડી મદદ જોઈએ છે. . . . અમે જોયું કે અહીં વૉમબ્લેનમાં કઈ રીતે તમે તમારા ભાઈબહેનોને મદદ કરી, અમે તમને જણાવવા ઇચ્છીએ છીએ કે શક્ય હોય તો તમે અમારા માટે પણ કંઈક કરો.” યહોવાહના સાક્ષીઓએ અનાજ, દવા અને કપડાં પૂરા પાડીને પ્રત્યુત્તર આપ્યો.
ગ્વાટેમાલામાં પાયમાલી
મીચે હોન્ડુરાસ અને એલ સાલ્વાડોરમાં હમણાં જ પાયમાલી કરી હતી અને એ ગ્વાટેમાલામાં પણ પાયમાલી કરવા પહોંચી ગયું. સાક્ષી સારા ઑગસ્ટીનજે ગ્વાટેમાલા શહેરની દક્ષિણે રહેતી હતી, તે પ્રચંડ પાણીના અવાજથી જાગી ગઈ. એ રહેતી હતી ત્યાંનું ઝરણું એક આક્રમક નદી બની ગયું. વારંવાર તે બાઇબલ સત્ય જણાવવા માટે પોતાના પડોશીઓનું બારણું ખખડાવતી હતી. હવે તે બારણે બારણે જઈ તેઓને જગાડવાનો પ્રયત્ન કરવા લાગી! જમીન ખસવાને કારણે તેના ઘણા પડોશીઓના ઘરો ડટાઈ ગયા. પાવડો લઈને સારાહે બચાવનારાઓને મદદ કરી, સાત નાના બાળકોને કાદવમાંથી કાઢ્યા. દાઈ હોવાને કારણે સારાહે એક બાળકને જન્મ આપવામાં મદદ કરી. દુઃખદપણે, તરુણી વિલ્મા મરેલાઓમાંની એક હતી. સારાહે તેને હમણાં જ બાઇબલ સાહિત્ય આપ્યું હતું.
મીચનું જોર ઓછું થયું છતાં, સતત વરસાદે ધાન્ય, પુલ, અને ઘરોને નુકશાન પહોંચાડ્યું હતું. એથી ગ્વાટેમાલાની અંદર યહોવાહના સાક્ષીઓની સ્થાનિક શાખા કચેરીમાં મોટા પ્રમાણમાં પૂરવઠો પૂરો પાડવામાં આવ્યો ત્યારે, નક્કી કરવામાં આવ્યું કે આમાંથી અમુક પુરવઠાનો ઉપયોગ હોન્ડુરાસના ભાઈઓને મદદ કરવા માટે થશે. ઘણા પુલો તૂટી ગયા હતા અને ઍરપોર્ટમાં પાણી હતું, એથી નક્કી કરવામાં આવ્યું કે પૂરવઠાને દરિયાઈ માર્ગે મોકલવો જોઈએ. શાખા કચેરીથી ફ્રેડ બ્રયુને જણાવ્યું: “અમે આઠ મીટર લાંબી ફાયબરગ્લાસની હોડી ભાડે લીધી, અને મોટા જથ્થામાં દવા અને અનાજ ભર્યા. દરિયાની ભયાનક મુસાફરી પછી, અમે આખરે ઑમોઆ બંદરે પલળેલા પહોંચ્યા.”
મીચનું—પરિણામ
મૅક્સિકોના દક્ષિણ પૂર્વે મીચની અસર પૂરી થઈ હોય એવું દેખાયું. મીચનો આ છેલ્લો પ્રયત્ન હતો એમ લાગ્યું છતાં, મીચ ઉત્તર દિશાએ અને દક્ષિણ ફ્લોરિડા યુ.એસ.એ. તરફ ગયું. પરંતુ મીચ નબળુ થઈ ગયું. મીચ ઍટલૅંટિકમાં જતું રહ્યું અને જલદી અદૃશ્ય થઈ ગયું. નવેમ્બર ૫, સુધીમાં ભયાનક તોફાનની બધી જ ચેતવણીઓ બંધ થઈ ગઈ.
અમુક નિષ્ણાંતોએ મીચને “પશ્ચિમ અર્ધગોળમાં છેલ્લી બે સદીઓમાં થયેલ સૌથી ભયાનક તોફાન” કહ્યું! છેવટે મરણનો આંકડો ૧૧,૦૦૦ સુધી પહોંચ્યો; હજારો લોકો હજુ મળ્યા નથી. ત્રીસ લાખ કરતાં પણ વધારે બેઘર થયા અથવા અતિશય ખરાબ રીતે અસર પામ્યા. હોન્ડુરાસના પ્રમુખ કારલૉસ ફલૉરેસ ફાક્યૂસે વિલાપ કર્યો: “ધીમે ધીમે ૫૦ વર્ષોમાં જે અમે ભેગું કર્યું એ બધું અમે ગુમાવ્યું.”
મીચને કારણે ઘણા યહોવાહના સાક્ષીઓએ પોતાના ઘરો ગુમાવ્યા. દુઃખદ રીતે ઘણા કિસ્સાઓમાં જે જમીન પર ઘરો હતા એ જમીન જ ન હતી! તથાપિ, યહોવાહના સાક્ષીઓએ ઘણાને સમારકામ કરવા અથવા પોતાના ઘરો ફરીથી બાંધવાની સહાય કરવા માટે ગોઠવણ કરી.
હરિકેન મીચ જેવી ભયાનક દુર્ઘટના યાદ અપાવે છે કે આપણે “છેલ્લા સમયમાં સંકટના વખતોમાં” જીવી રહ્યા છીએ. (૨ તીમોથી ૩:૧-૫) ફક્ત દેવનું રાજ્ય આ પૃથ્વી પર આવશે ત્યારે આવી દુર્ઘટનાઓથી સાચું રક્ષણ મળશે. (માત્થી ૬:૯, ૧૦; પ્રકટીકરણ ૨૧:૩, ૪) યહોવાહના સાક્ષીઓ આભારી છે કે મીચની અંદર પણ તેમના એક પણ ભાઈએ પોતાનું જીવન ગુમાવ્યું નથી.b સ્થાનિક બચાવનારાઓની વ્યવસ્થાને આજ્ઞાધીન રહીને અને સ્થાનિક મંડળના ભાઈઓની સારી ગોઠવણને કારણે જોખમકારક જગ્યાએથી ઘણાઓને સલામત જગ્યાએ લાવવામાં મદદ કરવામાં આવી.
b તોફાન પછી ચેપી રોગોનું પ્રમાણ વધી ગયું. પરિણામે નિકારાગુઆના એક સાક્ષીએ પોતાનું જીવન ગુમાવ્યું.
થોડા મહિનાઓ દરમિયાન, અસર પામેલા દેશના યહોવાહના સાક્ષીઓએ પોતાની આત્મિક પ્રવૃત્તિના નિત્યક્રમમાં પાછા ફરવા મહેનત કરી. દાખલા તરીકે, એલ સાલ્વાડોરમાં મીચના પસાર થયા પછી એનો ભોગ બનેલાઓ ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનમાં હાજરી આપે એ માટે ગોઠવણ કરવામાં આવી. પરિવહન કરવા બસો ભાડે રાખવામાં આવી અને રહેવા માટેની પણ સગવડ કરવામાં આવી. ત્યાં બીમારો માટે દવાની પણ ગોઠવણ કરવામાં આવી જેથી તેઓ પણ હાજરી આપી શકે. મહાસંમેલન સફળ થયું, ખાસ કરીને એની હાજરી ૪૬,૮૫૫—ધાર્યા કરતા પણ વધારે હાજરી હતી. જૉશ રીવરા, સૅલ્વડૉરીઅન ભાઈ કે જેમણે મીચની અંદર પોતાનું ઘર અને ધંધો બંને ગુમાવ્યા હતા, તેમણે કબૂલ્યું કે “અમે અમારા અનુભવોથી આઘાત પામ્યા. પરંતુ સંમેલનમાં ભાઈઓની પરોણાગત જોઈને અમારા વિચારોમાં ફેરબદલ થઈ.” વર્ણન કર્યું તેમ, બહારના લોકોએ આપણા રાહતના પ્રયાસોને અવલોક્યા, પરિણામે—આ દેશમાં યહોવાહના સાક્ષીઓની હાજરી વધી.
પરંતુ સૌથી વધારે અનુભવોની અસર સાક્ષીઓને હતી. હોન્ડુરાસના પૂરમાં બચી ગયેલો કારલૉસ કહે છે: “મને આવો અનુભવ ક્યારેય થયો ન હતો. મેં મારા ભાઈઓનો પ્રેમ અને ભાવના વ્યક્તિગત રીતે અનુભવ્યા.” હા, હરિકેન મીચ દ્વારા જે નુકસાન થયું એ એક દિવસે ભૂતકાળ થઈ જશે. પરંતુ યહોવાહના સાક્ષીઓએ જે પ્રેમ બતાવ્યો, અને ઘણાઓએ પોતાનું જીવન જોખમમાં મૂકીને પણ ભાઈઓને મદદ કરી એ ક્યારેય નહિ ભૂલી શકાય.
મૅક્સિકો
ગ્વાટેમાલા
એલ સાલ્વાડોર
બેલીઝ
હોન્ડુરાસ
નિકારાગુઆ
કોસ્ટા રીકા
હોન્ડુરસ
◼ ગ્વાકેરીક નદી
એલ સાલ્વાડોર
◼ ચીલાનગેરાનો મુખ્ય રસ્તો
◼ જૉસ લેમ્યુસ અને તેમની પુત્રીઓ રાજ્યગૃહ સાથે બચી ગઈ
◼ જૉસ સેન્ટોસ હરનાનડેઝ તેમના વિનાશ થયેલા ઘરની સામે
નિકારાગુઆ
◼ ટેલીકાની સૌપ્રથમ સાયકલસવારની ટુકડીઓ
◼ એલ ગયુયાબોના સાક્ષીઓએ ખુશીથી અનાજ મેળવ્યું
નિકારગુઆ
◼ સ્વયંસેવકોએ સૌ પ્રથમ ઘણા ઘરો ફરીથી બાંધ્યા
◼ સ્થાનિક મંડળોના સાક્ષીઓએ ખોરાકને પૅક કરવામાં મદદ કરી
ગ્વાટેમાલા
◼ સારાએ સાત બાળકોને કાદવમાંથી કાઢવા માટે મદદ કરી
પડોશી સાક્ષીઓની મદદ
આગાહી કરનારાઓએ આગાહી કરી કે હરિકેન મીચ બેલીઝ પર આક્રમણ કરશે ત્યારે, પ્રજા એની અસર માટે તૈયાર હતી. સરકારે બધા જ કિનારાના અને નીચલા વિસ્તારોને ખાલી કરવાનો હુકમ આપ્યો એથી યહોવાહના સાક્ષીઓને મુખ્ય શહેર બેલમોપન જે દરિયાકાંઠાથી ૮૦ કિલોમીટર દૂર હતું ત્યાં લઈ જવામાં આવ્યા.
સદ્ભાગ્યે, બેલીઝ મીચના આક્રમણ અને ક્રોધથી બચી ગયું. પરંતુ હોન્ડુરાસ, નિકારાગુઆ, ગ્વાટેમાલાના ભાઈઓની ખરાબ પરિસ્થિતિ વિષે સાંભળીને બેલીઝના ભાઈઓએ ખોરાક, કપડાં, શુદ્ધ પાણી, અને પૈસાનું પ્રદાન કર્યું.
ખરેખર, આવો પ્રત્યુત્તર પડોશી દેશના ભાઈઓની એક ખાસિયત હતી. કોસ્ટા રીકાના સાક્ષીઓએ ચાર મોટી હોડીમાં ખોરાક, કપડાં અને દવા મોકલ્યા. પનામાની અંદર ભાઈઓએ આ બધુ મેળવવા, એને અલગ પાડવા અને પ્રદાનમાં આવેલી વસ્તુઓને પૅક કરવા ચાર કેન્દ્રો સ્થાપ્યા. થોડા દિવસોની અંદર, ૨૦,૦૦૦ કિલોગ્રામ કરતાં વધારે રાહત વસ્તુઓ ભેગી થઈ. એક બિનસાક્ષીએ ટીકા કરી: “હું વિચારતો હતો કે રાહત કામમાં સૈનિકોનો ક્રમાંક પ્રથમ આવતો હશે. પરંતુ હવે મને ખબર પડી કે પ્રથમ ક્રમાંક તો, યહોવાહના સાક્ષીઓનો છે.” હવે સાક્ષીઓએ આ માણસની સાથે બાઇબલ સત્યના સહભાગી થવા નિયમિત રીતે મુલાકાત લેવાનું શરૂ કર્યું.
એક ભાઈનો પરિવહનનો ધંધો હતો એથી રાહત વસ્તુઓને નિકારાગુઆમાં લઈ જવા માટે તેમણે એક ગાડી અને ડ્રાઇવર (બિનસાક્ષી) આપ્યો. પનામા અને કોસ્ટા રીકાના અધિકારીઓ તેમની સીમાથી ટ્રકને પસાર થવા માટેની સંમતિ આપતા ત્યારે જકાત લગાવતા ન હતા. એક પેટ્રોલ પંપે ટ્રકમાં ભરવા માટે બે ટાંકી પેટ્રોલ આપ્યું—એ સમગ્ર સફર કરવા માટે પૂરતું હતું! આવી જ રીતે નિકારાગુઆના સરકારી અધિકારીઓ પણ પાર્સલની તપાસ કરતા ન હતા. તેઓએ કહ્યું, “આ યહોવાહના સાક્ષીઓનું પાર્સલ હોય તો, અમારે તપાસ કરવાની જરૂર નથી. અમારે તેઓ પર શંકા કરવા જેવું કાંઈ નથી.”
હોન્ડુરાસમાં પરિવહન શક્ય નહોતું. પરંતુ ખ્રિસ્તી બહેન હોન્ડુરાસ માટેની એમ્બેસીમાં કામ કરતી હોવાથી તેણે રાહતની વસ્તુઓ વિમાન દ્વારા વિનામૂલ્યે મોકલવાની વ્યવસ્થા કરી! દસ હજાર કિલોગ્રામ કરતાં વધારે રાહત વસ્તુઓ આ રીતે મોકલી.
રસપ્રદપણે, સાક્ષીઓના રાહત કામથી અમુક બિનસાક્ષીઓ લાગણીવશ થયા. અમુક કંપનીઓએ કાર્ટન, બેન્ડેડ, પ્લાસ્ટિકની વસ્તુઓ પ્રદાન કરી. બીજાઓએ નાણાકીય રીતે મદદ કરી. પનામા હવાઈ મથકમાં કામ કરતા લોકો ૨૦ સ્વયંસેવક સાક્ષીઓ હોન્ડુરાસમાં પ્રદાન મોકલવા માટે જે મદદ કરે છે એ જોઈને ખૂબ જ લાગણીવશ થયા. બીજા દિવસે, આ હવાઈ મથકમાં કામ કરતા અમુકે તેઓએ જે પ્રદાન ભેગું કર્યું હતું એ લઈને આવ્યા.
મૅક્સિકોમાં પણ આવું જ રાહત કાર્ય
મૅક્સિકો હરિકેન મીચથી થોડું અસર પામ્યું હતું. પરંતુ એના અઠવાડિયા પહેલા જ આ ખૂનીએ મધ્ય અમેરિકા પર પ્રહાર કર્યો હતો, કાયાપાસ રાજ્યમાં અતિશય પૂર આવ્યું હતું. લગભગ ૩૫૦ સમાજોને અસર થઈ હતી; કંઈક આખું શહેર અદૃશ્ય થઈ ગયું.
સ્વાભાવિક રીતે આ વિસ્તારના યહોવાહના સાક્ષીઓ માટે પૂરે અસહ્ય પરિસ્થિતિ ઊભી કરી. તેમ છતાં, સ્થાનિક મંડળના વડીલોએ તાત્કાલિક પગલાં લઈ તોફાનની અસર ઓછી કરવા માટે મદદ કરી. દાખલા તરીકે, એક નાના સમાજની અંદર, વડીલોએ મંડળના દરેક સભ્યોની મુલાકાત લીધી અને વરસાદ સતત વધે તો, રાજ્યગૃહમાં આશરો લેવા માટેની ચેતવણી તેઓને આપી. એ સમાજનું રાજ્યગૃહ એકદમ મજબૂત હતું. બે પૂરવાળી નદીઓએ ભેગી થઈને શહેર પર હુમલો કર્યો! સાક્ષીઓ—અને તેમના પડોશીઓ—રાજ્યગૃહની છત પર આશરો લેવાથી હુમલાથી બચ્યા. એક પણ સાક્ષીએ પોતાનું જીવન ગુમાવ્યું નહિ.
તેમ છતાં મૅક્સિકોમાં લગભગ ૧,૦૦૦ સાક્ષીઓને સરકારી ઇમારતોમાં આશરો લેવો પડ્યો. લગભગ ૧૫૬ સાક્ષીઓના ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા, અને ૨૪ ઘરોને નુકસાન થયું. વધુમાં, સાત રાજ્યગૃહો સંપૂર્ણપણે નાશ પામ્યા.
એથી યહોવાહના સાક્ષીઓની અને તેમના પડોશીઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે છ રાહત કમિટીઓ સ્થાપવામાં આવી. ખોરાક, કપડાં, ધાબળા, અને બીજી જરૂરિયાતો તાત્કાલિક પૂરી પાડવામાં આવી. સ્થાનિક અધિકારીઓને રાહતકામની માહિતી આપવામાં આવી ત્યારે, તેમણે લખ્યું: “સૈનિકો પણ આટલી ઝડપથી કામ કરવા માટે શક્તિમાન નથી.”
યહોવાહના સાક્ષીઓ તેમની પ્રમાણિકતા માટે જાણીતા છે, અને અવારનવાર તેમના માટે આ લાભદાયી નિવડ્યું. દાખલા તરીકે, સ્થાનિક અધિકારીઓને એક જૂથે મદદ માટે વિનંતી કરી ત્યારે, તેઓને પૂછવામાં આવ્યું કે તમારા સમાજમાં કોઈ પણ યહોવાહના સાક્ષીઓ છે કે નહિ. તેઓએ હકારાત્મક પ્રત્યુત્તર આપ્યો ત્યારે, અધિકારીઓએ તેમને કહ્યું: “કોઈ એક સાક્ષીને અમારી પાસે મોકલો જેથી અમે તેને અન્નપુરવઠો આપીએ!”
સ્થાનિક મંડળના વડીલે સમીક્ષામાં લખ્યું: “આવી દુર્ઘટના હોવા છતાં ભાઈઓએ હકારાત્મક વલણ રાખ્યું. નજીકના સમાજના ઘણા ભાઈઓ પોતાનું જીવન જોખમમાં મૂકીને પણ અમને મદદ કરવા આવ્યા અને અમને દૃઢ કરવા માટે ખોરાક અને બાઇબલ સાહિત્યો પણ પૂરાં પાડ્યા. યહોવાહનો આભાર માનવા માટે અમારી પાસે ઘણા કારણો છે.”