વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૯/૮ પાન ૨૯
  • વિશ્વ પર નજર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિશ્વ પર નજર
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • સ્ત્રીઓ પર અત્યાચાર
  • “મદદગારની અવગણના”
  • મીચ વાવાઝોડાએ શું નુકશાન કર્યું?
  • વધુ પડતી કસરતનાં જોખમો
  • શરદીનો કોઈ ઇલાજ નથી?
  • મેલીવિદ્યા પાછળ શું રહેલું છે?
    સજાગ બનો!—૧૯૯૯
સજાગ બનો!—૧૯૯૯
g99 ૯/૮ પાન ૨૯

વિશ્વ પર નજર

સ્ત્રીઓ પર અત્યાચાર

_

ઓ ગ્લોબો વર્તમાનપત્ર જણાવે છે, “બ્રાઝિલમાં, ૬૩ ટકા સ્ત્રીઓ પર ઘરમાં શારીરિક અત્યાચાર થાય છે, જેમાંની ફક્ત ત્રીજા ભાગની સ્ત્રીઓએ જ ફરિયાદ કરી છે.” વર્તમાનપત્ર ઉમેરે છે: “ઘરેલું હિંસા મોટે ભાગે ગરીબ સ્ત્રીઓને સમાવે છે, પરંતુ તેઓ જ છે કે જે અત્યાચારની ફરિયાદ વારંવાર પોલીસને કરે છે. ધનવાન સ્ત્રીઓનો આંકડાઓમાં ભાગ્યે જ ઉલ્લેખ હોય છે.” અન્ય દેશો એવા જ આંકડાઓ બતાવે છે. દાખલા તરીકે, યુ.એસ. જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરેલા સર્વેક્ષણ અનુસાર, “યુ.એસ.માંની સર્વ સ્ત્રીઓમાંથી અડધી કરતાં વધારેએ પોતાનાં જીવનમાં કોઈને કોઈ સમયે શારીરિક અત્યાચાર ભોગવ્યો છે, અને લગભગ પાંચમાંથી એક પર બળાત્કાર કરવામાં આવ્યો છે, અથવા બળાત્કાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે,” રોઈટર્સ ન્યૂઝ સર્વિસ કહે છે. યુ.એસ. આરોગ્ય અને માનવ સેવાના સેક્રેટરી ડોના શેલાલા કહે છે: “આ સર્વેક્ષણની દરેક સંખ્યા આપણી દીકરીઓ, આપણી માતાઓ, અને આપણી પડોશીઓને દર્શાવે છે.”

“મદદગારની અવગણના”

_

હૉસ્પિટલના દરદીઓની સાજા થવાની પ્રક્રિયામાં એક મહત્ત્વનો ઘટક લાંબા સમયથી અવગણવામાં આવ્યો છે, જર્મન જરનલ સાઈકોલૉજી હ્યુટ કહે છે. એ છે બાજુના પલંગ પરનો દરદી. એક અભ્યાસે બતાવ્યું કે સાથી દરદી હોવાથી સાજા થવામાં મદદ મળે છે અને પ્રખ્યાત માન્યતાથી વિરુદ્ધ, દરદીઓમાંના ફક્ત થોડા જ, લગભગ ૭ ટકાને જ એકલું રહેવું ગમે છે. મોટા ભાગે દરેક પોતાના હૉસ્પિટલ રૂમમાં એક કે બે દરદીઓને રાખવા ઇચ્છે છે. જુદા જુદા દરદીઓ હોવાથી એ સાજા થવામાં અસર કરી શકે છે. આદર્શ સાથી દરદી “મળતાવડો અને સહિષ્ણુતા ધરાવતો હોવો જોઈએ” લેખે કહ્યું. નીચે જણાવેલ ઇચ્છનીય ગુણો મહત્ત્વ પ્રમાણે યાદીમાં આપેલા હતા: “સમજણશક્તિ, વિનોદવૃત્તિ, સ્વચ્છ, ખુલ્લા મનનો, મદદગાર, વિચારપૂર્ણ, વ્યવસ્થિત, મૈત્રીપૂર્ણ, પ્રમાણિક, સુઘડ, સમતોલ, ધીરજવાન, ઠરેલ, દયાળુ, શાંત, બુદ્ધિશાળી, લવચીક, અને સચેત.”

મીચ વાવાઝોડાએ શું નુકશાન કર્યું?

_

મીચ, ગયા વર્ષના ઉજાડનાર વાવાઝોડાએ હજારોને મારી નાખ્યા અને લગભગ ૧૦ લાખ લોકોને અસર પહોંચાડ્યા છતાં, એક હકારાત્મક પરિણામ હતું. નીકારાગુઆની રાજધાનીથી લગભગ ૫૦ કિલોમીટર ઉત્તરપૂર્વે લેઓ વીહુનાં ખંડેરોના પુરાતત્ત્વશાસ્ત્રીઓને આ વાવાઝોડાએ મદદ કરી. એ વાવાઝોડાંએ એવી કેટલીય દીવાલો, હાડકાંઓ, અને પુરાતત્ત્વીય ટુકડાઓ પરથી માટી હટાવી દીધી કે જે કેટલાંય વર્ષોથી દબાઈ રહેલી હતી. મેક્ષિકો શહેરનું વર્તમાનપત્ર એક્ષસેલસીઅર અહેવાલ આપે છે. રોગોબર્ટો નવરો, લીઓન વેજો વિનાશના ઐતિહાસિક સ્થળના નિર્દેશકે સમજાવ્યું કે મીચે ભૂમિ પર વિનાશ વેર્યો અને પુરાતત્ત્વશાસ્ત્રીઓ જે સ્થળને લાંબા સમયથી શોધવામાં નિષ્ફળ ગયા હતા એને ખુલ્લું કર્યું. એણે ૮ ફૂટ ઊંચી, ૩૦ ઇંચ પહોળી, અને ૩૦૦ ફૂટ લાંબી દીવાલ ખુલ્લી કરી. નવરો અનુસાર, “પુરાતત્ત્વશાસ્ત્રીઓને ઘણાં વર્ષો થઈ શકત, એ વાવાઝોડાએ ત્રણ દિવસમાં કરી બતાવ્યું,” વર્તમાનપત્રએ જણાવ્યું.

વધુ પડતી કસરતનાં જોખમો

_

કસરત હૃદય અને ફેફસા માટે સારી હોય છે છતાં, વધુ પડતી કસરત હાડકાંને નબળા બનાવી શકે, જે પાછળથી જીવનમાં સમસ્યાઓ ઊભી કરી શકે. લંડનના ધ ગારડીઅન અનુસાર, એ માનવ હાડપિંજર પર કસરતની અસરનો અહેવાલ હતો. દોડનારાઓ અને “ખૂબ જ સુડોળતા (fitness) જાળવનારાઓ”ને વધુ જોખમ હતું. એરોબીક અથવા નૃત્ય વર્ગોમાં વારંવાર ભાગ લેતી યુવતીઓ, ફેક્ચર થવાનો ભય અનુભવે છે અને તેઓ વૃદ્ધ થાય તેમ હાડકાની બીમારી (osteoporosis) થવાનું જોખમ છે. “કસરતબાજોને ચેતવણી આપવામાં આવી હતી કે તેઓએ ફક્ત ૧૮ કે ૧૯ વર્ષની ઉંમર સુધી જ કસરત કરવી જે તેઓના હાડકાં મજબૂત બનાવી શકે ત્યાર પછી સમય જતા એ નબળા પડવાનું શરૂ થાય છે,” લેખે કહ્યું. “હાડકાંઓની શક્તિ વધારવા રમવાની સૌથી સારી રમતો તરીકે સ્ક્વેસ અને ટેનિસને ઓળખવામાં આવી હતી.” કૉલેજ ઑફ લંડન્સ બોન સેન્ટર વિશ્વવિદ્યાલયના વડા મીખાએલ હોરટને સલાહ આપી કે કસરત અને તંદુરસ્તી વચ્ચે યોગ્ય સમતુલા જરૂરી છે. તેમણે ચેતવણી આપી: “સરકાર હંમેશા કહેવાનું ચાલુ રાખે છે કે યુવાન લોકોએ ખૂબ કસરત કરવી જોઈએ. એ અમુક સમય સુધી લાભ કરી શકે, પરંતુ તે જ યુવાનો ૫૦ની ઉંમરે પહોંચશે ત્યારે એનું પરિણામ શું આવશે એ વિષે કોઈ વિચારતું નથી.”

શરદીનો કોઈ ઇલાજ નથી?

_

દશ વર્ષના સંશોધનમાં ૮૦ લાખ યુ. એસ. ડૉલર ખર્ચ્યા પછી, બ્રિટનના કોમન કોલ્ડ સેન્ટરે છેવટે હાર કબૂલી. લગભગ ૨૦૦ કરતાં વધુ જુદા જુદા કીટાણુંઓને કારણે સામાન્ય શરદી થાય છે, શરદીનો ઇલાજ કરવો એ “ઓરી, અછબડા, ગાલપચોળિયુંનો એક સાથે ઇલાજ કરવા બરાબર છે,” પ્રાધ્યાપક રોનાલ્ડ એકલ્સ, વેલ્સની કારડીફ યુનિવર્સિટીના નિર્દેશકે ટીકા આપી. “મને ખાતરી છે કે ક્યારેય કીટાણુઓનો પૂરો નાશ નહિ કરી શકાય. મને લાગે છે કે આપણે એ વિષે અતિશય વિચારીએ જ નહિ.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો