પૈસા કરતાં - વધારે મૂલ્યવાન
સજાગ બનો!ના કૅનેડામાંના ખબરપત્રી તરફથી
“[તેણે] પોતાની દીકરીને પૈસાની કોઈ પણ રકમ કરતાં વધારે મૂલ્યવાન વસ્તુ ભેટ આપી,” નાવા સ્કાટીયા, બ્રીજટાઉનના ધ માનિટાર વર્તમાનપત્રના સંપાદકે સ્વીકાર્યું. એ ભેટ શું હતી? એ તેની “પ્રમાણિકતાનું અદ્ભુત ઉદાહરણ” હતું.
એને અને તેની દીકરી તાનિયાએ જૂની વસ્તુઓના બજારમાંથી તાનિયા માટે બાઇબલ મૂકવા સફેદ રંગનું પર્સ ખરીદ્યું. તેઓ ઘરે આવ્યા ત્યારે, તાનિયાએ પર્સની અંદરનું નાનું ખાનું ખોલ્યું અને તેને ૧,૦૦૦ ડોલર જોઈને આર્શ્ચય થયું. તરત જ માતા અને દીકરી એ જૂની વસ્તુઓ મળતા બજારમાં પાછા ફર્યા અને તેમને પર્સ વચનાર સ્ત્રીને એ પૈસા પાછા આપી દીધા. દેખીતી રીતે જ, આ ભાગ્યે જ ઉપયાગમાં લેવામાં આવેલું પર્સ હમણાં જ મરણ પામેલી તેની માતાનું હતું કે જે ઍલઝાઈમર્સના રોગથી પીડાઈ રહી હતી. તેણે એ પર્સને વેચતા પહેલાં બરાબર તપાસ્યું ન હતું. એકદમ આભારી થઈને સ્ત્રીએ નોંધ્યું: “એણે મારામાં લોકો માટેનો વિશ્વાસ પુનઃસ્થાપ્યો છે . . . એ જાણવું ઉત્તજનવર્ધક છે કે હજુ પણ પ્રમાણિક લોકો અસ્તિત્વ ધરાવે છે.”
સ્થાનિક વર્તમાનપત્રમાં પહેલા જ પાના પર છાપવામાં આવેલી આ ઘટનામાં એનેને આમ કહેતા ઉલ્લખવામાં આવી: “યહોવાહના સાક્ષીઓ તરીકે, એ તો સામાન્ય પ્રત્યાઘાત છે. અમારી પાસે બાઇબલ આધારિત [અંતઃકરણ] છે. અમે તાનિયાને સાચું શું છે એ પણ શીખવવા ઇચ્છીએ છીએ.” તાનિયા માટે નવું સફેદ પર્સ પ્રમાણિકતાના બોધપાઠની એક ખાસ યાદગીરી તરીકે રહેશે.