વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૧૧/૮ પાન ૧૦-૧૩
  • અપેક્ષા કરતાં વધારે મળ્યું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અપેક્ષા કરતાં વધારે મળ્યું
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • શોધને મળેલો બદલો
  • નેધરલૅન્ડમાં અમારું સેવાકાર્ય
  • અમારા નવા ઘરમાં સેવાકાર્ય
  • મેં શીખેલા બોધપાઠો
  • અમને ચાલુ રહેવામાં કઈ બાબતે મદદ કરી
  • “હું તન-મનથી યહોવાનું કામ કરવા માંગતો હતો”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
સજાગ બનો!—૧૯૯૯
g99 ૧૧/૮ પાન ૧૦-૧૩

અપેક્ષા કરતાં વધારે મળ્યું

વિલ્યમ વાન સેજેના જણાવ્યા પ્રમાણે

એ ૧૯૪૨નું વર્ષ હતું અને અમારો દેશ વિશ્વયુદ્ધ બીજાના મધ્યમાં હતો. હું નેધરલૅન્ડના ગ્રોનિનગેન નાઝીમાં સંતાયેલા પાંચ યુવાન માણસોમાંનો એક હતો. એક નાના ઓરડામાં બેસીને, અમે અમારી બચવાની તકો વિષે વાતચીત કરવાનું શરૂ કર્યું.

દેખીતી રીતે જ અમારી બચવાની તકો બહુ ઓછી હતી. સમય પસાર થતો ગયો તેમ, અમારા વૃંદના ત્રણ જણ હિંસાથી મરણ પામ્યા. હકીકતમાં, હું એકલો જ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યો છું. મને મારી અપેક્ષા કરતાં વધારે મળ્યું હોય એવો આ ફક્ત એક બનાવ છે.

ઉપર ઉલ્લેખવામાં આવેલા બનાવના સમયે, હું ફક્ત ૧૯ વર્ષનો હતો અને હું બાઇબલ કે ધર્મ વિષે થોડુંક જ જાણતો હતો. હકીકતમાં, પિતા બધા ધર્મની વિરુદ્ધમાં હતા. માતાની ધર્મ માટેની શોધ તેને પિશાચવાદ સ્વીકારવામાં દોરી ગઈ. મારા માટે, કોઈ આશા ન હતી. મને લાગ્યું કે હું બૉંબવિસ્ફોટમાં કે બીજી કોઈ રીતે મરી જાઉં તો, દેવ મને યાદ રાખશે નહિ. મેં તેમના વિષે વધારે જાણવાનો પ્રયત્ન પણ કર્યો ન હતો.

શોધને મળેલો બદલો

ચાર યુવાનો સાથે એ વાતચીત કર્યાના થોડા જ સમય પછી, મને નાઝીઓ દ્વારા પકડવામાં આવ્યો અને જર્મનીમાં એમરિક નજીક કેદીઓની છાવણીમાં લઈ જવામાં આવ્યો. અમારા કામમાં ઈંટોના ટુકડાઓને સાફ કરવાનું અને યુદ્ધમાં બૉંબમારામાં થયેલા નુકશાનનું સમારકામ કરવાનો સમાવેશ થતો હતો. વર્ષ ૧૯૪૩ના અંતમાં, હું નાસી છૂટ્યો. યુદ્ધ પ્રચંડ હતું છતાં, હું ગમે તે રીતે પાછો નેધરલૅન્ડ જઈ શક્યો.

મને કોઈક રીતે પ્રશ્નો અને બાઇબલ કલમથી ભરેલી પુસ્તિકા મળી. એ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત સાલ્વેશન પુસ્તકના અભ્યાસ માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી. પ્રશ્નો વાંચીને અને શાસ્ત્રવચનો તપાસીને, હું બાઇબલ ભવિષ્યવાણીની પરિપૂર્ણતામાં અતિશય રસ ધરાવતો થયો.

હું જે વાંચી રહ્યો હતો એના વિષે મેં મારી ભાવિ પત્ની ક્રા સાથે વાત કરી, પરંતુ પ્રથમ તેને એમાં જરાય રસ ન હતો. બીજી બાજુ મારી માતા એ પુસ્તિકામાં તલ્લીન બની ગઈ. તેણે આશ્ચર્યથી કહ્યું, “આ સત્ય છે કે જેને હું મારા સમગ્ર જીવન દરમિયાન શોધતી હતી!” મેં મારા મિત્રો સાથે પણ વાત કરી અને કેટલાક વધારે જાણવાનું ઇચ્છતા હતા. હકીકતમાં એક મિત્ર સાક્ષી બન્યો અને અમે પત્રો અને મુલાકાતો દ્વારા એકમેકના નિયમિતપણે ૧૯૯૬માં તેનું મરણ થયું ત્યાં સુધી સંપર્કમાં રહ્યાં.

એ દરમિયાન, ક્રાએ પણ બાઇબલ અભ્યાસ શરૂ કર્યો અને ફેબ્રુઆરી ૧૯૪૫માં અમે બંનેએ બાપ્તિસ્મા લીધું. થોડા મહિનાઓ પછી યુદ્ધનો અંત આવ્યો. લગ્‍ન કર્યા પછી, અમે યહોવાહના સાક્ષીઓના પૂરા સમયના સેવકો તરીકે પાયોનિયર બનવા માગતા હતા. પરંતુ અમે માંદગી અને આર્થિક સમસ્યાઓનો સામનો કર્યો. વળી અમારા માટે વધારે પૈસા કમાવવાની ઘણી તકો ઊભી થઈ. શું પહેલા અમે આર્થિક સલામતી માટે કામ કરીએ અને ત્યાર પછી પાયોનિયરીંગ કરીએ કે અમે તાત્કાલિક જ શરૂ કરીએ?

નેધરલૅન્ડમાં અમારું સેવાકાર્ય

અમારો નિર્ણય સીધો પાયોનિયર કાર્યમાં જવાનો હતો કે જે અમે સપ્ટેમ્બર ૧, ૧૯૪૫માં શરૂ કર્યું. એ જ દિવસે મોડી રાત્રે ઘરે પાછા ફરતી વખતે, હું કંઈક ઠંડા પીણાં માટે એક રેસ્ટોરન્ટમાં ગયો. મેં વેઇટરને એક ગુલ્ડન સમજીને નોટ આપી અને કહ્યું: “બાકીના પૈસા તારી પાસે રાખ.” હું ઘરે પાછો ગયો ત્યારે મને ખબર પડી કે મેં એક ગુલ્ડન સમજીને ૧૦૦ ગુલ્ડનની નોટ આપી હતી! જેના કારણે અમે ફક્ત એક જ ગુલ્ડનથી પાયોનિયરીંગ કામ શરૂ કર્યું!

મેં વર્ષ ૧૯૪૬માં જાહેર બાઇબલ ભાષણો આપવાનું શરૂ કર્યું ત્યારે, મારી પાસે ફક્ત એક ચામડાનું જાકીટ હતું. મારા જેવા જ બાંધાવાળો મારો એક મિત્ર સભાપતિ તરીકે કામ કરતો હતો. તે મારા વાર્તાલાપનો પરિચય કરાવીને તરત જ સ્ટેજ પર પાછો આવી અને મને તેનો કોટ આપતો. ત્યાર પછી હું મારો વાર્તાલાપ આપતો. અમે વાર્તાલાપના અંતે પણ એ જ પ્રમાણે કરતા!

માર્ચ ૧૯૪૯માં ક્રા અને મેં સરકીટ કાર્યમાં સહભાગી થવાનું આમંત્રણ મેળવ્યું, કે જેમાં યહોવાહના સાક્ષીઓના મંડળોની મુલાકાત લઈ એઓને આત્મિક રીતે મજબૂત કરવાનાં હતાં. ફ્રીટ્‌ઝ હાર્ટ-સ્ટ્રેન્જ કે જે યુદ્ધ અગાઉ અને એ દરમિયાન પણ ઘણા વર્ષોથી પૂરા સમયના વિશ્વાસુ સેવક હતા, તેમણે મને સરકીટ કાર્ય માટેનું પ્રશિક્ષણ આપ્યું. તેમણે મને સારી સલાહ આપી: “વીમ, યહોવાહના સંગઠન દ્વારા આપવામાં આવતા સૂચનોનું અનુસરણ કર, તને પહેલાં સારાં ન પણ લાગે. તને કદી પણ એનો પસ્તાવો થશે નહિ.” તે સાચા હતા.

વર્ષ ૧૯૫૧માં નાથાન એચ. નોર, એ સમયના વૉચ ટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટીના પ્રમુખે નેધરલૅન્ડની મુલાકાત લીધી. એ સમયે ક્રા અને મેં યુનાઈટેડ સ્ટેટ્‌સમાં મિશનરિ પ્રશિક્ષણ માટે અરજી કરી. ત્યાર પછી જલદી જ, અમે વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડ, ૨૧માં વર્ગમાં હાજરી આપવાનું આમંત્રણ મેળવ્યું. અમે વર્ષ ૧૯૪૫માં પાયોનિયરીંગ શરૂ કર્યું હતું ત્યારે નેધરલૅન્ડમાં ૨,૦૦૦ સાક્ષીઓ હતા, પરંતુ વર્ષ ૧૯૫૩ સુધીમાં ૭,૦૦૦ની ઉપર હતા. એ વાસ્તવિકતા અમારી અપેક્ષાઓ કરતાં ચઢિયાતી હતી!

અમારા નવા ઘરમાં સેવાકાર્ય

અમને ડચ ન્યૂ ગિની કે જે હમણાં ઇંડોનેશિયાનો પ્રાંત છે ત્યાં સોંપણી આપવામાં આવી. પરંતુ અમને પ્રવેશ મેળવવાની પરવાનગી આપવામાં ન આવી ત્યારે, અમને દક્ષિણ અમેરિકાના ઉષ્ણકટિબંધના સુરીનામમાં સોંપણી આપવામાં આવી. અમે ડિસેમ્બર ૧૯૫૫માં ત્યાં પહોંચ્યા. એ સમયે સુરીનામમાં લગભગ ૧૦૦ જ સાક્ષીઓ હતા, પરંતુ તેઓ બહુ જ મદદરૂપ હતા. અમે જલદી જ સ્થાયી થઈ ગયા.

સાચું કે અમારે અલગ અલગ ઘણા સંજોગોને અપનાવવાના હતા અને અમુક સમયે એમ કરવું ઘણું અઘરું હતું. દાખલા તરીકે, ક્રાને દરેક પ્રકારનાં જીવજંતુઓથી ડર લાગતો હતો. નેધરલૅન્ડમાં, તેને અમારા સૂવાના રૂમમાં એક નાનો કરોળિયો જોવા મળ્યો ત્યારે, મેં એને ત્યાંથી કાઢી ન મૂક્યો ત્યાં સુધી એ સૂઈ ગઈ નહિ. પરંતુ સુરીનામમાં તો કરોળિયા દસ ગણા મોટા હતા અને કેટલાક તો ઝેરી પણ હતા! મિશનરિ ઘરમાં વંદાઓ, ઉંદરો, કીડીઓ, મચ્છરો અને તીતીઘોડા પણ હતા. સાપે પણ અમારી મુલાકાત લીધી હતી. ક્રાને આ પ્રકારના પ્રાણીઓની એવી આદત પડી ગઈ હતી કે એઓને ત્યાંથી કાઢી નાખવા એ તેના જીવનનો એક ભાગ બની ગયો હતો.

લગભગ ૪૩ વર્ષ પછી, અમે આ દેશને અહીં જન્મેલી વ્યક્તિઓ કરતાં પણ વધારે સારી રીતે જાણતા હતા. અમે એની નદીઓ, વરસાદી જંગલ અને કિનારા નજીકની જમીનનો આનંદ માણ્યો છે. અમે વિશાળ પ્રાણી જીવન—શાહુડી, રીંછ, છેતરામણા ચિત્તા (jaguars)થી પરિચિત બન્યા અને હા, ઘણા પ્રકારના સાપથી પણ કે જે ઘણી વાર સુંદર રંગોના હોય છે. પરંતુ ખાસ કરીને અમે વિશાળ વિભિન્‍ન પ્રકારના લોકોને સમજી શક્યા. ત્યાં કેટલાક આફ્રિકા તેમ જ ભારત, ઇંડોનેશિયા, ચીન અને બીજા દેશોના પૂર્વજો પણ હતા. અને કેટલાક અમેરિકન ઇન્ડિયન કે જેઓ મૂળ રહેવાસીઓના વંશજો હતા.

અમારા ખ્રિસ્તી સેવાકાર્યમાં, અમે આ સર્વ પ્રકારની પાર્શ્વભૂમિકાના લોકોને મળ્યા તેમ જ તેઓના ઘરોની પણ મુલાકાત લીધી. વળી, અમારા રાજ્યગૃહમાં, અમે એવી જ આપણા ખ્રિસ્તી ભાઈબહેનોની અદ્‍ભુત વિવિધતાનો આનંદ માણ્યો. અમે વર્ષ ૧૯૫૩માં એક જર્જરિત રાજ્યગૃહથી માંડીને ૩૦ આકર્ષક રાજ્યગૃહો, એક સુંદર સંમેલનગૃહ અને એક સરસ શાખા સવલત કે જેનું સમર્પણ ફેબ્રુઆરી ૧૯૯૫માં કર્યું હતું એની વૃદ્ધિ જોઈ.

મેં શીખેલા બોધપાઠો

સુરીનામના ગાઢ જંગલોમાં, કહેવાતા બુશ નીગ્રોના ઘણા મંડળો છે. તેઓ આફ્રિકાના ગુલામોના વંશજો છે કે જેઓ ખતરામાંથી નાસી જઈને નદી તરફ વસ્યા. હું તેઓના કાર્યોથી અવારનવાર આશ્ચર્ય પામતો—દાખલા તરીકે, તેઓ કઈ રીતે નદીનો વાહનવ્યવહાર માટે ઉપયોગ કરતા અને વરસાદી જંગલોમાં રહેતા હતા. તેઓ વૃક્ષો કાપતા, હોડીઓ બનાવતા અને પાણીના ધોધ અને નદીના ઝડપી વહેણમાંથી હોડી હંકારતા હતા. તેઓ માછલી પકડીને પોતાનો ખોરાક મેળવતા હતા અને કોઈ પણ આધુનિક સુવિધા વગર એને રાંધતા અને બીજી ઘણી એવી બાબતો કરતા હતા કે જે કરવામાં અમને ઘણી મુશ્કેલી પડી હોત.

વર્ષો પસાર થયા તેમ, અમને અહીં સુરીનામમાં રહેતા બીજા લોકોના રિવાજો, તેઓની વિચારસરણી અને તેઓની રહેવાની ઢબ વિષે પણ જાણવા મળ્યું. મને ૧૯૫૦ના દાયકામાં અમેરિકામાં વસતા આદિવાસી ગામડાંના લોકોની લીધેલી મુલાકાત યાદ આવે છે. મધ્યરાત્રિએ, હું વરસાદી જંગલની ઉજ્જડ છાવણીમાં આવી પહોંચ્યો કે જ્યાં મેં અને મારા ઇન્ડિયન ગાઈડે હોડીમાં સફર શરૂ કરી હતી. તેણે લાકડા સળગાવી ખોરાક રાંધ્યો અને સૂવાના ઝૂલા બાંધ્યા. મારા માટે આ બધું કરવું એ તેના માટે સામાન્ય બાબતો હતી કેમ કે તે જાણતો હતો કે આ બધું કઈ રીતે કરવું એની મને ખબર નથી.

હું મધ્યરાત્રિએ મારા સૂવાના ઝૂલા પરથી પડી ગયો ત્યારે, તે હસ્યો નહિ. એના બદલે તેણે મારા કપડાં પરથી ધૂળ ખંખેરી અને ઝૂલાને ફરી બાંધ્યો. અમે એક સાંકડી નદીમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે, એટલો બધો અંધકાર હતો કે હું મારો પોતાનો હાથ પણ જોઈ શકતો ન હતો, પરંતુ મારો ગાઈડ હોડીને ઘણા વણાંકો અને અડચણોમાં દોરી રહ્યો હતો. મેં એને પૂછ્યું કે તેણે એ કઈ રીતે કર્યું ત્યારે, તેણે કહ્યું: “તમે ખોટી રીતે જોઈ રહ્યા છો. ઝાડની ટોચ અને આકાશ વચ્ચેનો તફાવતને જોઈને એની નોંધ લો. એ તમને નદીના વણાંકને બતાવશે. નીચે લહેરને જુઓ. એઓ તમને આગળ રહેલા ખડક કે બીજી અડચણોને જોવા મદદ કરશે. અને સાંભળો. અવાજો પણ આગળ શું રહેલું છે એ કહે છે.”

હોડકાંમાં મુસાફરી કરવી અને પાણીના ધોધમાંથી પસાર થવું એ જોખમકારક અને થકવનારું હોય શકે. પરંતુ મુસાફરીના અંતે, અમે ઉષ્માભરી પરોણાગત સાથે અમારું સ્વાગત કરવા રાહ જોતા ખ્રિસ્તી ભાઈબહેનોને મળ્યા ત્યારે, તાજગી અનુભવી. મહેમાનો માટે ત્યાં હંમેશાં ખોરાક હોય છે. કદાચ ઓછામાં ઓછું એક વાટકો સુપ તો હોય છે જ. મિશનરિ જીવન અવારનવાર કપરું અને મુશ્કેલ હોય છે પરંતુ કદી પણ નિરુત્સાહી નહિ.

અમને ચાલુ રહેવામાં કઈ બાબતે મદદ કરી

અમારું સ્વાસ્થ્ય બહુ સારું ન હતું. મારી માતા જ ફક્ત સાક્ષી હોવાથી અમને કુટુંબના સભ્યો પાસેથી વધારે ઉત્તેજન મળ્યું ન હતું. તોપણ, વહાલા મિત્રો હંમેશા અમારી જરૂરિયાતોની કાળજી રાખતા, અને અમારી સોંપણીને ચાલુ રાખવા અમને મદદ કરતા. ખાસ કરીને માતા ઉત્તેજનવર્ધક હતી.

અમારી સોંપણીના લગભગ છ વર્ષ પછી મારી માતા ગંભીર રીતે બીમાર પડી. મિત્રો ઇચ્છતા હતા કે તેને છેલ્લી વાર જોવા માટે અમે પાછા ફરીએ, પરંતુ મમ્મીએ લખ્યું: “તમારી સોંપણીમાં રહો. હું મારી માંદગી પહેલા હતી એ રીતે મને યાદ કરો. હું તમને પુનરુત્થાનમાં જોવાની આશા રાખું છું.” તે મજબૂત વિશ્વાસવાળી સ્ત્રી હતી.

અમે વર્ષ ૧૯૬૬ સુધી નેધરલૅન્ડ રજાઓ માટે પાછા ફરી શક્યા નહિ. અમને અમારા જૂના મિત્રોને જોઈને ઘણો આનંદ થયો, પરંતુ અમને સુરીનામ હવે અમારું ઘર હોય એમ લાગતું હતું. આમ અમે સંગઠનની ડહાપણભરી સલાહ અનુભવી કે મિશનરિઓએ પોતાની સોંપણીમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષ સેવા કર્યા પછી પોતાના વતનમાં પાછા ફરવું.

અમારી સોંપણીમાં આનંદ મેળવવા મદદ કરી હોય એવી બીજી બાબત છે રમૂજી લાગણીઓ જાળવી રાખવી—અમારો સમાવેશ કરતી બાબતો પર હસવું. યહોવાહે કેટલાક કુદરતી સર્જનમાં પણ રમૂજ મૂકી છે. તમે ચિમ્પાન્ઝી અને જળ બિલાડીને ઠેકડા મારતા જુઓ છો, ખાસ કરીને ઘણા નાના પ્રાણીઓને જુઓ છો ત્યારે એનાથી તમે હસ્યા વગર રહી શકતા નથી. વળી બાબતોને હકારાત્મક બાજુઓથી જોઈને પોતા વિષે વધુ પડતું ન વિચારવું પણ મહત્ત્વનું છે—એ બાબત જે અમે વર્ષો પસાર થતા ગયા એમ શીખ્યા છે.

સેવાકાર્યમાં બદલો આપનારા કાર્યોએ ખાસ કરીને અમને અમારી સોંપણીમાં ચાલુ રહેવા મદદ કરી છે. ક્રાએ પારામારીબામાં વૃદ્ધાશ્રમના નવ માણસો સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. બધા ૮૦ વર્ષની ઉપરના હતા. તેઓ સર્વ બાલાર્થબ્લેઘર (રબરના ઝાડ પરથી રબર કાઢનાર) કે સોનાની ખાણોમાં કામ કરનારાઓ હતા. દરેક વ્યક્તિને પોતે જે શીખતા હતા એ ગમતું હતું. તેઓ બાપ્તિસ્મા પામ્યા અને તેમના મરણ સુધી વિશ્વાસપૂર્વક પ્રચારકાર્યમાં સહભાગી થયા.

ન્યૂ ચર્ચ સ્વીડનબર્ગના રીવર્સ નામના એક વૃદ્ધ પ્રચારક, અભ્યાસ વિષે કટાક્ષયુક્ત ટીકા કરતા હતા. પરંતુ દરેક અઠવાડિયે તેમનો રસ વધતો ગયો અને તેમની મશ્કરી ઓછી થતી ગઈ. છેવટે તે બીજાઓ સાથે બેસીને ભાગ લેવા લાગ્યા. તે ૯૨ વર્ષના હતા અને ભાગ્યે જ સાંભળી કે જોઈ શકતા હતા, પરંતુ તે શાસ્ત્રવચનો મોઢે બોલી શકતા હતા. છેવટે તેમણે ક્ષેત્રસેવામાં અમારી સાથે સહભાગી થવાનું શરૂ કર્યું અને તેમનું સાંભળતા સર્વને પ્રચાર કર્યો. તે મરી ગયા એના ફક્ત થોડા સમય પહેલા જ તેમણે અમને આવવાનો સંદેશો મોકલાવ્યો. અમે પહોંચ્યા ત્યારે તે મરી ગયા હતા, પરંતુ તેમના ઓશીકા નીચેથી અમને એ મહિનામાં તેમણે ક્ષેત્રસેવામાં પસાર કરેલા કલાકોનો અહેવાલ મળ્યો.

વર્ષ ૧૯૭૦માં પૂરા સમયના પ્રચાર કાર્યમાં ૨૫ કરતાં વધારે વર્ષ પછી, મને સુરીનામ શાખા કચેરીમાં નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. ઑફિસમાં બેસીને કામ કરવું મને મુશ્કેલ લાગતું હતું અને ક્રાની મને ઈર્ષા આવતી હતી કે જે દરરોજ ક્ષેત્રસેવામાં જતી હતી. હવે ક્રા પણ શાખામાં કામ કરે છે અને અમે બંને જેમ વૃદ્ધ થઈ રહ્યાં છીએ એમ અહીં અર્થપૂર્ણ કામ કરી રહ્યાં છીએ.

ખરેખર, વર્ષ ૧૯૪૫માં જગતમાં ૧,૬૦,૦૦૦ સક્રિય રાજ્ય જાહેર કરનારાઓને આજના ૬૦,૦૦,૦૦૦ સાથે સરખાવતાં મને જોવા મળ્યું કે મારી અપેક્ષાઓ કરતાં વાસ્તવિકતાઓ વધારે છે. અને સુરીનામમાં અમે ૧૯૫૫માં આવ્યા એના કરતાં ક્ષેત્રસેવામાં સહભાગી થનારાઓનો ૧૯ ગણો વધારો થયો છે—લગભગ ૧૦૦થી આજે ૧,૯૦૦ કરતાં વધારે!

મને વિશ્વાસ છે કે અમે આપણા દેવમાં ફક્ત વિશ્વાસુ રહીએ તો ભાવિમાં યહોવાહના હેતુઓમાં કામ કરવાની હજુ વધારે વૃદ્ધિ જોઈશું. અને એ જ કરવાનો અમારો હેતુ છે.

[Picture on page 11]

વર્ષ ૧૯૫૫માં અમે સુરીનામમાં આવ્યા ત્યારે

[Picture on page 13]

અમારા સેવાકાર્યમાં હોડકાંનો ઉપયોગ

[Picture on page 13]

મારી પત્ની સાથે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો