યુદ્ધનો અંત
જગતવ્યાપી દરેક લોકો યુદ્ધ વગરના જગતની આકાંક્ષા રાખી રહ્યાં છે. આ એવું એક સ્વપ્ન છે કે જે કદી સાકાર થતું નથી. આપણે અગાઉના લેખમાં જોયું તેમ, ઘણા લોકો માને છે કે ગોળાવ્યાપી સરકાર દ્વારા જ શાંતિ આવી શકે. એક એવી સરકાર કે જે બિનપક્ષપાતપણે પૃથ્વી પરના લોકો પર શાસન કરે. તેમ છતાં, મોટા ભાગનાને ખબર છે કે માનવ શાસકો કદી પણ સ્વૈચ્છાપૂર્વક પોતાની સરકાર બીજાને આપશે નહિ કે જે ગોળાવ્યાપી હોય. શું એનો અર્થ એવો થાય છે કે જગતવ્યાપી સરકાર અશક્ય છે?
એવું લાગી શકે. તોપણ, બાઇબલ ભવિષ્યવાણી બતાવે છે કે આખી પૃથ્વી પર શાસન કરતી સરકાર જલદી જ પૃથ્વી પર શાંતિ લાવશે. આ માનવોની એકતા કે આંતરરાષ્ટ્રીય સહમતીના કારણે આવશે નહિ. પ્રબોધક દાનીયેલ લખવા માટે પ્રેરાયા: “આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.)—દાનીયેલ ૨:૪૪.
ઈસુએ પોતાના અનુયાયીઓને જે પ્રાર્થના કરવા માટે કહેલું આ એ જ રાજ્ય છે, કે જે પ્રાથનાને લાખો લોકો પ્રભુની કે આપણા પિતાની પ્રાર્થના તરીકે ઓળખે છે. શક્યપણે તમે બાઇબલમાં માત્થી ૬:૯, ૧૦માં જોવા મળતી પ્રાર્થનાથી પરિચિત હશો. એનો ભાગ દેવને આ રીતે વિનંતી કરે છે: “તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” દેવ એ પ્રાર્થનાનો જવાબ આપશે. એ રાજ્ય જલદી જ ‘આવશે’ અને પૃથ્વી પર દેવની ઇચ્છા પૂરી કરશે. દેવની ઇચ્છામાં પૃથ્વીને પારાદેશ શાંતિમાં ફેરવવાનો સમાવેશ થાય છે.
ગોળાવ્યાપી શાંતિની વાસ્તવિક દૃષ્ટિ
માનવ સરકારો કરતાં દેવનું રાજ્ય વધારે સફળ થશે એવું માનવાને શું કોઈ કારણ છે? દેવનું રાજ્ય પૃથ્વી પરના રહેવાસીઓ માટે હંમેશ માટેની શાંતિ લાવશે એના આઠ ઘટકોનો વિચાર કરો.
૧. રાજ્યને એના પોતાના દેવથી નિયુક્ત આગેવાન, મહિમાવંત ઈસુ ખ્રિસ્ત, “શાંતિના સરદાર” હશે. (યશાયાહ ૯:૬) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે બતાવ્યું કે તેમના સેવકો ભૌતિક યુદ્ધ માટે હથિયાર પકડશે નહિ. તેમણે પીતરને કહ્યું: “તારી તરવાર તેના મ્યાનમાં પાછી ઘાલ; કેમકે જેટલા તરવાર પકડે છે તેઓ સર્વ તરવારથી નાશ પામશે.”—માત્થી ૨૬:૫૨.
૨. રાજ્ય સાચે જ જગતવ્યાપી સરકાર હશે. ઈસુને આપવામાં આવેલા અધિકાર વિષે દાનીયેલે ભાખ્યું: “તેને સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યાં, કે જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેના તાબેદાર થાય.”—દાનીયેલ ૭:૧૪.
૩. રાજ્યમાં સર્વ લોકોના પ્રતિનિધિઓ હશે. ઈસુ સાથે સહ-રાજ્યકર્તાઓ હશે કે જેઓ “સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકો”માંથી આવશે અને તેઓ ‘પૃથ્વી પર રાજા તરીકે રાજ’ કરશે.—પ્રકટીકરણ ૫:૯, ૧૦.
૪. દેવનું રાજ્ય એની સત્તાનો વિરોધ કરતી સર્વ માનવ સરકારોનો અંત લાવશે. “રાજ્ય . . . આ સઘળાં [માનવ] રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે.”—દાનીયેલ ૨:૪૪.
૫. પૃથ્વી પરના લોકોનું આંતરાષ્ટ્રીય કાયદાથી સંચાલન કરવામાં આવશે. યશાયાહે એ સમય વિષે આમ કહીને ભવિષ્ય ભાખ્યું: ‘નિયમશાસ્ત્ર સિયોનમાંથી ને યહોવાહનાં વચન યરૂશાલેમમાંથી નીકળશે. તે વિદેશીઓમાં ઇન્સાફ કરશે, તે ઘણા લોકોનો ફેંસલો કરશે.’—યશાયાહ ૨:૩, ૪.
૬. રાજ્યના રહેવાસીઓ શાંતિથી રહેવાના માર્ગોશીખશે. યશાયાહે ચાલુ રાખ્યું: “તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજીની વિરૂદ્ધ તરવાર ઉગામશે નહિ, અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.”—યશાયાહ ૨:૪.
૭. હિંસાને ચાહનારાઓને કાઢી નાખવામાં આવશે. “યહોવાહ ન્યાયીઓને પારખે છે; પણ દુષ્ટ તથા જુલમીથી તે કંટાળે છે. તે દુષ્ટો પર ફાંદાનો વરસાદ વરસાવશે; અગ્નિ, ગંધક અને ભયંકર લૂ, એ તેઓના પ્યાલાનો ભાગ થશે.”—ગીતશાસ્ત્ર ૧૧:૫, ૬.
૮. હથિયારો કાઢી નાખવામાં આવશે. “આવો, યહોવાહનાં કૃત્યો જુઓ, તેણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ. તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે; અને રથોને અગ્નિથી બાળી નાખે છે.”—ગીતશાસ્ત્ર ૪૬:૮, ૯.
દેવનાં વચનોમાં વિશ્વાસ મૂકવો—શા માટે અને કેવી રીતે?
બાઇબલ દેવના રાજ્ય વિષે બીજી ઘણી વિસ્તારથી માહિતી આપે છે. દાખલા તરીકે, એ બતાવે છે કે ઈસુ ખ્રિસ્ત સાથે પૃથ્વી પરની બાબતોનું સંચાલન કરવા કોણ જોડાશે. વધુમાં તે કહે છે કે તેઓને કઈ રીતે પસંદ કરવામાં આવ્યા છે અને તેઓની શું લાયકાત હોવી જ જોઈએ. બાઇબલ એ પણ કહે છે કે રાજ્ય કઈ રીતે પૃથ્વી પરના સર્વ લોકોની સમૃદ્ધિ અને સુખ વધારવા પૃથ્વીની સાધનસંપત્તિનો વહીવટ કરશે. તે અદેખાઈ અને લોભને દૂર કરશે કે જે અવારનવાર વિગ્રહમાં દોરી જાય છે.
શું આ પ્રકારની ભવિષ્યવાણીને માનવી જોઈએ? યહોવાહે પોતે બતાવ્યું: “તે પ્રમાણે મારૂં વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે; મેં જે ચાહ્યું છે તે કર્યા વિના, ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના, તે ફોકટ મારી પાસે પાછું વળશે નહિ.” (યશાયાહ ૫૫:૧૧) આ કથન દેવ પોતાનાં વચનો પાળે છે એના કરતાં વધારે ખાતરી આપે છે. યહોવાહ સર્વશક્તિમાન છે, તેથી તેમની પાસે ગોળાવ્યાપી શાંતિ સ્થાપવાની શક્તિ છે. આ તેમની સમજશક્તિની બહારની બાબત નથી; એ કારણે, તેમની પાસે શાંતિ જાળવી રાખવાનું ડહાપણ છે. (યશાયાહ ૪૦:૧૩, ૧૪) વધુમાં, યહોવાહનું વ્યક્તિનિરુપણ પ્રેમ છે, તેથી વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ કરતાં જગત પર શાંતિ લાવવાની તેમની સૌથી વધારે ઇચ્છા છે.—૧ યોહાન ૪:૮.
અલબત્ત, એ માટે દેવનાં વચનો માનવામાં વિશ્વાસની જરૂર છે. વિશ્વાસ જ્ઞાનના આધારે છે અને એ દેવના શબ્દ, બાઇબલનો અભ્યાસ કરવાથી કેળવાય છે. (ફિલિપી ૧:૯, ૧૦) આપણે દેવના વ્યક્તિત્વ અને હેતુઓ વિષે શીખીએ છીએ તેમ, દેવના રાજ્યની વાસ્તવિકતાઓ સ્પષ્ટ બને છે. હા, યુદ્ધ કાઢી નાખવામાં આવશે. એ માનવ પ્રયત્નો દ્વારા નહિ પરંતુ મહિમાવંત જગતવ્યાપી સરકારને દૈવી ટેકો, દેવના રાજ્ય દ્વારા કાઢી નાખવામાં આવશે.
[Pictures on page 8, 9]
દેવના રાજ્ય હેઠળ, રહેવાસીઓ શાંતિ શીખશે અને હથિયારો કાઢી નાખવામાં આવશે