“મારી સૌથી મોટી
ઇચ્છા”
વ્રાન્જે, યુગોસ્લાવિયામાંના વિદ્યાર્થીઓના એક વર્ગને, એક પાન પર ઉપરના વિષય પર લખવાનું સોંપવામાં આવ્યું. નીચેનો નિબંધ આઠ વર્ષના સરગેજનો છે, કે જે નિબંધ પાછળથી બધાને વાંચવા માટે શાળાના નોટીસબૉર્ડ પર મૂકવામાં આવ્યો હતો.
“પ્રથમ, હું લખવા માંગતો હતો કે મારી સૌથી મોટી ઇચ્છા છે કે હું સારા માર્ક મેળવીને શાળા પૂરી કરું અને બેલગ્રેડમાં રજાઓ ગાળવા જાઉ. પરંતુ ઘરે હું કંઈક બીજા વિષય પર વિચારતો હતો. મારી પ્રથમ ઇચ્છા છે કે આખું જગત શાંતિમાં રહે, દરેક લોકો સુખી રહે, અને એકબીજાને પ્રેમ અને મદદ કરે. દરેક લોકો તંદુરસ્ત હોય અને આપણી પૃથ્વી અત્યારે છે એના કરતાં વધુ સ્વચ્છ હોય એવું મને ગમશે.
“આજે પૃથ્વી કેમિકલ્સથી દૂષિત થઈ ગઈ છે. પાણી અને હવા પ્રદૂષિત થઈ ગયાં છે. જગતમાં ભૂખમરો હોવાને કારણે, હજારો બાળકો દરરોજ મરી રહ્યાં છે, અને ઘણાં બીમારીઓને કારણે મરી રહ્યાં છે. હું એ બધું જતું રહે એવું ઇચ્છું છું, અને બધાં બાળકો પોતાનાં માબાપનો પ્રેમ મેળવે એમ હું ઇચ્છું છું કે જેથી તેઓ આનંદથી અને ખુશીથી ઊંઘી શકે, એમ માનીને કે દરેક સવાર સુંદર દિવસ હશે. આ જગતમાં એ શક્ય નથી, પરંતુ ભવિષ્યમાં એ શક્ય બનશે. એ મારી સૌથી મોટી ઇચ્છા છે.”
સરગેજ શાને કારણે ચોક્કસ બન્યો કે આ બધું નિશ્ચિત બનશે? તે બાઇબલમાં વર્ણવેલા દેવનાં વચનોમાં માને છે. શું દેવ ખરેખર આપણી કાળજી રાખે છે? મોટી પુસ્તિકામાં “દેવની બનાવેલી અજાયબ નવી દુનિયા” શિર્ષક હેઠળ આ વચનોનું વર્ણન કરવામાં આવ્યું છે. તમે આ સામયિકના પાન ૫ પર આપવામાં આવેલા યોગ્ય સરનામે અથવા આ સામયિક સાથેની કૂપનને ભરી પાછી મોકલાવવાથી મોટી પુસ્તિકાની પ્રત મેળવી શકો.
□ શું દેવ ખરેખર આપણી કાળજી રાખે છે? મોટી પુસ્તિકાની એક
પ્રત મને મોકલો.
કૃપા કરીને જણાવો કઈ ભાષામાં .
□ કૃપા કરીને વિના મૂલ્યે ગૃહ બાઇબલ અભ્યાસ માટે મારો સંપર્ક
સાધો.
નામ .
સરનામું .
.
શહેર .
રાજ્ય . પીન કોડ .
Watchtower, H-58, Old Khandala Road, Lonavla
410 401, Mah., India