પસ્તીની દુકાનમાંથી
ભા રતમાં દક્ષિણે આવેલા ચેન્નઈમાં એક તામિલ છોકરાને ઑગસ્ટ ૮, ૧૯૯૯નું સજાગ બનો! મેગેઝીન મળી આવ્યું. એ વાંચ્યા પછી તેને બીજા અનેક અંકો મેળવ્યા. પછી તેણે ભારતમાં આવેલી યહોવાહના સાક્ષીઓની શાખામાં પત્ર લખીને એના વિષે પોતાનું મંતવ્ય જણાવ્યું.
“સજાગ બનો!” તેણે લખ્યું “આ મેગેઝીનમાં સુંદર માહિતી છે જે ખુબ ઉપયોગી છે. એમાં મદદ મળે એવી માહિતી આપવામાં આવે છે. તમારો ધન્યવાદ!”
પછી એ છોકરાએ વિનંતી કરી કે “આ મેગેઝીન જે આખી દુનિયાના લોકોને મળે છે, એ શું હું પણ વાંચવા માટે ભેગા કરી શકું? આ થોડી મેગેઝીન મેં વાંચી એ મને ખુબ જ ગમી, એથી મને નવી મોકલતા રહેશો.”
સજાગ બનો! શા માટે પ્રકાશિત કરવામાં આવે છે, એનું કારણ એના પાન ૪ પર જોવા મળે છે. જે કહે છે: ‘સૌથી મહત્ત્વનું તો આ મેગેઝીન એમ બતાવે છે કે પરમેશ્વર જલદીથી દુષ્ટ જગતનો નાશ લાવીને સુખ-શાંતિભરી નવી દુનિયા લાવશે. એ વચનમાં ભરોસો મૂકવા મદદ આપે છે.’
દેવ આપણી પાસે શું માંગે છે? એ ૩૨ પાનની પુસ્તિકા બાઇબલમાંથી જણાવે છે કે આપણી માટે પરમેશ્વરનો શું હેતુ છે. તેમ જ શું કરવાથી તેની કૃપા મેળવી શકાય. આ પુસ્તિકા વિષે તમારે વધુ માહિતી જોઈતી હોય તો, નીચેનું કુપન ભરીને મોકલો અથવા પાન ૫ પરના યોગ્ય સરનામે લખીને તમે એ મેળવી શકો છો.
□ દેવ આપણી પાસે શું માંગે છે? એના વિષે મને વધુ માહિતી મને મોકલો.
□ ઘરે આવીને બાઇબલ શીખવવા વિષે મને વધારે જણાવો.