વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g22 નં. ૧ પાન ૪-૬
  • ૧ | તમારી તંદુરસ્તી સાચવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૧ | તમારી તંદુરસ્તી સાચવો
  • સજાગ બનો!—૨૦૨૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • એ કેમ જરૂરી છે?
  • તમે શું ધ્યાનમાં રાખી શકો?
  • તમે હમણાં શું કરી શકો?
  • તંદુરસ્ત રહેવાની અમુક રીતો
    સજાગ બનો!—૨૦૧૫
  • અચાનક બીમારી આવી જાય ત્યારે કઈ રીતે એનો સામનો કરવો?
    બીજા વિષયો
  • તમારા સ્વાસ્થ્યનું
    સજાગ બનો!—૧૯૯૯
  • તંદુરસ્તી
    સજાગ બનો!—૨૦૧૯
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૨
g22 નં. ૧ પાન ૪-૬
ટેબલ પર સારો અને અલગ અલગ પ્રકારનો ખોરાક છે.

આફતથી ઘેરાયેલી દુનિયામાં

૧ | તમારી તંદુરસ્તી સાચવો

એ કેમ જરૂરી છે?

આપણા પર કોઈ મુશ્કેલી કે આફત આવી પડે ત્યારે, એની અસર કોઈને કોઈ રીતે આપણી તંદુરસ્તી પર પડે છે.

  • લોકોમાં સ્ટ્રેસ વધે છે. જો લોકો લાંબા સમય સુધી સ્ટ્રેસમાં રહે, તો બીમારીનું જોખમ વધી જાય છે.

  • અમુક વિસ્તારમાં આફત આવે છે ત્યારે, ત્યાં ઘણા લોકો બીમાર પડે છે અથવા તેઓને ઈજા થાય છે. હૉસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ જાય છે અને બધાને સારવાર મળવી પણ મુશ્કેલ થઈ જાય છે.

  • લોકોનાં કામધંધા બંધ થઈ જાય છે. અરે, નોકરીઓ પણ છૂટી જાય છે. એના લીધે લોકો પાસે દવાઓ અને ખાવા-પીવાની વસ્તુઓ ખરીદવાના પૈસા પણ નથી હોતા.

તમે શું ધ્યાનમાં રાખી શકો?

  • તમે કદાચ ગંભીર બીમારી અને સ્ટ્રેસના કારણે બરાબર વિચારી ન શકો. તમારી તંદુરસ્તીનું ધ્યાન પણ ન રાખી શકો. એના લીધે તમે વધારે બીમાર પડી શકો.

  • તમે પોતાની સંભાળ નહિ રાખો અને યોગ્ય સારવાર નહિ લો, તો તમારી તબિયત વધારે બગડી શકે છે. એટલે સુધી કે તમારો જીવ પણ જોખમમાં આવી શકે છે.

  • તમે તંદુરસ્ત હશો તો આફતોના સમયે પણ બરાબર વિચારી શકશો અને સારા નિર્ણયો લઈ શકશો.

  • તમે ભલે અમીર હોવ કે ગરીબ, તંદુરસ્તી સાચવવી એ તમારા હાથમાં છે.

તમે હમણાં શું કરી શકો?

એક સમજુ માણસ મુશ્કેલીથી બચવા અમુક પગલાં ભરી શકે. એવી જ રીતે, તમે પણ બીમારીથી બચવા પોતાને અને પોતાના ઘરને ચોખ્ખું રાખી શકો. એના વિશે એક કહેવત પણ છે, સારવારથી ભલી સાવચેતી.

આન્દ્રેa કહે છે, “હું અને મારી પત્ની પોતાની અને ઘરની સાફ-સફાઈનું ખૂબ ધ્યાન રાખીએ છીએ. એમ કરવાથી અમારે હૉસ્પિટલના ચક્કર કાપવા નથી પડતા અને અમારા પૈસા પણ બચી જાય છે.”

a આ મૅગેઝિનમાં અમુક નામ બદલ્યાં છે.

સાચી સલાહ મેળવો—અમુક સૂચનો

આફતના સમયે પોતાનું ધ્યાન રાખવા આ પગલાં ભરો

ચોખ્ખાઈ રાખો

એક માણસ સાબુ અને પાણીથી પોતાના હાથ ધુએ છે.

ચોખ્ખાઈ રાખો

શાસ્ત્રમાં લખ્યું છે: “શાણો માણસ મુસીબત આવતી જોઈને સંતાઈ જાય છે.” (નીતિવચનો ૨૨:૩) પહેલેથી વિચારો કે કયા કારણોને લીધે તંદુરસ્તી બગડી શકે છે. પછી એનાથી બચવા અમુક પગલાં ભરો.

  • વારંવાર સાબુ અને પાણીથી હાથ ધૂઓ. ખાસ કરીને જમતા પહેલાં અને ટોઈલેટનો ઉપયોગ કર્યા પછી.

  • ઘરને નિયમિત રીતે સાફ કરતા રહો, એને સેનીટાઈઝ કરવા ડિસઇન્ફેક્ટન્ટનો ઉપયોગ કરો. વારંવાર ઉપયોગમાં લેવાતી વસ્તુઓને પણ સેનેટાઈઝ કરો. જેમ કે દરવાજો, સ્વીચ, ફોન વગેરે.

  • બની શકે તો ચેપી રોગ થયો હોય એવી વ્યક્તિઓથી દૂર રહો.

સારો ખોરાક લો

ટેબલ પર સારો અને અલગ અલગ પ્રકારનો ખોરાક છે.

સારો ખોરાક લો

શાસ્ત્રમાં લખ્યું છે: “કોઈ માણસ કદી પોતાના શરીરને ધિક્કારતો નથી, પણ એનું પાલન-પોષણ કરીને પ્રેમથી સંભાળ રાખે છે.” (એફેસીઓ ૫:૨૯) શરીરનું પાલન-પોષણ કરવાનો અર્થ થાય કે સારી તંદુરસ્તી જાળવીએ. સારો ખોરાક લઈએ અને નુકસાન કરતા ખોરાકથી દૂર રહીએ.

  • ખૂબ પાણી પીવો.

  • જાતજાતનાં ફળો અને શાકભાજી ખાઓ.

  • તળેલું અને ગળ્યું ઓછું ખાઓ. જમવામાં તેલ અને મીઠાનો ઓછો ઉપયોગ કરો.

  • તમાકુનું સેવન ન કરો. વધુ પડતો દારૂ ન પીવો અને ડ્રગ્સથી દૂર રહો.

કાર્લ કહે છે, “હું અને મારી પત્ની બીમાર ન પડીએ માટે સારો ખોરાક લઈએ છીએ. અમારી આવક ઓછી છે. એટલે વિચાર્યું છે કે અમારી પાસે જે થોડા ઘણા પૈસા છે એને દવામાં ખર્ચવાને બદલે સારા અને પૌષ્ટિક ખોરાક પર ખર્ચીએ.”

કસરત કરો અને પૂરતો આરામ કરો

ધૂળવાળા રસ્તા પર માણસ દોડી રહ્યા છે.

કસરત કરો

શાસ્ત્રમાં લખ્યું છે: “પુષ્કળ કામ કરવું તો હવામાં બાચકા ભરવા જેવું છે. એના કરતાં થોડો આરામ કરવો વધારે સારું છે.” (સભાશિક્ષક ૪:૬) કામ કરવાની સાથે સાથે આરામ કરવો પણ જરૂરી છે.

  • કસરત કરો. જો એમ કરવું તમને મુશ્કેલ લાગે, તો શરૂઆતમાં થોડું ચાલવાનું રાખો. ભલે તમે વૃદ્ધ કે અપંગ હોવ અથવા તમને કોઈ ગંભીર બીમારી હોય, તોપણ થોડી થોડી કસરત કરવી તમારી તંદુરસ્તી માટે સારું છે.

  • એક યુવાન બહેન આંખો બંધ કરીને થોડો આરામ કરે છે.

    પૂરતો આરામ કરો

    પૂરતો આરામ કરો. જો તમે પૂરતી ઊંઘ નહિ લો, તો તમારો સ્ટ્રેસ વધશે અને કામમાં પણ મન નહિ લાગે. સમય જતાં તમને કોઈ ગંભીર બીમારી થઈ શકે છે.

  • ઊંઘવાનો અને ઊઠવાનો યોગ્ય સમય નક્કી કરો. પછી દરરોજ એ પ્રમાણે કરતા રહો.

  • સૂવા જાવ ત્યારે ટી.વી. અને ફોન બંધ કરી દો.

  • સાંજે હળવો ખોરાક લો. સૂતા પહેલાં ચા, કૉફી અને દારૂ જેવા પીણાં ન પીવો.

જસ્ટીન કહે છે, “હું પૂરતી ઊંઘ ન લઉં ત્યારે મારી તબિયત બગડે છે. કેટલીક વાર તો માથું અને આખું શરીર દુઃખે છે. પણ જ્યારે મેં પૂરતી ઊંઘ લીધી હોય ત્યારે હું એકદમ ફ્રેશ હોઉં છું. એ સમયે મને લાગે છે હું જે ધારું એ કામ કરી શકું છું. પૂરતી ઊંઘ લેવાથી હું બીમાર પણ ઓછો પડું છું.”

“વાયરસથી બચો, પગલાં ભરો” વીડિયોનો સીન. એક સ્ત્રી ઘરનો દરવાજો ખોલે છે અને વાયરસ સામે ઊભો છે.

વધુ જાણવા. વાઇરસથી બચો, પગલાં ભરો વીડિયો જુઓ. “તંદુરસ્ત રહેવાની અમુક રીતો” લેખ પણ વાંચો. એ માટે jw.org/gu પર સર્ચ બૉક્સમાં વીડિયો અને લેખનું શીર્ષક ટાઇપ કરો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો