વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • fg પાઠ ૧૫ ૧-૪
  • યહોવા વિષે તમારે કેમ શીખતા રહેવું જોઈએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવા વિષે તમારે કેમ શીખતા રહેવું જોઈએ?
  • ઈશ્વર પાસેથી ખુશખબર!
  • સરખી માહિતી
  • ઈશ્વરની નજીક જવા શું કરવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • ઈશ્વરનો માર્ગ, સૌથી ઉત્તમ માર્ગ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • “ઈશ્વરની નજીક આવવામાં” આપણું ભલું છે!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • ઈશ્વરની નજીક જવા તમે શું કરશો?
    ઈશ્વર પાસેથી ખુશખબર!
વધુ જુઓ
ઈશ્વર પાસેથી ખુશખબર!
fg પાઠ ૧૫ ૧-૪

પાઠ ૧૫

યહોવા વિષે તમારે કેમ શીખતા રહેવું જોઈએ?

૧. અભ્યાસ ચાલુ રાખવાથી તમને કેવો ફાયદો થશે?

કામ પર રિસેસ દરમિયાન બે બહેનો બાઇબલની ચર્ચા કરી રહી છે

એમાં કોઈ શંકા નથી કે બાઇબલના જ્ઞાનની ઝલક મેળવીને, યહોવા માટેનો તમારો પ્રેમ વધ્યો હશે! પરંતુ, એ પ્રેમ હજી વધતો રહે એ માટે સતત પ્રયત્નો કરતા રહેવાની જરૂર છે. (૧ પીતર ૨:૨) ઈશ્વરની નજીક રહેવા તમે બાઇબલનો અભ્યાસ ચાલુ જ રાખજો. કાયમ જીવવાની તમારી આશા એના પર જ નભે છે!​—યોહાન ૧૭:૩; યહુદા ૨૧ વાંચો.

તમે જેમ જેમ ઈશ્વરના જ્ઞાનમાં વધતા જશો, તેમ તેમ તમારી શ્રદ્ધા મજબૂત થતી જશે. તમારી શ્રદ્ધાથી તમે ઈશ્વરને ખુશ કરી શકશો. (હિબ્રૂ ૧૧:૧, ૬) એ શ્રદ્ધા તમને પોતાનાં પાપોનો દિલથી પસ્તાવો કરવા અને જીવનમાં જરૂરી સુધારા કરવા પ્રોત્સાહન આપશે.​—પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯ વાંચો.

૨. તમે જે શીખ્યા એનાથી બીજાઓને કઈ રીતે લાભ થઈ શકે?

એક બહેન ઈશ્વરને પ્રાર્થના કરી રહી છે

તમે પ્રાર્થના દ્વારા યહોવા સાથે અનમોલ સંબંધ બાંધી શકો છો

બધાને ખુશખબર જણાવવાનું મન થાય છે. એટલે સ્વાભાવિક છે કે તમે જે શીખ્યા છો એ બીજાઓને જણાવવાનું મન થશે. બાઇબલનો અભ્યાસ ચાલુ રાખીને તમે સારી રીતે બાઇબલ વાપરતા શીખશો. પછી, યહોવામાં તમારી શ્રદ્ધા અને ખુશખબર વિષે તમે બીજાઓને જણાવી શકશો.​—રોમનો ૧૦:૧૩-૧૫ વાંચો.

ઘણા લોકો ખુશખબર જણાવવાની શરૂઆત પોતાના મિત્રો અને સગાં-સંબંધીઓથી કરે છે. તમે એમ કરો તો સમજી-વિચારીને કરજો. તેઓની માન્યતા ખોટી છે એમ કહેવાને બદલે, ઈશ્વરે આપેલાં વચનો વિષે તેઓને જણાવો. એ પણ યાદ રાખો કે તમે જે કહો છો એના કરતાં, તમારાં સારાં વાણી-વર્તનની લોકો પર વધારે સારી અસર પડશે.​—૨ તીમોથી ૨:૨૪, ૨૫ વાંચો.

૩. ઈશ્વર સાથે તમે કેવા સંબંધનો આનંદ માણશો?

બાઇબલમાંથી શીખતા રહેશો તેમ ઈશ્વર સાથેનો તમારો સંબંધ ગાઢ બનશે. આમ, તમે ઈશ્વર સાથે અનમોલ સંબંધ બાંધી શકશો. પછી, તેમના કુટુંબનો તમે ભાગ બનશો.​—૨ કોરીંથી ૬:૧૮ વાંચો.

૪. તમે કેવી રીતે ઈશ્વરની ભક્તિમાં પ્રગતિ કરી શકો?

બાઇબલમાંથી શીખીને તમે એના સિદ્ધાંતો પ્રમાણે ખરુંખોટું પારખતા શીખશો. બાઇબલનો અભ્યાસ કરતા રહીને તમે ઈશ્વરની ભક્તિમાં પ્રગતિ કરી શકશો. (હિબ્રૂ ૫:૧૩, ૧૪) યહોવાના સાક્ષીઓમાંથી કોઈને કહો કે તમારી સાથે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક વાપરીને બાઇબલનો અભ્યાસ કરે. બાઇબલમાંથી તમે જેટલું વધારે શીખશો, એટલું તમારું જીવન વધારે સુખી બનશે!​—ગીતશાસ્ત્ર ૧:૧-૩; ૭૩:૨૭, ૨૮ વાંચો.

યહોવાના સાક્ષીઓ બાઇબલ અભ્યાસની ઑફર કરી રહ્યાં છે

આનંદી ઈશ્વર યહોવાએ આપણને ખુશખબર આપી છે. તેમના ભક્તોની નજીક જઈને તમે યહોવાની નજીક જઈ શકો છો. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) યહોવાને ખુશ કરવા બનતા બધા જ પ્રયત્નો કરતા રહો. એમ કરીને તમે હંમેશ માટેના જીવનનો આશીર્વાદ મેળવી શકશો. ખરેખર, ઈશ્વરની નજીક જવું એ જ તમારા માટે સૌથી ઉત્તમ છે!​—તીતસ ૧:૨ વાંચો.

વધારે માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૧૮ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો