વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • yc પાઠ ૧ પાન ૪-૫
  • એક ખાનગી વાત જાણીને આપણે ખુશ છીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એક ખાનગી વાત જાણીને આપણે ખુશ છીએ
  • મારી બાઇબલ વાર્તાઓ
  • સરખી માહિતી
  • વિષય
    સજાગ બનો!—૨૦૧૮
  • વિષય
    સજાગ બનો!—૨૦૧૦
  • ઈશ્વરે પૃથ્વી કેમ બનાવી?
    ઈશ્વર પાસેથી ખુશખબર!
  • શરૂઆતમાં જીવન કેવું હતું?
    ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
વધુ જુઓ
મારી બાઇબલ વાર્તાઓ
yc પાઠ ૧ પાન ૪-૫
ઈસુ લોકોને ઈશ્વરના રાજ્ય વિશે જણાવી રહ્યા છે તેમ સ્વર્ગદૂતો સાંભળી રહ્યા છે

૧

એક ખાનગી વાત જાણીને આપણે ખુશ છીએ

શું કોઈએ તમને એવી વાત કહી છે જે બીજા કોઈને ખબર ન હોય?—a એમ હોય તો, એ ખાનગી વાત કહેવાય. બાઇબલમાં પણ ઈશ્વર તરફથી એક ખાનગી વાત છે. એ ખાનગી એટલા માટે કહેવાય છે, કેમ કે લોકો એ વિશે કંઈ જાણતા નથી. અરે, સ્વર્ગદૂતો પણ એ વિશે વધારે જાણવા ચાહતા હતા. શું તમને એ ખાનગી વાત જાણવી છે?—

સ્વર્ગદૂતોને શું જાણવું હતું?

ઘણાં વર્ષો પહેલાંની વાત છે. ઈશ્વરે પ્રથમ માણસ અને સ્ત્રીને બનાવ્યાં હતાં. માણસનું નામ આદમ અને સ્ત્રીનું નામ હવા. ઈશ્વરે તેઓને રહેવા માટે સુંદર મજાનું ઘર આપ્યું. એ ઘરનું નામ એદન બાગ. આદમ અને હવાએ ઈશ્વરની વાત માની હોત તો, તેઓ અને તેઓનાં બાળકો પૃથ્વી પર કાયમ જીવી શક્યા હોત. આખી પૃથ્વીને એદન બાગ જેવી સુંદર બનાવી શક્યા હોત. પણ તમને ખબર છે આદમ અને હવાએ શું કર્યું?—

આદમ અને હવાએ ઈશ્વરની વાત માની નહિ. એટલે, આજે આપણી પૃથ્વી એ સુંદર બાગ જેવી નથી. પણ, ઈશ્વરે કહ્યું છે કે તે ફરીથી આખી પૃથ્વીને સુંદર બનાવશે. બધા જ એમાં કાયમ માટે જીવશે અને મજા કરશે. ઈશ્વર એવું કઈ રીતે કરશે? એના વિશે ઘણાં વર્ષો સુધી લોકો કશું જાણતા ન હતા, કેમ કે એ ખાનગી હતું.

ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે, તેમણે લોકોને એ ખાનગી વાત વિશે શીખવ્યું. એ ઈશ્વરનું રાજ્ય છે. ઈસુએ લોકોને એ રાજ્ય વિશે પ્રાર્થના કરવાનું શીખવ્યું. એ રાજ્ય આખી પૃથ્વીને સુંદર બાગ જેવી બનાવશે.

એ ખાનગી વાત જાણીને તમે ખુશ છો?— યાદ રાખો કે જેઓ યહોવાનું કહેવું માનશે, તેઓ જ બાગ જેવી સુંદર પૃથ્વી પર જીવશે. બાઇબલ એવા ઘણા લોકો વિશે જણાવે છે, જેઓએ યહોવાની વાત માની હતી. શું તમને તેઓ વિશે શીખવું છે?— ચાલો જોઈએ કે તેઓમાંથી અમુક કોણ હતા. અને તેઓ જેવા બનવા તમારે શું કરવું જોઈએ.

બાઇબલમાંથી વાંચો

  • માર્ક ૪:૧૧

  • ૧ પીતર ૧:૧૨

  • ઉત્પત્તિ ૧:૨૬-૨૮; ૨:૮, ૯; ૩:૬, ૨૩

  • માથ્થી ૬:૯, ૧૦

  • ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯

a દરેક વાર્તામાં તમને સવાલ પછી આવી લીટી (—) જોવા મળશે. એ યાદ કરાવશે કે બાળકનો જવાબ જાણવા તમારે અટકવાની જરૂર છે.

સવાલો:

  • બાઇબલ કઈ ખાનગી વાત જણાવે છે?

  • પૃથ્વી કેમ આજે બાગ જેવી સુંદર નથી?

  • ઈસુએ લોકોને એ ખાનગી વાત વિશે શું શીખવ્યું?

  • બાગ જેવી સુંદર પૃથ્વી પર જીવવા આપણે શું કરવું જોઈએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો