વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • yc પાઠ ૧૪ પાન ૩૦-૩૧
  • એક સરકાર આખી દુનિયા પર રાજ કરશે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એક સરકાર આખી દુનિયા પર રાજ કરશે
  • મારી બાઇબલ વાર્તાઓ
  • સરખી માહિતી
  • ઈશ્વર આ પૃથ્વીને સુંદર બનાવશે
    સાચા ઈશ્વરને ઓળખો
  • જીવનના બાગની આતુરતાથી રાહ જોઈએ!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • “તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • ઈશ્વરે પૃથ્વી કેમ બનાવી?
    ઈશ્વર પાસેથી ખુશખબર!
વધુ જુઓ
મારી બાઇબલ વાર્તાઓ
yc પાઠ ૧૪ પાન ૩૦-૩૧
ઈસુ ખ્રિસ્ત બાગ જેવી સુંદર પૃથ્વી પર રાજ કરી રહ્યા છે

૧૪

એક સરકાર આખી દુનિયા પર રાજ કરશે

આપણે કઈ સરકાર વિશે વાત કરીએ છીએ?— હા, એ છે ઈશ્વરનું રાજ્ય. એ રાજ્ય આખી પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવશે. એ રાજ્ય વિશે તમને વધારે શીખવું છે?—

દરેક રાજ્યના એક રાજા હોય છે. રાજા પોતાના દેશના લોકો પર રાજ કરતા હોય છે. તમને ખબર છે ઈશ્વરના રાજ્યના રાજા કોણ છે?— ઈસુ ખ્રિસ્ત. ઈસુ સ્વર્ગમાં રહે છે. બહુ જ જલદી તે આખી દુનિયા પર રાજ કરશે. હા, દરેક લોકો પર રાજ કરશે. ઈસુ ખ્રિસ્ત રાજ કરશે ત્યારે, શું આપણે બધા ખુશ હોઈશું?—

સુંદર નવી દુનિયામાં તમે શું જોવા ચાહો છો?

હા, આપણે બહુ જ ખુશ હોઈશું. ઈશ્વરના રાજમાં લડાઈ-ઝઘડા નહિ હોય. લોકો હળીમળીને રહેતા હશે. તેઓમાં ખરો પ્રેમ હશે. બીમારી નહિ હોય, મરણ પણ નહિ હોય. આંધળા લોકો દેખતા થશે, બહેરા લોકો સાંભળતા થશે. લંગડા લોકો દોડતા અને કૂદતા થશે. બધા પેટ ભરીને ખાશે. બધાં પ્રાણીઓ એકબીજા સાથે શાંતિથી રહેશે. આપણને પ્રાણીઓનો ડર પણ નહિ લાગે. અરે, ગુજરી ગયેલા લોકોને પણ જીવતા કરવામાં આવશે! આ પુસ્તકમાં આપણે રિબકા, રાહાબ, દાઊદ અને એલીયા જેવા ઈશ્વરભક્તો વિશે શીખ્યા. તેઓને પણ જીવતા કરવામાં આવશે. શું તમે તેઓને મળવા ચાહો છો?—

યહોવા તમને ખૂબ જ પ્રેમ કરે છે. યહોવા ચાહે છે કે તમે હંમેશાં ખુશ રહો. તે ચાહે છે કે તમે તેમના વિશે શીખતા રહો અને તેમનું કહેવું માનતા રહો. એમ કરશો તો સુંદર પૃથ્વી પર તમે કાયમ જીવશો. તમને એવું જ જોઈએ છે ને?—

બાઇબલમાંથી વાંચો

  • યશાયા ૨:૪; ૧૧:૬-૯; ૨૫:૮; ૩૩:૨૪; ૩૫:૫, ૬

  • યોહાન ૫:૨૮, ૨૯; ૧૭:૩

સવાલો:

  • ઈશ્વરના રાજ્યના રાજા કોણ છે?

  • ઈસુ કોના પર રાજ કરશે?

  • ઈસુ આખી દુનિયા પર રાજ કરશે ત્યારે જીવન કેવું હશે?

  • સુંદર પૃથ્વી પર કાયમ જીવવા તમે શું કરશો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો