વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • rj ભાગ ૫ પાન ૧૨-૧૫
  • ‘તમારા પાળક તથા અધ્યક્ષની પાસે’ પાછા આવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘તમારા પાળક તથા અધ્યક્ષની પાસે’ પાછા આવો
  • યહોવા પાસે પાછા આવો
  • સરખી માહિતી
  • ‘મારી તરફ પાછા ફરો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • યહોવા આપશે તને સાથ
    યહોવા માટે ગાઓ
  • યહોવા તમને ખૂબ ચાહે છે!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • ‘મોડું કર્યા વગર પાછા ફરો’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
વધુ જુઓ
યહોવા પાસે પાછા આવો
rj ભાગ ૫ પાન ૧૨-૧૫

ભાગ ૫

‘તમારા પાળક તથા અધ્યક્ષની પાસે’ પાછા આવો

શું તમે આ પુસ્તિકામાં જણાવેલી એકાદ મુશ્કેલીનો સામનો કર્યો છે? જો એમ હોય, તો તમે એકલા નથી. બાઇબલ સમયના અને આજના અમુક વિશ્વાસુ ઈશ્વરભક્તોએ એવી જ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. એનો સામનો કરવા તેઓને યહોવા પાસેથી મદદ મળી. એવી જ રીતે, યહોવા તમને પણ મદદ કરશે.

તમે પાછા ફરશો ત્યારે યહોવા તમારી સાથે હશે

ખાતરી રાખજો કે, તમે પાછા ફરશો ત્યારે યહોવા તમારી સાથે હશે. યહોવા તમને ચિંતા સહન કરવા, દિલ પર લાગેલા ઘા રુઝાવવા અને શુદ્ધ અંતઃકરણ રાખવા મદદ કરશે. એનાથી, તમે મન અને હૃદયની શાંતિ મેળવી શકશો. પછી, તમે પણ સાથી ઈશ્વરભક્તો સાથે મળીને યહોવાની ભક્તિ ફરી કરી શકશો. તમારા સંજોગો પહેલી સદીના અમુક ઈશ્વરભક્તો જેવા હશે. તેઓ વિશે પ્રેરિત પાઊલે આમ લખ્યું હતું: ‘તમે ભૂલાં પડેલાં ઘેટાંના જેવા હતા; પણ હવે તમારા પાળક તથા અધ્યક્ષની પાસે પાછા આવ્યા છો.’—૧ પીતર ૨:૨૫.

યહોવા પાસે પાછા આવવામાં જ તમારું ભલું છે. શા માટે? એમ કરવાથી તમે યહોવાનું દિલ આનંદથી ભરી દેશો. (નીતિવચનો ૨૭:૧૧) તમે જાણો છો તેમ યહોવાને પણ લાગણીઓ છે. તેથી, તમારા કામથી તે ખુશ અથવા નાખુશ થઈ શકે છે. જોકે, તે કોઈને પણ તેમની ભક્તિ કરવા કે તેમને પ્રેમ કરવા બળજબરી કરતા નથી. (પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦) બાઇબલના એક નિષ્ણાત એ વિશે આમ જણાવે છે: “તમારા દિલનું બારણું બીજું કોઈ નહિ ખોલી શકે. પણ, તમારે પોતે જ એને ખોલવું પડશે.” યહોવાની ભક્તિ પ્રેમને લીધે કરીએ છીએ ત્યારે, એ બારણું આપણે ખોલીએ છીએ. એમ કરીને બતાવીએ છીએ કે આપણે તેમને વફાદાર છીએ. એનાથી, તે બહુ ખુશ થશે. સાચે જ, યહોવાને જ માન-મહિમા આપવાથી આપણને અનેરો આનંદ મળે છે, જે દુનિયાની કોઈ વસ્તુ નહિ આપી શકે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫; પ્રકટીકરણ ૪:૧૧.

ભક્તિમાં ઠંડા પડી ગયેલા એક બહેન મંડળમાં પાછા આવે છે ત્યારે, તેમનો પ્રેમાળ આવકાર કરવામાં આવે છે

તેમ જ, યહોવાની ભક્તિ કરવાનું ફરી શરૂ કરો છો ત્યારે, તમારી ભક્તિની ભૂખ સંતોષાશે. (માથ્થી ૫:૩) કઈ રીતે? દુનિયાના લોકોને આવો સવાલ થતો હોય છે: ‘આપણા જીવનનો હેતુ શું છે?’ આ સવાલનો જવાબ મેળવવા તેઓ તરસે છે. યહોવાએ દરેકમાં એવી ઇચ્છા મૂકી છે કે એનો જવાબ શોધે. યહોવાએ આપણને એ રીતે બનાવ્યા છીએ કે તેમની ભક્તિ કરવાથી સંતોષ મળે. આપણે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરીએ છીએ એ જાણીને જે સંતોષ અને ખુશી મળે છે, એ બીજા કશાથી નહિ મળે.—ગીતશાસ્ત્ર ૬૩:૧-૪, ૬.

યહોવા ચાહે છે કે તમે તેમની પાસે પાછા આવો. એની શું ખાતરી છે? આનો વિચાર કરો: બહુ જ પ્રાર્થનાપૂર્વક આ પુસ્તિકાને તૈયાર કરવામાં આવી છે. કદાચ મંડળના વડીલ કે સાથી ઈશ્વરભક્તે તમને આ પુસ્તિકા આપી હશે. પછી, તમે એ વાંચવા પ્રેરાયા હશો. અને એના સંદેશા પર ધ્યાન આપ્યું હશે. આ બધું સાબિતી આપે છે કે, યહોવા તમને ભૂલી નથી ગયા. પણ, તે પ્રેમથી તમને પોતાની તરફ ખેંચે છે.—યોહાન ૬:૪૪.

યહોવા પોતાનાથી દૂર ગયેલા ભક્તોને ક્યારેય ભૂલી નથી જતા, એ જાણીને દિલાસો મળી શકે છે. ડોના નામના બહેને એવું જ અનુભવ્યું. તેમણે જણાવ્યું: “હું ધીરે ધીરે સત્યથી દૂર થઈ ગઈ. પણ, ઘણી વાર હું ગીતશાસ્ત્ર ૧૩૯: ૨૩, ૨૪ના આ શબ્દો પર વિચાર કરતી, ‘હે ઈશ્વર, મારી પરીક્ષા કરો, અને મારું અંતઃકરણ ઓળખો; મને પારખો, અને મારા વિચારો જાણી લો; મારામાં કંઈ દુરાચાર હોય તો એ તમે જોજો, અને મને તમારા માર્ગમાં હંમેશાં ચલાવજો.’ હું જાણતી હતી કે, હું આ જગતનો ભાગ નથી અને મારે યહોવાના સંગઠનમાં જ રહેવું જોઈએ. હું જોઈ શકી કે યહોવાએ ક્યારેય મને તરછોડી નથી. મારે જ મારો માર્ગ બદલીને તેમની પાસે પાછા આવવાની જરૂર હતી. મને એ વાતની ખુશી છે કે મેં એમ જ કર્યું.”

“હું જોઈ શકી કે યહોવાએ ક્યારેય મને તરછોડી નથી. મારે મારો માર્ગ બદલીને તેમની પાસે પાછા આવવાની જરૂર હતી”

તમે પણ “યહોવાનો આનંદ” ફરી અનુભવો એવી અમારી પ્રાર્થના છે. (નહેમ્યા ૮:૧૦) યહોવા પાસે પાછા ફરવાનો તમને ક્યારેય અફસોસ નહિ થાય.

યહોવા પાસે પાછા આવવા માટે થતા સવાલો

હું ક્યાંથી શરૂ કરું?

ઠંડા પડી ગયેલા બહેન બાઇબલ વાંચે છે

બીમારીમાંથી સાજી થયેલી એક વ્યક્તિને કદાચ પહેલાં જેવું કામ કરવા સમય લાગે. એવી જ રીતે, તમે ભક્તિમાં મજબૂત બનવા દરરોજ થોડું થોડું ઈશ્વરનું જ્ઞાન લઈ શકો. એવું ન વિચારો કે, તમારે બધું એકસાથે કરવું પડશે. કદાચ તમે અમુક મિનિટો બાઇબલ વાંચી શકો અથવા બાઇબલનું રેકોર્ડિંગ સાંભળી શકો. તેમ જ, આપણાં સાહિત્યમાંથી અભ્યાસ કરી શકો અથવા jw.org વેબ સાઇટ પર અમુક માહિતી તપાસી શકો. બને એટલું જલદી મંડળની સભાઓમાં જવાનો પ્રયત્ન કરો. ઉપરાંત, પ્રાર્થનામાં યહોવાની મદદ માંગો. ‘તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.’—૧ પીતર ૫:૭.

“યહોવાની ભક્તિમાં સાવ ઠંડી પડી ગયા પછી, મને પ્રાર્થના કરવામાં પણ શરમ લાગતી હતી. મેં પ્રાર્થના કરવા હિંમત ભેગી કરી. એ વખતે મંડળના વડીલે મારી મુલાકાત લીધી. તેમણે મને સમજવા મદદ કરી કે યહોવાએ મને તજી દીધી નથી. તેમણે મને દરરોજ બાઇબલ વાંચવા કહ્યું. મેં એ પ્રમાણે કર્યું ત્યારે, સભામાં પાછા જવા મને હિંમત મળી. સમય જતાં, મેં પ્રચારમાં જવાનું શરૂ કર્યું. હું ખુશ છું કે યહોવાએ મને ક્યારેય તરછોડી નથી.”—ઈવા.

મંડળનાં ભાઈ-બહેનો મને કઈ રીતે આવકારશે?

તમે પૂરી ખાતરી રાખી શકો કે, મંડળનાં ભાઈ-બહેનો તમને પૂરા દિલથી આવકારશે. મજાક ઉડાવવાને કે વાંક કાઢવાને બદલે તેઓ તમને પ્રેમ બતાવશે. તેમ જ, તમને ઉત્તેજન આપવા બનતું બધું કરશે.—હિબ્રૂ ૧૦:૨૪, ૨૫.

“રાજ્યગૃહમાં પાછા જતા મને ઘણી શરમ લાગતી. હું વિચારતો કે મિત્રો મારી સાથે કઈ રીતે વર્તશે. મંડળનાં મોટી ઉંમરનાં એક બહેન મને તરત ઓળખી ગયાં. ૩૦ વર્ષ પહેલાં પણ તે મંડળમાં હતાં. તેમણે કહ્યું: ‘દીકરા, યહોવાના ઘરમાં તારું સ્વાગત છે!’ એ શબ્દો મારા દિલમાં ઊતરી ગયા. ખરેખર, હું ઘરે પાછો ફર્યો.”—ઝેવિયર.

“હું રાજ્યગૃહ ગયો ત્યારે, કોઈનું ધ્યાન મારા પર ન જાય એટલે હું છેલ્લે બેઠો. જોકે, મને નાનપણથી ઓળખતા હતા, તેઓમાંના ઘણા લોકો તરત ઓળખી ગયા. તેઓએ મારો આવકાર કર્યો અને પ્રેમથી ભેટ્‌યા. એનાથી મને મનની શાંતિ મળી. મને એવું લાગ્યું કે જાણે હું ઘરે પાછો આવી ગયો.”—માર્કો.

વડીલો મને કઈ રીતે મદદ કરશે?

વડીલો તમારી સાથે પ્રેમથી વર્તશે. ‘પ્રથમના જેવો પ્રેમ’ ફરી બતાવવાની તમારી ઇચ્છાની તેઓ પ્રશંસા કરશે. (પ્રકટીકરણ ૨:૪) તમે કરેલી ભૂલ સુધારવા તેઓ પ્રેમથી અને “નમ્ર ભાવે” તમને મદદ કરશે. (ગલાતી ૬:૧; નીતિવચનો ૨૮:૧૩) દુઃખ જશે, સુખ આવશે અથવા ડ્રો ક્લોઝ ટુ જેહોવા જેવા પુસ્તકોથી તમારો અભ્યાસ ફરી લેવા વડીલો કદાચ ગોઠવણ કરે. ખાતરી રાખો કે, વડીલો તમને દિલાસો આપશે અને દરેક પગલે તમને મદદ કરશે.—યશાયા ૩૨:૧, ૨.

“હું યહોવાની ભક્તિમાં ૮ વર્ષ ઠંડો પડી ગયો હતો. એ દરમિયાન, વડીલો મને નિયમિત મળવા આવતા હતા. એક દિવસે, વડીલે સાથે લીધેલા અમુક ફોટા મને બતાવ્યા. એ જોતાની સાથે જ મારી જૂની યાદો તાજી થઈ ગઈ. એનાથી, યહોવાની ભક્તિ કરવાથી મળતો આનંદ ફરી મેળવવાની ઇચ્છા જાગી. યહોવાની ભક્તિમાં મજબૂત થવા વડીલોએ મને પ્રેમથી મદદ કરી.”—વિક્ટર.

“યહોવા આપશે તને સાથ”

મંડળની સભામાં ગીત ગાતી વખતે બે બહેનો એક જ ગીત પુસ્તક વાપરે છે

સીંગ ટુ જેહોવા ગીત પુસ્તિકામાં દિલને સ્પર્શી જાય એવાં ઘણાં બધાં ગીતો છે. તમે યહોવાની ભક્તિ ફરી શરૂ કરો ત્યારે, એમાંથી તમને દિલાસો અને ઉત્તેજન મળી શકે છે. દાખલા તરીકે, ગીત નંબર ૬૦ના શબ્દોનો વિચાર કરો. એ ૧ પીતર ૫:૧૦ના આધારે છે. એનો વિષય છે: “યહોવા આપશે તને સાથ.”

  1. ગભરા નહિ, યહોવા તારી પાસે છે

    પકડી રાખ્યો છે તારો હાથ એણે

    તને વળગીને પ્રેમ, એનો દીધો છે

    તેની સાથે તું ચાલવા તરસે છે

    તારો પ્રભુ નહિ છોડે રે તને

    તારો હાથ પકડી ચલાવશે તને

  2. યહોવાએ, એકનાએક વહાલા દીકરાને

    વીંધીને રેડ્‌યો છે તારા માટે 

    તેની પાસે સદા, ઊભા રેʼવા માટે

    ન કોઈ રોકી શકે તને હવે

    ઈશ્વરની છાયામાં રહેવા માટે

    રાખશે એની પાંખ હેઠળ એ તને

    (કોરસ)

    ઈસુના કીમતી લોʼઈથી, ઉગારે છે તને

    યહોવા માલિક છે, હવેથી તે તારો

    તે હિંમત દેશે આજે ને મજબૂત કરશે રે

    નઇ છોડે હાથ તારો, નઇ છોડે સાથ તારો

સીંગ ટુ જેહોવા—વોકલ રેન્ડિશન

આ અને બીજાં રાજ્ય ગીતો સાંભળવાં આ કોડ સ્કેન કરો અથવા jw.org પર જાઓ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો