વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lfb પાઠ ૭૮ પાન ૧૮૪-પાન ૧૮૫ ફકરો ૧
  • ઈસુએ રાજ્યનો પ્રચાર કર્યો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુએ રાજ્યનો પ્રચાર કર્યો
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સરખી માહિતી
  • ઈસુ પ્રચાર કરવા ૭૦ શિષ્યોને મોકલે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • ઈસુ ગાલીલમાં પોતાનું સેવાકાર્ય વધારે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • ઈસુ પાછા સ્વર્ગમાં ગયા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
lfb પાઠ ૭૮ પાન ૧૮૪-પાન ૧૮૫ ફકરો ૧
ઈસુ અને તેમનો એક શિષ્ય પ્રચાર કરે છે

પાઠ ૭૮

ઈસુએ રાજ્યનો પ્રચાર કર્યો

બાપ્તિસ્માના થોડા સમય પછી, ઈસુએ પ્રચાર કર્યો કે ‘ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે.’ તેમણે આખા ગાલીલ અને યહૂદિયામાં મુસાફરી કરી. તેમના શિષ્યો પણ મુસાફરીમાં તેમની સાથે જતા. ઈસુ પોતાના શહેર નાઝરેથ પાછા ગયા ત્યારે, સભાસ્થાનમાં ગયા. તેમણે યશાયાનો વીંટો ખોલ્યો અને એમાંથી વાંચ્યું: ‘હું ખુશખબર જણાવી શકું એટલે મને પવિત્ર શક્તિ આપવામાં આવી છે.’ એનો અર્થ હતો કે ભલે લોકો ચાહતા હતા કે ઈસુ ચમત્કાર કરે. પણ ઈસુને પવિત્ર શક્તિ એ કારણથી આપવામાં આવી હતી કે તે લોકોને ખુશખબર જણાવે. પછી તેમણે લોકોને કહ્યું: ‘આજે આ ભવિષ્યવાણી પૂરી થઈ છે.’

એ પછી ઈસુ ગાલીલ સરોવર પાસે ગયા. તે ત્યાં ચાર માછીમારોને મળ્યા, જેઓ પછીથી તેમના શિષ્યો બન્યા. તેઓના નામ હતાં: પિતર, આંદ્રિયા, યાકૂબ અને યોહાન. ઈસુએ તેઓને કહ્યું: ‘મારી પાછળ આવો! હું તમને અલગ પ્રકારના માછીમારો બનાવીશ. તમે માછલીઓને નહિ, પણ માણસોને ભેગા કરશો.’ તેઓ તરત માછીમારનો ધંધો છોડીને ઈસુની પાછળ ગયા. ઈસુ અને શિષ્યોએ આખા ગાલીલમાં યહોવાના રાજ્ય વિશે પ્રચાર કર્યો. તેઓએ સભાસ્થાનોમાં, બજારોમાં અને રસ્તા પર પ્રચાર કર્યો. તેઓ જ્યાં પણ જતા, એક મોટું ટોળું તેઓની પાછળ પાછળ જતું. ઈસુ વિશેની ખબર દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. અરે, છેક સિરિયા સુધી ફેલાઈ ગઈ!

થોડા સમય પછી, ઈસુએ પોતાના અમુક શિષ્યોને બીમારીઓ દૂર કરવાની અને લોકોમાંથી દુષ્ટ દૂતો કાઢવાની શક્તિ આપી. ઈસુ શહેરેશહેર અને ગામેગામ જઈને પ્રચાર કરતા ત્યારે, અમુક શિષ્યો પણ તેમની સાથે જતા. ઘણી વફાદાર સ્ત્રીઓ ઈસુ અને તેમના શિષ્યોની સેવા કરતી. જેમ કે, મરિયમ માગદાલેણ, યોહાન્‍ના અને સુસાન્‍ના.

ઈસુએ શિષ્યોને પ્રચાર કરતા શીખવ્યું, પછી તેઓને પ્રચાર કરવા મોકલ્યા. તેઓએ આખા ગાલીલમાં પ્રચાર કર્યો ત્યારે, બહુ બધા લોકો શિષ્યો બન્યા અને બાપ્તિસ્મા લીધું. ઘણા લોકો ઈસુના શિષ્યો બનવા માંગતા હતા. એટલે ઈસુએ કહ્યું કે તેઓ એવા ખેતર જેવા છે, જે કાપણી માટે તૈયાર છે. તેમણે કહ્યું: ‘યહોવાને પ્રાર્થના કરો કે તે કાપણી માટે વધારે મજૂરો મોકલે.’ પછી તેમણે ૭૦ શિષ્યોને પસંદ કર્યા. તેઓને બબ્બેની જોડીમાં આખા યહૂદિયામાં પ્રચાર કરવા મોકલ્યા. તેઓએ બધી જાતના લોકોને રાજ્ય વિશે શીખવ્યું. તેઓ પાછા આવ્યા ત્યારે બહુ ખુશ હતા અને ઈસુને પ્રચારકામ વિશે જણાવવા આતુર હતા. શેતાન કોઈ પણ રીતે પ્રચારકામને રોકી શક્યો નહિ.

ઈસુ ચાહતા હતા કે તે સ્વર્ગમાં જાય પછી પણ શિષ્યો આ મહત્ત્વનું કામ કરતા રહે. એટલે ઈસુએ શિષ્યોને કહ્યું: ‘આખી દુનિયામાં ખુશખબર જણાવો. લોકોને ઈશ્વરના વચન વિશે શીખવો અને તેઓને બાપ્તિસ્મા આપો.’

“ઈશ્વરના રાજ્યની ખુશખબર મારે બીજાં શહેરોમાં પણ જણાવવાની છે, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.”—લૂક ૪:૪૩

સવાલ: ઈસુએ શિષ્યોને કયું કામ સોંપ્યું? શિષ્યોને એ કામ કરીને કેવું લાગ્યું?

માથ્થી ૪:૧૭-૨૫; ૯:૩૫-૩૮; ૨૮:૧૯, ૨૦; માર્ક ૧:૧૪-૨૦; લૂક ૪:૧૪-૨૧; ૮:૧-૩; ૧૦:૧-૨૨

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો