ભાગ ચૌદમાં શું છે?
પહેલી સદીના શિષ્યોએ રાજ્યની ખુશખબર પૃથ્વીના છેડા સુધી ફેલાવી. ઈસુ તેઓને માર્ગદર્શન આપતા રહ્યા કે ક્યાં પ્રચાર કરવો. ઈસુએ ચમત્કારથી શિષ્યોને શક્તિ આપી, જેથી તેઓ લોકોને તેમની ભાષામાં શીખવી શકે. તેઓએ સખત સતાવણીનો સામનો કર્યો ત્યારે, યહોવાએ તેઓને હિંમત અને તાકાત આપી.
ઈસુએ યોહાનને યહોવાના મહિમાનું દર્શન બતાવ્યું. બીજા એક દર્શનમાં યોહાને જોયું કે સ્વર્ગના રાજ્યએ શેતાનને હરાવી દીધો છે અને તેની સત્તાનો હંમેશ માટે નાશ કર્યો છે. યોહાને જોયું કે ઈસુ રાજા તરીકે રાજ કરે છે અને તેમની સાથે ૧,૪૪,૦૦૦ લોકો પણ રાજ કરે છે. યોહાને એ પણ જોયું કે આખી પૃથ્વી બાગ જેવી સુંદર બની ગઈ છે અને લોકો શાંતિ અને એકતામાં યહોવાની ભક્તિ કરી રહ્યા છે.