ગીત ૬૭
ફેલાવજે ઈશ્વરનો સંદેશો
૧. ઈશ્વરનું છે તને ફરમાન
દિલમાં આશા રાખ ને વાત તેમની માન
ઘેર ઘેર જઈ કર લોકોને એલાન
કરીશ એમ તો થાય ઈશ્વરના ગુણગાન
(ટેક)
તો ફેલાવજે
આ સંદેશો ઈશ્વરનો
ને કહેજે
છે અંત પાસે દુન્યાનો
ચેતવજે
તું નેક દિલના લોકોને
શીખવજે
વચન યાહનું
૨. દુઃખનાં વાદળ તારા માથે
જેલ ને સાંકળ દેખાય તારી સામે
શરમને તું પાછળ છોડી દે
તારી નજર આગળ રાખ ઈશ્વરને
(ટેક)
તો ફેલાવજે
આ સંદેશો ઈશ્વરનો
ને કહેજે
છે અંત પાસે દુન્યાનો
ચેતવજે
તું નેક દિલના લોકોને
શીખવજે
વચન યાહનું
૩. માથે આવે આકરો તડકો
ઈશ્વર લાવશે તારા માથે છાયો
તેં છે ઈશ્વરનો બોલ ફેલાવ્યો
દુન્યામાં તેમનો જયજયકાર થયો
(ટેક)
તો ફેલાવજે
આ સંદેશો ઈશ્વરનો
ને કહેજે
છે અંત પાસે દુન્યાનો
ચેતવજે
તું નેક દિલના લોકોને
શીખવજે
વચન યાહનું
(માથ. ૧૦:૭; ૨૪:૧૪; પ્રે.કા. ૧૦:૪૨; ૧ પિત. ૩:૧૫ પણ જુઓ.)