ગીત ૬૯
રાજ્યનો સંદેશ જણાવતા રહીએ
- ૧. જણાવ્યે રાજ્યનો સંદેશો - બધા લોકોને આપણે - દૂર કરી લોકોના અંધારા - અજવાળા પાસે લાવ્યે - ખુ-શી-ઓ-ની રોશની ફેલાવ્યે - આ ઘોર અંધકાર વીતી જશે - યહોવા લાવશે યુગ સોનેરી - જ્યાં સૂર્ય નઈ આથમે કદી - (ટેક) - ચાલો પૂરી હિંમતથી - જણાવ્યે રાજ્યનો સંદેશ - પૂરા દિલથી યહોવાનું કામ - પૂરું કર’યે આપણે 
- ૨. એક વાડાનાં સૌ ઘેટાં આપણે - કર’યે ભક્તિ સંપીને - નાના-મોટા ભેગા મળીને - સેવાને ગણ્યે કીમતી - ઘોંઘાટ ભરેલી આ દુન્યામાં - પ્રેમનો મધુર સાદ સંભળાવ્યે - યહોવા જો પાસે હોય આપણી - ડર હોય આપણને શાનાથી - (ટેક) - ચાલો પૂરી હિંમતથી - જણાવ્યે રાજ્યનો સંદેશ - પૂરા દિલથી યહોવાનું કામ - પૂરું કર’યે આપણે 
(ગીત. ૨૩:૪; પ્રે.કા. ૪:૨૯, ૩૧; ૧ પિત. ૨:૨૧ પણ જુઓ.)