વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • rr પાન ૪૭
  • ‘હું દૂતોને જોતો હતો’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘હું દૂતોને જોતો હતો’
  • આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • સરખી માહિતી
  • “ચાર ચહેરાવાળા દૂતો” શાને રજૂ કરે છે?
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • “મંદિરનું વર્ણન કર”
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • “ઈશ્વરે આપેલાં દર્શનો હું જોવા લાગ્યો”
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • પ્રચારકામ સારી રીતે કરવા યહોવા મદદ કરે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
વધુ જુઓ
આખી ધરતી પર યહોવાની ભક્તિ!
rr પાન ૪૭
જૂના જમાનાની મૂર્તિ જે એવા આખલાની છે, જેને માણસનું માથું હોય અને પાંખો હોય.

બૉક્સ ૪-ક

‘હું દૂતોને જોતો હતો’

હઝકિયેલે મહેલો અને મંદિરોની આગળ મોટી મોટી મૂર્તિઓ જોઈ હશે. એ મૂર્તિઓનાં માથાં માણસનાં અને શરીર આખલા કે સિંહનાં હતાં. એને પાંખો પણ હતી. જૂના જમાનાના આશ્શૂર અને બાબેલોનિયામાં જ્યાં જુઓ ત્યાં આવી મૂર્તિઓ જોવા મળતી. ત્યાંના લોકો માનતા કે આ મૂર્તિઓ તેઓનું રક્ષણ કરશે. કેટલીક મૂર્તિઓ લગભગ ૨૦ ફૂટ ઊંચી હતી. એ મોટી મૂર્તિઓ જોઈને લોકો મોંમાં આંગળાં નાખી જતા હશે. હઝકિયેલને પણ એ જોઈને નવાઈ લાગી હશે. એ મૂર્તિઓમાં ભલે શક્તિશાળી પ્રાણીઓને બતાવવામાં આવતાં, પણ એ કોઈ કામની ન હતી, કેમ કે એ પથ્થરની હતી.

એવો આખલો જેને માણસનું માથું હોય અને પાંખો હોય

માણસોની ઊંચાઈ (આશરે ૬ ફૂટ) એવા આખલાની ઊંચાઈ (આશરે ૧૪.૫ ફૂટ) સાથે સરખાવવામાં આવી છે, જેને માણસનું માથું હોય અને પાંખો હોય.

આ મૂર્તિ એવા આખલાની છે, જેને માણસનું માથું હોય અને પાંખો હોય. આ મૂર્તિ જૂના જમાનાના આશ્શૂરના ખોરસાબાદ શહેરના પ્રવેશદ્વાર પર કોતરવામાં આવી હતી. એ મૂર્તિ ખરાબ દૂતો અને ખરાબ લોકોને શહેરમાં આવતા રોકશે, એવું માનીને ત્યાં મૂકવામાં આવી હતી.

પણ હઝકિયેલે દર્શનમાં જે ચાર “દૂતો” જોયા, એ તો જીવતા દૂતો હતા. આ “દૂતો” અને પેલી પથ્થરની મૂર્તિઓમાં કેટલો મોટો ફરક! જ્યારે હઝકિયેલે દૂતોને જોયા હતા ત્યારે તેમની નવાઈનો પાર રહ્યો ન હતો. એટલે હઝકિયેલે ભવિષ્યવાણીની શરૂઆતમાં જ “દૂતો” શબ્દ ૧૦થી વધારે વખત વાપર્યો. (હઝકિ. ૧:૫-૨૨) હઝકિયેલે જોયું કે એ ચાર દૂતો ઈશ્વરની રાજગાદી નીચે એકસાથે આવજા કરતા હતા. એનાથી હઝકિયેલને એક વાતની ખાતરી થઈ ગઈ હશે કે આખા વિશ્વ પર યહોવાની સત્તા છે. એ દર્શન પર વિચાર કરવાથી આજે આપણને પણ ખાતરી થાય છે કે યહોવા મહાન છે. તે શક્તિશાળી છે. યહોવા જ ગૌરવવાન છે. આખા વિશ્વ પર તેમને જ રાજ કરવાનો અધિકાર છે.​—૧ કાળ. ૨૯:૧૧.

ચાર કરૂબોમાંના એક. તેમને ચાર ચહેરા છે અને તેમની પાંખો ફેલાયેલી છે.

પ્રકરણ ૪, ફકરા ૪ પર પાછા જાઓ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો