વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lff પાઠ ૪૮
  • સમજી-વિચારીને મિત્રો બનાવીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સમજી-વિચારીને મિત્રો બનાવીએ
  • દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • મથાળાં
  • સરખી માહિતી
  • વધારે જાણો
  • આપણે શીખી ગયા
  • વધારે માહિતી
  • શું તમે યહોવાના મિત્ર બની શકો?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • પ્રેમ વગરની દુનિયામાં દોસ્તી નિભાવીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • હું કઈ રીતે સારા મિત્રો બનાવી શકું?
    પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે, ગ્રંથ ૧
  • શું મિત્રો મને ખોટા રસ્તે લઈ જાય છે?
    સજાગ બનો!—૨૦૦૯
વધુ જુઓ
દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
lff પાઠ ૪૮
પાઠ ૪૮. ચાર દોસ્તો સેલ્ફી લઈ રહ્યા છે.

પાઠ ૪૮

સમજી-વિચારીને મિત્રો બનાવીએ

ચિત્ર
ચિત્ર
ચિત્ર

સારા મિત્રો સુખ બમણું કરે અને દુઃખ અડધું કરી દે. પણ બાઇબલ ચેતવણી આપે છે કે દરેક જણ સારો મિત્ર નથી હોતો. તો પછી તમે કઈ રીતે સારા મિત્રો બનાવી શકો? એ માટે અમુક સવાલોનો વિચાર કરો.

૧. મિત્રોની તમારા પર કેવી અસર પડે છે?

સંગ તેવો રંગ. એ કહેવત બતાવે છે કે આપણે જેઓ સાથે સમય વિતાવીએ છીએ, તેઓ જેવા બની જઈએ છીએ. એટલે કે, તેઓનાં વાણી-વર્તન અને વિચારોની આપણા પર અસર પડે છે. બાઇબલમાં લખ્યું છે, “બુદ્ધિમાન સાથે ચાલનાર બુદ્ધિમાન થશે, પણ મૂર્ખનો [જેઓ યહોવાને પ્રેમ કરતા નથી તેઓનો] સાથી બરબાદ થશે.” (નીતિવચનો ૧૩:૨૦) જો તમારા મિત્રો યહોવાને પ્રેમ કરતા હશે અને તેમની ભક્તિ કરતા હશે, તો તેઓ તમને યહોવાના પાકા મિત્ર બનવા અને સારા નિર્ણયો લેવા મદદ કરશે. પણ જો તમારી દોસ્તી એવા લોકો સાથે હશે જેઓ યહોવાને ભજતા નથી, તો તેઓ તમને યહોવાથી દૂર લઈ જશે. એટલે જ બાઇબલમાં જણાવ્યું છે કે આપણે સમજી-વિચારીને મિત્રો બનાવવા જોઈએ. યહોવાને પ્રેમ કરતા હોય એવા મિત્રો બનાવવાથી આપણું ભલું થાય છે અને તેઓનું પણ ભલું થાય છે. કેમ કે આપણે ‘એકબીજાને ઉત્તેજન આપી શકીએ છીએ અને એકબીજાને મક્કમ કરી શકીએ છીએ.’​—૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૧.

૨. તમે જે મિત્રો બનાવો છો, એની યહોવા પર કેવી અસર પડે છે?

યહોવા સમજી-વિચારીને પોતાના મિત્રો પસંદ કરે છે. તે ફક્ત “સીધા માણસને પોતાનો જિગરી દોસ્ત બનાવે છે.” (નીતિવચનો ૩:૩૨) જરા વિચારો, જો આપણે એવા લોકો સાથે દોસ્તી કરીશું જેઓ યહોવાને પ્રેમ કરતા નથી, તો યહોવાને કેટલું દુઃખ થશે! (યાકૂબ ૪:૪ વાંચો.) પણ યહોવાને પ્રેમ કરે છે એવા મિત્રો બનાવીશું તો તે ખુશ થશે. જો આપણે ખરાબ સોબતથી દૂર રહીશું અને ઈશ્વરની નજીક જઈશું, તો તે પણ આપણને પોતાના મિત્ર બનાવશે.​—ગીતશાસ્ત્ર ૧૫:૧-૪.

વધારે જાણો

સમજી-વિચારીને મિત્રો બનાવવા કેમ જરૂરી છે? તમે કઈ રીતે સારા મિત્રો બનાવી શકો? ચાલો જોઈએ.

૩. ખોટા મિત્રો પસંદ કરી ન લો એનું ધ્યાન રાખો

યહોવાને પ્રેમ કરતા નથી અને તેમનાં ધોરણો પ્રમાણે ચાલતા નથી, તેઓની સોબત સારી નથી. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.

વીડિયો: ખરાબ સંગત તજી દેવાનું શીખો (૬:૧૭)

  • શું એવું બની શકે કે આપણી દોસ્તી ખોટા લોકો સાથે હોય અને આપણને એનો ખ્યાલ પણ ન હોય? એવું કઈ રીતે બની શકે?

૧ કોરીંથીઓ ૧૫:૩૩ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • કેવા લોકોની દોસ્તી તમારા માટે સારી નથી? શા માટે?

ગીતશાસ્ત્ર ૧૧૯:૬૩ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • તમારે કેવા લોકો સાથે દોસ્તી કરવી જોઈએ?

એક ટોપલીમાં સફરજન મૂક્યાં છે. એક સફરજન સડેલું છે અને એના પર માખીઓ બણબણે છે. એ સડેલા સફરજનને લીધે બાકીનાં સફરજન બગડી રહ્યાં છે.

એક સડેલું સફરજન બાકીનાં બધાં સફરજનને બગાડી શકે છે. એવી જ રીતે, ખરાબ સોબતની તમારા પર કેવી અસર પડી શકે?

૪. નાના-મોટા, અમીર-ગરીબ, સૌ કોઈ આપણા સારા દોસ્તો બની શકે છે

બાઇબલમાં દાઉદ અને યોનાથાન નામના બે પ્રાચીન ઇઝરાયેલીઓ વિશે જણાવ્યું છે. યોનાથાન દાઉદ કરતાં ઉંમરમાં ઘણા મોટા હતા અને રાજાના દીકરા હતા. તોપણ તેઓ પાકા મિત્રો હતા અને એકબીજા માટે પોતાનો જીવ આપવા તૈયાર હતા. ૧ શમુએલ ૧૮:૧ વાંચો. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો:

  • શું આપણે એવા લોકોની જ દોસ્તી કરીશું, જેઓની ઉંમર અને દરજ્જો આપણા જેવાં છે? શા માટે?

રોમનો ૧:૧૧, ૧૨ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • યહોવાને પ્રેમ કરતા હોય એવા મિત્રો કઈ રીતે એકબીજાની હિંમત વધારે છે?

અકિલે કદી વિચાર્યું પણ ન હતું કે મૅક્સભાઈ તેના મિત્ર બનશે. તેઓ કઈ રીતે સારા મિત્રો બન્યા? વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.

વીડિયો: નવી જગ્યાએ સારા દોસ્ત શોધીએ (૫:૦૬)

  • અકિલનાં મમ્મી-પપ્પાએ તેની સાથે સ્કૂલના મિત્રો વિશે કેમ વાત કરી?

  • શરૂ શરૂમાં અકિલને કેમ એ મિત્રો ગમતા હતા?

  • તેણે પોતાની એકલતા કઈ રીતે દૂર કરી?

૫. આપણે કઈ રીતે સારા મિત્રો બનાવી શકીએ?

તમે કઈ રીતે સારા મિત્રો બનાવી શકો? તમે પોતે કઈ રીતે સારા મિત્ર બની શકો? ચાલો એનો વિચાર કરીએ. વીડિયો જુઓ.

વીડિયો: સાચા દોસ્ત કોને કહેવાય? (૪:૧૪)

‘સાચા દોસ્ત કોને કહેવાય?’ વીડિયોનું દૃશ્ય. એક છોકરીના દોસ્તો અલગ અલગ ઉંમર, જાતિ અને દેશના છે. તેઓ પાસે અલગ અલગ આવડતો છે.

નીતિવચનો ૧૮:૨૪ અને ૨૭:૧૭ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • સાચા મિત્રો કઈ રીતે એકબીજાને મદદ કરે છે?

  • શું તમારો કોઈ સારો મિત્ર છે? જો ના હોય, તો તમે કઈ રીતે એવો મિત્ર બનાવી શકો?

ફિલિપીઓ ૨:૪ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • સારા મિત્રો બનાવવા તમારે પોતે એક સારા મિત્ર બનવું પડશે. તમે એવું કઈ રીતે કરી શકો?

ચિત્ર: એ યુવતી પોતાની ત્રણ પાકી બહેનપણીને મળી રહી છે. ૧. એક બહેનપણી સાથે તે ફોન પર વાત કરે છે. ૨. તે પ્રાર્થનાઘરમાં પોતાની વૃદ્ધ બહેનપણી સાથે વાત કરે છે. ૩. તે પોતાની એક બહેનપણીને મળવા આવી છે, જે શોકમાં છે.

સારા મિત્રો બનાવવા તમારે પોતે એક સારા મિત્ર બનવું જોઈએ

અમુક લોકો કહે છે: “એકેય દોસ્ત ન હોય એના કરતાં ગમે તે દોસ્ત ચાલે!”

  • તમે શું કહેશો?

આપણે શીખી ગયા

સમજી-વિચારીને દોસ્ત બનાવીએ છીએ ત્યારે, યહોવા ખુશ થાય છે અને આપણું ભલું થાય છે.

તમે શું કહેશો?

  • શાના આધારે કહી શકીએ કે આપણે જે દોસ્તો બનાવીએ છીએ, એનાથી યહોવાને ફરક પડે છે?

  • આપણે કેવા લોકો સાથે દોસ્તી ન કરવી જોઈએ?

  • જે લોકો યહોવાને પ્રેમ કરે છે, તેઓને કઈ રીતે પાકા મિત્ર બનાવી શકીએ?

આટલું કરો

વધારે માહિતી

ચાલો જોઈએ કે મુશ્કેલ સમયમાં સારા મિત્રો કઈ રીતે આપણને સાથ આપે છે.

“અંત આવે એ પહેલાં મિત્રો સાથે ગાઢ સંબંધ કેળવીએ” (ચોકીબુરજ, નવેમ્બર ૨૦૧૯)

જુઓ કે સારા મિત્રો બનાવવા તમે શું કરી શકો.

“હું કઈ રીતે સારા મિત્રો બનાવી શકું?” (jw.org/gu પર આપેલો લેખ)

સોશિયલ મીડિયા પર દોસ્તો બનાવતા પહેલાં તમારે શું જાણવું જોઈએ?

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પણ સમજદારીથી (૪:૧૧)

“હું પિતાના પ્રેમ માટે તરસતો હતો” લેખમાં વાંચો કે એક માણસે કેમ જૂના મિત્રો છોડીને નવા મિત્રો બનાવ્યા.

“પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે” (ચોકીબુરજનો લેખ)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો