વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • scl પાન ૩-૫
  • પ્રસ્તાવના

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રસ્તાવના
  • ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
scl પાન ૩-૫

પ્રસ્તાવના

જીવનની મુશ્કેલીઓનો સામનો કરવા મદદ મળે તો કેવું સારું! આ પુસ્તક તમને એ માટે જ મદદ કરશે. અઘરા સંજોગોનો સામનો કરવા તમે આ પુસ્તકમાંથી કલમો અને બાઇબલના અહેવાલો શોધી શકશો. એટલું જ નહિ, આ પુસ્તકથી તમે બીજાઓને પણ મદદ કરી શકશો. તમે એવી અસરકારક કલમો શોધી શકશો, જેથી તેઓને ઉત્તેજન આપી શકો અને તેઓને સારા નિર્ણયો લેવા મદદ કરી શકો. આ પુસ્તકમાં અલગ અલગ વિષયો છે. તમને જે વિષય પર વધારે જાણવું છે એ શોધી કાઢો. એ વિષયની નીચે એવા સવાલો આપ્યા છે, જેના પર તમે વિચાર કરી શકો. એમાં બાઇબલના અમુક અહેવાલો પણ ટૂંકમાં જણાવ્યા છે. (“આ પુસ્તક વાપરવાની રીત” બૉક્સ જુઓ.) આ પુસ્તક કીમતી રત્નો જેવી કલમોથી ભરેલું છે. સમજી-વિચારીને પસંદ કરવામાં આવેલી કલમોથી તમને યોગ્ય સલાહ, માર્ગદર્શન અને દિલાસો મળશે. એમાં આપેલી કલમોથી તમે બીજાઓનો ઉત્સાહ વધારી શકશો, મુશ્કેલીઓનો સામનો કરવા મદદ કરી શકશો અને સારી સલાહ આપી શકશો.

આ પુસ્તક વાપરવાની રીત

કોઈ વિષય શોધવા એને “શોધો” બૉક્સમાં લખી શકો અથવા આપેલા ભાગોમાંથી શોધી શકો. બધા વિષયો આ સાત ભાગમાં વહેંચાયેલા છે: કુટુંબ, જીવન, ભક્તિ, મંડળ, મુશ્કેલીઓ, વાણી-વર્તન અને ગુણો. તમે જે વિષય શોધો છો એ મોટા ભાગે આ સાત ભાગોમાં મળી રહેશે. પણ જો તમને ખબર ના હોય કે વિષય કયા ભાગમાં છે, તો બધા વિષયો પર ક્લિક કરો અને એમાં શોધો. દરેક વિષયની નીચે ઘાટા અક્ષરોમાં અમુક સવાલો કે વાક્યો આપ્યા છે. દરેક સવાલ કે વાક્ય પછી ઘાટા અક્ષરોમાં અમુક કલમો આપી છે. એ કલમો વાંચો અને વિચારો કે એ કઈ રીતે સવાલનો જવાબ આપે છે અથવા વાક્ય સાથે જોડાયેલી છે. અમુક વિષયોમાં મથાળાં છે, એનાથી તમને માહિતી શોધવા મદદ મળશે. અમુક જગ્યાએ “આ પણ જુઓ”માં વિષયને લગતી બીજી કલમો આપી છે. ઘણા વિષયોમાં “એને લગતા અહેવાલ” પણ આપ્યા છે. એમાં કલમોની સાથે સાથે એનો મુખ્ય મુદ્દો ટૂંકમાં જણાવ્યો છે. કલમો વાંચો ત્યારે એ મુદ્દો ધ્યાનમાં રાખો.

આ પુસ્તકમાં જે તે વિષયને લગતી બધી કલમો નથી આપી. પણ જો તમારે એ વિશે હજી વધારે જાણવું હોય, તો સંશોધન કરી શકો. (ની ૨:૧-૬) જેમ કે, કોઈ કલમ વિશે વધારે જાણવા બાઇબલમાં આપેલી એને લગતી બીજી કલમો જોઈ શકો. તેમ જ ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન સ્ટડી બાઇબલની અભ્યાસ માહિતી જોઈ શકો. કોઈ કલમનો અર્થ સમજવા કે પછી એને જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકીએ એ જાણવા યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા જોઈ શકો. જો તમે હાલનાં વર્ષોમાં આવેલા લેખો વાંચશો, તો તમને એ કલમ વિશે નવામાં નવી સમજણ મળશે.

પવિત્ર શાસ્ત્રમાં બુદ્ધિ, જ્ઞાન અને સમજણનો ભરપૂર ખજાનો છે. અમારી દુઆ છે કે આ પુસ્તક તમને એ ખજાનો મેળવવા મદદ કરે. આ પુસ્તકનો તમે જેટલો વધારે ઉપયોગ કરશો, એટલો જ તમારો ભરોસો વધશે કે ઈશ્વરની વાણી ‘જીવંત અને શક્તિશાળી છે.’—હિબ્રૂ ૪:૧૨.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો