ન્યાયી; નેક
સચ્ચાઈ; ખરો માર્ગ
સાચું શું અને ખોટું શું એ નક્કી કરવાનો અધિકાર ફક્ત કોની પાસે છે?
એને લગતા અહેવાલ:
ઉત ૧૮:૨૩-૩૩—યહોવા ઇબ્રાહિમને બતાવે છે કે તે ન્યાયાધીશ તરીકે હંમેશાં સાચો ન્યાય કરે છે
ગી ૭૨:૧-૪, ૧૨-૧૪—આ ગીતમાં ઈશ્વરના રાજ્યના રાજાના વખાણ કરવામાં આવ્યા છે, કેમ કે તે પણ યહોવાની જેમ સચ્ચાઈથી વર્તે છે
યહોવાનાં નેક ધોરણો પ્રમાણે જીવવાથી કેવા ફાયદા થાય છે?
ગી ૩૭:૨૫, ૨૯; યાકૂ ૫:૧૬; ૧પિ ૩:૧૨
આ પણ જુઓ: ગી ૩૫:૨૪; યશા ૨૬:૯; રોમ ૧:૧૭
એને લગતા અહેવાલ:
અયૂ ૩૭:૨૨-૨૪—અલીહૂ યહોવાની સ્તુતિ કરતા કહે છે કે યહોવા નેક છે અને તેમની મહાનતાને લીધે તેમના ભક્તો તેમને ઊંડો આદર આપે છે
ગી ૮૯:૧૩-૧૭—આ ગીતના લેખક યહોવાનો જયજયકાર કરે છે, કેમ કે તે સચ્ચાઈથી રાજ કરે છે
યહોવાનાં નેક ધોરણોને જીવનમાં પહેલા રાખવાનો શું અર્થ થાય?
હઝ ૧૮:૨૫-૩૧; માથ ૬:૩૩; રોમ ૧૨:૧, ૨; એફે ૪:૨૩, ૨૪
એને લગતા અહેવાલ:
ઉત ૬:૯, ૨૨; ૭:૧—યહોવા જે કહે છે એ બધું નૂહ કરે છે, એટલે તેમને નેક ગણવામાં આવે છે
રોમ ૪:૧-૩, ૯—યહોવા ઇબ્રાહિમને નેક ગણે છે, કેમ કે તેમને યહોવા પર અતૂટ શ્રદ્ધા છે
આપણે કેમ યહોવા માટેના પ્રેમને લીધે સારાં કામો કરવા જોઈએ, લોકોને બતાવવા માટે નહિ?
માથ ૬:૧; ૨૩:૨૭, ૨૮; લૂક ૧૬:૧૪, ૧૫; રોમ ૧૦:૧૦
એને લગતા અહેવાલ:
માથ ૫:૨૦; ૧૫:૭-૯—ઈસુ લોકોને કહે છે કે તેઓએ નેક કામો કરવા જોઈએ, પણ શાસ્ત્રીઓ અને ફરોશીઓની જેમ નહિ જેઓ નેક હોવાનો ઢોંગ કરે છે
લૂક ૧૮:૯-૧૪—ઈસુ ઉદાહરણ આપીને એવા લોકોને સુધારે છે, જેઓ પોતાને વધારે પડતા નેક સમજે છે