નિર્ણય
સારા નિર્ણયો લેવા કઈ રીતે પોતાનું મન તૈયાર કરી શકીએ?
ગી ૧:૧-૩; ની ૧૯:૨૦; રોમ ૧૪:૧૩; ૧કો ૧૦:૬-૧૧
આ પણ જુઓ: એઝ ૭:૧૦
મહત્ત્વના નિર્ણયો લેતી વખતે આપણે કેમ ઉતાવળ ન કરવી જોઈએ?
નિર્ણય લેતી વખતે આપણે કેમ પોતાનાં દિલ પર આધાર ન રાખવો જોઈએ?
આ પણ જુઓ: ગણ ૧૫:૩૯; ની ૧૪:૧૨; સભા ૧૧:૯, ૧૦
એને લગતા અહેવાલ:
૨કા ૩૫:૨૦-૨૪—યોશિયા યહોવાની વાત નથી માનતા અને ઇજિપ્તના રાજા નકોહ સામે યુદ્ધ કરવા નીકળી પડે છે
મહત્ત્વના નિર્ણયો લેતા પહેલાં કેમ પ્રાર્થના કરવી જોઈએ?
એને લગતા અહેવાલ:
લૂક ૬:૧૨-૧૬—ઈસુ ૧૨ પ્રેરિતોને પસંદ કરતા પહેલાં આખી રાત પ્રાર્થના કરે છે
૨રા ૧૯:૧૦-૨૦, ૩૫—જ્યારે દુશ્મનોની મોટી સેના યરૂશાલેમ પર હુમલો કરવા આવે છે, ત્યારે હિઝકિયા રાજા યહોવાને પ્રાર્થના કરે છે અને યહોવા પોતાના લોકોને બચાવે છે
સારા નિર્ણયો લેવા કોણ આપણને સૌથી સારી મદદ કરી શકે છે અને કઈ રીતે?
ગી ૧૧૯:૧૦૫; ની ૩:૫, ૬; ૨તિ ૩:૧૬, ૧૭
આ પણ જુઓ: ગી ૧૯:૭; ની ૬:૨૩; યશા ૫૧:૪
એને લગતા અહેવાલ:
પ્રેકા ૧૫:૧૩-૧૮—પહેલી સદીમાં નિયામક જૂથ એક મહત્ત્વનો નિર્ણય લેવા શાસ્ત્રમાંથી સંશોધન કરે છે
નિર્ણય લેવાની જરૂર પડે એવી બાબતો:
જીવનની દરેક બાબત
નોકરી
આ જુઓ: “કામ; નોકરી”
ભક્તિને લગતા ધ્યેયો
મનોરંજન
આ જુઓ: “મનોરંજન”
લગ્ન
આ જુઓ: “લગ્ન”
સમયનો ઉપયોગ
સારવાર
લેવી ૧૯:૨૬; પુન ૧૨:૧૬, ૨૩; લૂક ૫:૩૧; પ્રેકા ૧૫:૨૮, ૨૯
એને લગતા અહેવાલ:
પ્રેકા ૧૯:૧૮-૨૦—એફેસસના ખ્રિસ્તીઓ બતાવી આપે છે કે તેઓએ જાદુ અને મેલીવિદ્યા છોડી દીધાં છે
અનુભવી ભાઈ-બહેનો કઈ રીતે આપણને સારા નિર્ણયો લેવા મદદ કરી શકે?
અયૂ ૧૨:૧૨; ની ૧૧:૧૪; હિબ્રૂ ૫:૧૪
એને લગતા અહેવાલ:
૧રા ૧:૧૧-૩૧, ૫૧-૫૩—બાથ-શેબા નાથાન પ્રબોધકની સલાહ માને છે, એના લીધે તેનું અને તેના દીકરા સુલેમાનનું જીવન બચી જાય છે
આપણે કેમ એવી આશા ન રાખવી જોઈએ કે બીજાઓ આપણા વતી નિર્ણય લે?
આપણે કેમ ઈશ્વરની સલાહને નકારવી ન જોઈએ, પણ એને પાળવા બનતું બધું કરવું જોઈએ?
આ પણ જુઓ: લૂક ૭:૩૦
એને લગતા અહેવાલ:
ઉત ૧૯:૧૨-૧૪, ૨૪, ૨૫—લોત પોતાના થનાર જમાઈઓને ચેતવણી આપે છે કે બહુ જલદી શહેરનો નાશ થશે, પણ તેઓ એને ગણકારતા નથી
૨રા ૧૭:૫-૧૭—ઇઝરાયેલીઓ વારંવાર યહોવાની સલાહ નકારે છે, એટલે તેઓને ગુલામ બનાવીને લઈ જવામાં આવે છે
નિર્ણય લેતી વખતે કેમ અંતઃકરણનું સાંભળવું જોઈએ?
આપણા નિર્ણયની કેવી અસર પડશે એ વિશે પહેલેથી વિચારવું કેમ સારું છે?
આપણા ભાવિ પર
આ પણ જુઓ: ની ૨:૨૦, ૨૧; ૫:૩-૫