વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w00 ૧૧/૧ પાન ૩-૪
  • સારા સંસ્કારોનું પતન

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સારા સંસ્કારોનું પતન
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાઇબલની નૈતિકતા
  • શું બાઇબલ આધારિત સંસ્કાર સૌથી ઉત્તમ છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • સારા સંસ્કાર શીખો અને શીખવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • સારા સંસ્કાર ખૂબ જરૂરી છે
    સજાગ બનો!—૨૦૧૯
  • પ્રેમ વિનાના લગ્‍નમાં ફસાયા
    સજાગ બનો!—૨૦૦૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
w00 ૧૧/૧ પાન ૩-૪

સારા સંસ્કારોનું પતન

“આવું પહેલા ક્યારેય બન્યું નથી,” જર્મનીના ભૂતપૂર્વ કુલપતિ, હેલ્મટ સ્કમીડે ટીકા આપતા જણાવ્યું. તાજેતરમાં સરકારી અધિકારીઓએ આચરેલી અપ્રમાણિકતાના કિસ્સાઓ છાપાઓના મથાળે ચમક્યા હોવાથી તેમણે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું, “લોભને કારણે નૈતિક ધોરણ કથળતું જઈ રહ્યું છે.”

અનેક લોકો તેમની સાથે સહમત થશે. સારા સંસ્કાર વિષે પરમેશ્વરના શબ્દ, બાઇબલમાં ઘણું બધું લખવામાં આવ્યું છે. અનેક લોકો ખરી બાબતો કરવા અને ખોટી બાબતોથી દૂર રહેવા માર્ગદર્શક તરીકે એનો ઉપયોગ કરે છે. માત્ર નામ પૂરતા ખ્રિસ્તી દેશોમાં પણ એ જ બાબત જોવા મળે છે.

બાઇબલની નૈતિકતા

બાઇબલ પર આધારિત નૈતિકતામાં પ્રમાણિકતા અને વફાદારીનો સમાવેશ થાય છે. તેમ છતાં છેતરપિંડી, ભ્રષ્ટાચાર અને છળકપટ આજે સામાન્ય બની ગયું છે. લંડનના ધ ટાઈમ્સ છાપાના અહેવાલમાં કેટલીક છૂપી પોલીસ “વિષે એમ કહેવામાં આવ્યું કે તેઓએ કેફી પદાર્થોને તેના માલિકોને પાછા આપવા અથવા તેઓ વિરુદ્ધના પુરાવાઓનો નાશ કરવા માટે ૧,૦૦,૦૦૦ પાઉન્ડ લીધા હતા.” ઑસ્ટ્રીયામાં વીમાની રકમ સંબંધીની છેતરપિંડી એકદમ સામાન્ય છે. અને જ્યારે સંશોધકોએ તાજેતરમાં શોધી કાઢ્યું કે “સૌથી આઘાતજનક કિસ્સાઓના કૌભાંડમાં જર્મન વિજ્ઞાન મોખરે છે” ત્યારે, જર્મનીના વૈજ્ઞાનિકોને ખૂબ આઘાત લાગ્યો. “જર્મન મૂલોત્પત્તિશાસ્ત્રીઓમાં એક આગળ પડતા” પ્રાધ્યાપક પર આરોપ મૂકવામાં આવ્યો કે તેણે મોટા પ્રમાણમાં જૂઠા પુરાવાઓ આપ્યા હતા.

બાઇબલ આધારિત નૈતિકતા મુજબ લગ્‍નમાં વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે, જેમાં પતિ-પત્ની કાયમી બંધનમાં બંધાય છે. પરંતુ છૂટાછેડા લેતા યુગલોની સંખ્યા વધતી જ જાય છે. કૅથલિક વર્તમાનપત્ર ક્રાઈસ્ટ ઈન ડર ગેગનવર્ટ (સમકાલિન ખ્રિસ્તી)એ અહેવાલ આપ્યો કે “સ્વિટ્‌ઝર્લૅન્ડ જેવા ‘રૂઢિચુસ્ત’ દેશમાં પણ, વધુને વધુ લગ્‍નો તૂટી રહ્યા છે.” નેધરલૅન્ડમાં, થનારા લગ્‍નોમાંથી ૩૩ ટકા લોકો છૂટાછેડા લે છે. છેલ્લા અમુક વર્ષોમાં જર્મનીમાં સામાજિક પરિવર્તનોની નોંધ લેનાર એક સ્ત્રીએ ચિંતા વ્યક્ત કરતા લખ્યું: “લગ્‍નને હવે જૂની-ઢબનું અને જૂનવાણી તરીકે જોવામાં આવે છે. લોકો હવે જીવનભરના સાથી માટે લગ્‍ન કરતા નથી.”

બીજી તર્ફે, લાખો લોકો બાઇબલમાં આપવામાં આવેલાં નૈતિક ધોરણોને આજે પણ વિશ્વાસપાત્ર અને યથાયોગ્ય ગણે છે. સ્વિસ-જર્મન સરહદ પર રહેતા એક પરિણીત યુગલને સમજણ પડી કે બાઇબલ નૈતિકતા તેઓને સુખી બનાવે છે. તેઓ મુજબ “જીવનના દરેક પાસાંઓ માટે એક માત્ર માર્ગદર્શક બાઇબલ છે.”

તમે એના વિષે શું વિચારો છો? શું બાઇબલ ખરેખર મૂલ્યવાન માર્ગદર્શક છે? શું બાઇબલ આધારિત સારા સંસ્કાર આજે વ્યવહારું છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો