વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w08 ૬/૧ પાન ૨-૩
  • ‘હું જોઉં તો જ માનું’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘હું જોઉં તો જ માનું’
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વર છે એનો પુરાવો
  • કોઈએ સૃષ્ટિ રચી છે એવો હું કેવી રીતે પુરાવો આપી શકું?
    સજાગ બનો!—૨૦૦૬
  • શ્રદ્ધા
    સજાગ બનો!—૨૦૧૬
  • શું ઈશ્વર છે? એ જાણવાથી કેવો ફરક પડે છે
    સજાગ બનો!—૨૦૧૫
  • યુવાનો, તમારી શ્રદ્ધા મજબૂત કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
w08 ૬/૧ પાન ૨-૩

‘હું જોઉં તો જ માનું’

‘બધાય ધર્મો અને ખ્રિસ્તીઓ ઈશ્વર અને ભાવિ વિષે શીખવે છે. પણ અમુક માને છે કે એના વિષે સત્ય જાણવું અશક્ય છે. આવતા દિવસોમાં જાણીશું કે કેમ, કોને ખબર!’—ફિલસૂફ બર્ટરન્ટ રસેલ, ૧૯૫૩.

‘ઈશ્વર આપણી સંભાળ રાખે છે, એવું ખ્રિસ્તીઓનું માનવું છે. પણ મને એનો કોઈ પુરાવો મળતો નથી.’ આમ પ્રાણીશાસ્ત્રી થોમસ હક્સલીએ ૧૮૬૩માં લખ્યું. તે ૧૮૨૫માં જન્મ્યા હતા. ચાર્લ્સ ડાર્વિનના સમયમાં રહેતા હતા અને ઉત્ક્રાંતિમાં માનતા હતા.

ઘણા લોકો આવા ફિલસૂફો સાથે સહમત થશે. તેઓ પણ કહેશે કે જે જોઈ ન શકાય એમાં માનવું મૂર્ખતા છે.

બાઇબલ શીખવે છે કે કશામાં પણ આંધળો વિશ્વાસ મૂકવો ન જોઈએ. એ કહે છે: “ભોળો માણસ દરેક શબ્દ ખરો માને છે, પણ ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક બરાબર ચોક્કસ રાખે છે.” (નીતિવચનો ૧૪:૧૫) એ પ્રમાણે જેનો પુરાવો ન હોય, એમાં માનવું મૂર્ખતા છે.

ઈશ્વરને પણ કોઈએ જોયા નથી. તો પછી શું તેમનામાં માનવું મૂર્ખતા છે? શું પુરાવો છે કે ઈશ્વર છે અને તે આપણી સંભાળ રાખે છે?

ઈશ્વર છે એનો પુરાવો

બાઇબલના એક લેખક પાઊલ ઍથેન્સના ભણેલા-ગણેલા લોકો સાથે વાત કરતા હતા. તેઓમાંના બધા ઈશ્વરમાં માનતા ન હતા. પાઊલે તેઓને કહ્યું: ઈશ્વરે આપણને બધુંય આપ્યું છે. ‘તેમણે જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્‍ન કર્યું. તે આપણામાંના કોઈથી દૂર નથી.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૪-૨૭.

પાઊલને કઈ રીતે એવો ભરોસો થયો કે ઈશ્વર છે જ? પાઊલે રોમના ખ્રિસ્તીઓને લખ્યું: ‘તેના અદૃશ્ય ગુણો જગત ઉત્પન્‍ન થયું ત્યારથી સર્જેલી વસ્તુઓ પરથી સ્પષ્ટ જણાય છે.’—રૂમી ૧:૨૦.

સૃષ્ટિની રચનામાં ઘણા પુરાવા છે કે ઈશ્વર છે. હવે પછીના લેખોમાં આપણે ઈશ્વરના હાથની કમાલ જોઈશું. એમાંથી તેમના ત્રણ ગુણો વિષે શીખીશું. એ જોઈએ તેમ વિચારો કે ‘હવે ઈશ્વર વિષે મને કેવું લાગે છે?’ (w08 5/1)

[Blurb on page 3]

બાઇબલ એમ નથી કહેતું કે આંધળો વિશ્વાસ રાખો

[Picture Credit Lines on page 2]

COVER: Snowflakes: SnowCrystals.com; beetle: Entom Pictures/​Paul Eekhoff; page 32: Earth: Based on NASA photo

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો