વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w12 ૧૨/૧ પાન ૪-૫
  • સવાલ ૧: મારા જીવનનો કોઈ હેતુ છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સવાલ ૧: મારા જીવનનો કોઈ હેતુ છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • સરખી માહિતી
  • ઈશ્વરને માર્ગે ચાલીશું તો સુખી થઈશું
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • ઈશ્વરે આપણને કેમ બનાવ્યા?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • યહોવા આપણને શરૂઆતથી જ કેવું જીવન આપવા ચાહે છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • બાઇબલ સવાલોના જવાબો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
w12 ૧૨/૧ પાન ૪-૫

સવાલ ૧: મારા જીવનનો કોઈ હેતુ છે?

રૉઝલિન્ડનો વિચાર કરો, તે ઇંગ્લેન્ડમાં મોટાં થયાં હતાં. તેમને શીખવાની ખૂબ હોંશ હતી. તેમ જ, લોકોને મદદ કરવા ચાહતાં હતાં. પોતાનું ભણતર પૂરું કર્યાં પછી, તેમને સારી નોકરી મળી. જેઓ બેઘર છે, અપંગ અને શીખવામાં ધીમા છે, એવા લોકોને પણ તે મદદ કરતાં. તે પોતાની નોકરીથી ખુશ અને પૈસેટકે સદ્ધર હતાં, તોપણ તે જણાવે છે: “ઘણાં વર્ષોથી હું વિચારું છું કે ‘આપણે અહીંયા કેમ છીએ?’ અને ‘જીવનનો હેતુ શું?’”

આવો સવાલ થાય એ કેમ સ્વાભાવિક છે?

પ્રાણીઓ વિચારી શકતાં નથી, જ્યારે કે મનુષ્યો સમજી-વિચારી શકે છે. આપણામાં વીતી ગયેલી બાબતોમાંથી શીખવાની, આવનાર દિવસો માટે પ્લાન કરવાની અને પોતાના જીવનમાં હેતુ શોધવાની ક્ષમતા છે.

અમુક કેવા જવાબ આપશે?

તેઓનું માનવું છે કે જીવનમાં સૌથી મહત્ત્વનું તો ધનદોલત અથવા નામના કમાવવી છે. એમ કરવાથી જીવનમાં સુખ આવે છે.

એ જવાબ શું બતાવે છે?

મનુષ્યો જાતે નક્કી કરે છે કે જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે. ઈશ્વરની ઇચ્છાઓ આપણી ઇચ્છાઓ કરતાં ઓછી મહત્ત્વની છે.

બાઇબલ શું શીખવે છે?

સુલેમાન રાજાએ અઢળક ધનસંપત્તિ ભેગી કરી હતી અને મોજશોખ કરતા હતા. પણ તે જોઈ શક્યા કે એમાં જીવનનો ખરો હેતુ નથી. તેમણે જણાવ્યું: “વાતનું પરિણામ આપણે સાંભળીએ; તે આ છે: ઈશ્વરનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે.” આ શબ્દો લખતી વખતે તે પારખી શક્યા કે જીવનનો ખરો હેતુ શામાં છે. (સભાશિક્ષક ૧૨:૧૩) ઈશ્વરની આજ્ઞાઓ પાળવા માટે આપણે શું કરવું જોઈએ?

ઈશ્વરનો હેતુ એ પણ છે કે આપણે જીવનનો આનંદ માણીએ. સુલેમાને લખ્યું: “ખાવું, પીવું તથા પોતાના કામમાં પોતાના જીવને મોજ કરાવી, એ કરતાં માણસને માટે બીજું કશું શ્રેષ્ઠ નથી. વળી મને માલૂમ પડ્યું કે એ ઈશ્વરના હાથથી જ મળે છે.”—સભાશિક્ષક ૨:૨૪.

ઈશ્વર એ પણ ઇચ્છે છે કે આપણે પોતાના કુટુંબને પ્રેમ કરીએ અને સંભાળ રાખીએ. નોંધ કરો કે કુટુંબના દરેક સભ્યને તેમણે કેટલીક ઉપયોગી સલાહ આપી છે.

  • “પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ.”—એફેસી ૫:૨૮.

  • “સ્ત્રી પોતાના પતિનું માન રાખે.”—એફેસી ૫:૩૩.

  • “છોકરાં, પ્રભુમાં તમારાં માબાપની આજ્ઞાઓ માનો.”—એફેસી ૬:૧.

જો બાઇબલના એ સિદ્ધાંતો આપણે જીવનમાં લાગુ પાડીશું, તો સુખી થઈશું અને ખરો સંતોષ મળશે. સૌથી મહત્ત્વનું તો એ છે કે આપણા સર્જનહાર વિશે જેટલું શીખી શકાય એટલું શીખીએ અને તેમની સાથે પાકી મિત્રતા બાંધીએ. હકીકતમાં બાઇબલ આપણને “ઈશ્વર પાસે” જવાનું આમંત્રણ આપે છે. એ આપણને અજોડ વચન પણ આપે છે કે “તે તમારી પાસે આવશે.” (યાકૂબ ૪:૮) જો તમે એ આમંત્રણ સ્વીકારશો તો જીવનનો ખરો હેતુ મેળવી શકશો. (w12-E 11/01)

ઈશ્વરને પસંદ પડે એ રીતે જીવવા શું કરવું જોઈએ? એ વિશે વધુ જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૧૨ જુઓ. તમે વેબસાઇટ પરથી પણ એ ડાઉનલોડ કરી શકો: www.pr418.com/gu

જીવનના હેતુ વિશે ઈસુએ શું કહ્યું?

ઈસુને પોતાના જીવનના હેતુ વિશે કોઈ જ શંકા ન હતી. તેમણે કહ્યું: “એ જ માટે હું જનમ્યો છું, અને એ જ માટે હું જગતમાં આવ્યો છું, કે સત્ય વિશે હું સાક્ષી આપું.” (યોહાન ૧૮:૩૭) ઈસુએ આખું જીવન ઈશ્વર અને તેમના હેતુ વિશે લોકોને જણાવવામાં વિતાવ્યું.

ઈસુના ઉદાહરણને અનુસરીશું તો જીવનનો ખરો હેતુ મેળવી શકીશું. અરે, ઈસુ આપણને તેમની પાસેથી શીખવાનું આમંત્રણ આપે છે. (માથ્થી ૧૧:૨૯) ચાલો એમ કરવાની બે રીત જોઈએ.

ઈસુએ શીખવ્યું કે સુખી થવા માટે આપણે ઈશ્વરનું કહેવું સાંભળવું જોઈએ અને એ પાળવું જોઈએ. (લુક ૧૧:૨૮) આપણે ‘એકલા ખરા ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેમણે મોકલ્યા છે તેમને ઓળખીએ.’ એમ કરીશું તો આપણે ઈશ્વર વિશે શીખવાની પોતાની ભૂખ મિટાવી શકીશું.—યોહાન ૧૭:૩.

ઈસુએ તેમના શિષ્યોને આજ્ઞા આપી કે તેઓ જે શીખ્યા છે તે બીજાને પણ શીખવે. તેમણે કહ્યું: ‘એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; પિતા તથા પુત્ર તથા પવિત્ર શક્તિને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.’—માથ્થી ૨૮:૧૯, ૨૦.

જેઓ બાઇબલનો અભ્યાસ કરીને અને શીખેલી બાબતોને જીવનમાં લાગુ પાડીને ઈશ્વર વિશે શીખવાની ભૂખ મિટાવે છે, તેઓ જોઈ શક્યા છે કે એનાથી જીવન સુધરે છે. તેમ જ, જ્યારે તેઓ ઈશ્વર વિશે બીજાઓને શીખવે છે, ત્યારે તેઓના જીવનમાં ખરો હેતુ છે, એવી પોતાની શ્રદ્ધા વધે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો