વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w15 ૧૦/૧ પાન ૧૬
  • બાઇબલ સવાલોના જવાબો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલ સવાલોના જવાબો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • સરખી માહિતી
  • યહોવા આપણને શરૂઆતથી જ કેવું જીવન આપવા ચાહે છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • સવાલ ૧: મારા જીવનનો કોઈ હેતુ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • ઈશ્વરે આપણને કેમ બનાવ્યા?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • બાઇબલ સવાલોના જવાબો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
w15 ૧૦/૧ પાન ૧૬

બાઇબલ સવાલોના જવાબો

શું આ જ જીવન છે?

એક વૃદ્ધ માણસ અને નાનું બાળક દૂર નજર કરી રહ્યાં છે

શું તમને કોઈ વાર એવું લાગે છે કે જીવન બહુ ટૂંકું છે?

આજે મોટા ભાગના લોકોના જીવનની શરૂઆત આવી રીતે થાય છે: બાળક તરીકે રમવું, મોટા થઈને નોકરી-ધંધો કરવો, લગ્‍ન કરવું, કુટુંબ ઉછેરવું અને ઘરડા થવું. તમને કદાચ થશે કે, શું આ જ જીવન છે? (અયૂબ ૧૪:૧, ૨) બાઇબલ જણાવે છે કે, બહુ સમજુ વ્યક્તિઓને પણ એ સવાલ થયો હતો.—સભાશિક્ષક ૨:૧૧ વાંચો.

શું જીવનનો કોઈ હેતુ છે? એનો જવાબ મેળવતા પહેલાં આનો વિચાર કરો: આપણા જીવનની શરૂઆત કઈ રીતે થઈ? આપણા મગજ અને શરીરના બીજાં અંગોની અદ્‍ભૂત રચના જોઈને કેટલાક લોકોને લાગે છે કે, ચોક્કસ એને બુદ્ધિશાળી સરજનહારે બનાવ્યાં છે. (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪ વાંચો.) એમ હોય તો, કોઈ ખાસ કારણથી તેમણે આપણને બનાવ્યા છે. એ કારણ જાણવાથી આપણને જીવનનો હેતુ મળશે.

આપણને શા માટે બનાવ્યા?

ઈશ્વરે પ્રથમ યુગલને આશીર્વાદ આપ્યો હતો. તેઓને સરસ મજાનું કામ પણ આપ્યું હતું. ઈશ્વરનો હેતુ હતો કે, તેઓ પોતાનાં વંશજોથી આખી પૃથ્વીને ભરપૂર કરે, એને બાગ જેવી સુંદર બનાવે અને એમાં હંમેશ માટે જીવે.—ઉત્પત્તિ ૧:૨૮, ૩૧ વાંચો.

એ યુગલે ઈશ્વર સામે બળવો કર્યો ત્યારે, ઈશ્વરના હેતુમાં થોડી વાર માટે અડચણ આવી. પરંતુ, ઈશ્વરે આપણને તરછોડી દીધા નથી અને પૃથ્વી માટેનો તેમનો હેતુ પણ હજી બદલાયો નથી. બાઇબલ આપણને ખાતરી આપે છે કે, પોતાના વફાદાર લોકોને બચાવવા અને પૃથ્વી માટેનો હેતુ પૂરો કરવા ઈશ્વર કામ કરી રહ્યા છે. ઈશ્વર ચાહે છે કે તમે પણ જલદી જ આવનાર સુંદર જીવનનો આનંદ માણો. (ગીતશાસ્ત્ર ૩૭:૨૯ વાંચો.) ઈશ્વર ભાવિમાં જે કરવાના છે એનો ફાયદો મેળવવા તમે શું કરી શકો? એ વિશે વધુ જાણવા બાઇબલમાંથી શીખો. (w૧૫-E ૦૮/૦૧)

વધુ માહિતી માટે યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૩ જુઓ

તમે આ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો: www.pr418.com/gu

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો