વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w15 ૧/૧ પાન ૧૬
  • બાઇબલ સવાલોના જવાબો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલ સવાલોના જવાબો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • સરખી માહિતી
  • બાઇબલ સવાલોના જવાબો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે?
    જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે?
  • કુટુંબ માટે વધારે મદદ
    સજાગ બનો!—૨૦૧૮
  • શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે?
    શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે?
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
w15 ૧/૧ પાન ૧૬

બાઇબલ સવાલોના જવાબો

બાળકોને કઈ રીતે ઈશ્વરને પ્રેમ કરવાનું શીખવી શકીએ?

સૃષ્ટિનો ઉપયોગ કરીને પિતા બાળકને શીખવે છે

ઈશ્વરે બનાવેલી સૃષ્ટિનો ઉપયોગ કરીને બાળકને શીખવવાથી તે તેમને ઓળખશે અને પ્રેમ કરશે

બાળકો પાસે પુરાવો હશે કે, ઈશ્વરનું અસ્તિત્વ છે અને તે તેઓને પ્રેમ કરે છે, તો જ તેઓ ઈશ્વરને પ્રેમ કરતા શીખશે. એ માટે તેઓએ ઈશ્વરને ઓળખવાની જરૂર છે. (૧ યોહાન ૪:૮) દાખલા તરીકે, બાળકોએ જાણવાની જરૂર છે કે, માણસોને બનાવવાનો ઈશ્વરનો હેતુ શું હતો? ઈશ્વર દુઃખ-તકલીફોને કેમ ચાલવા દે છે? ઈશ્વર ભાવિમાં માણસો માટે શું કરશે?—ફિલિપી ૧:૯ વાંચો.

બાળકો ઈશ્વરને પ્રેમ કરવાનું શીખે, એ માટે તમારે પોતે બતાવવું જોઈએ કે તમે ઈશ્વરને પ્રેમ કરો છો. તમારો સારો દાખલો જોઈને તેઓ પણ એમ કરતા શીખશે.—પુનર્નિયમ ૬:૫-૭; નીતિવચનો ૨૨:૬ વાંચો.

બાળકોના દિલ સુધી પહોંચવા શું કરવું જોઈએ?

ઈશ્વરના વચનમાં અપાર શક્તિ છે. (હિબ્રૂ ૪:૧૨) એટલે, બાળકોને બાઇબલનું મૂળ શિક્ષણ લેવા મદદ કરો. લોકોનાં દિલ સુધી પહોંચવા માટે ઈસુ પ્રશ્નો પૂછતા, તેઓનું સાંભળતા અને શાસ્ત્રમાંથી સમજાવતા. તમારાં બાળકોનાં દિલ સુધી પહોંચવા તમે પણ ઈસુની જેમ શીખવી શકો.—લુક ૨૪:૧૫-૧૯, ૨૭, ૩૨ વાંચો.

ઉપરાંત, બાઇબલ અહેવાલોથી બાળકો ઈશ્વરને ઓળખશે અને તેમને પ્રેમ કરવાનું શીખશે. એ અહેવાલો બતાવે છે કે લોકો સાથે ઈશ્વર કઈ રીતે વર્ત્યા હતા. બાળકોને આ રીતે શીખવવા માટે અમુક સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. તમે એ www.pr418.com/gu પરથી ડાઉનલોડ કરી શકો.—૨ તીમોથી ૩:૧૬ વાંચો. (w૧૪-E ૧૨/૦૧)

વધુ માહિતી માટે યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલા આ પુસ્તકનું પ્રકરણ ચૌદ જુઓ

તમે www.pr418.com/gu વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો, અથવા એની કોપી ફ્રીમાં મેળવવા પાન ૨ ઉપર આપેલા કોઈ સરનામે લખી શકો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો