પ્રસ્તાવના
તમે શું કહેશો?
શું આજના આધુનિક સમયમાં બાઇબલ જૂનું-પુરાણું થઈ ગયું છે? કે પછી, એની સલાહ આજે પણ ફાયદાકારક છે? એનો જવાબ બાઇબલ પોતે આપે છે. એ કહે છે: “આખું પવિત્ર શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે અને . . . ઉપયોગી છે.”—૨ તિમોથી ૩:૧૬, ૧૭.
ચોકીબુરજના આ અંકમાં બાઇબલની વ્યવહારુ સલાહ વિશે અને બાઇબલ વાંચનમાંથી કઈ રીતે પૂરેપૂરો લાભ મેળવી શકાય એ વિશે સમજાવ્યું છે.