પ્રસ્તાવના
વધતી જતી મોંઘવારીને લીધે શું તમને ચિંતા થાય છે? કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા, શું તમારે વધારે કલાકો કામ કરવું પડે છે? મિત્રો અને કુટુંબીજનોને શું તમે પૂરતો સમય આપી શકતા નથી? જો એમ હોય, તો આ સજાગ બનો!ના લેખોથી તમને મદદ મળશે. જીવન સારી રીતે જીવવા અને ચિંતાઓ ઓછી કરવા આ લેખોમાં વ્યવહારુ સૂચનો આપ્યાં છે. છેલ્લા લેખમાં ભાવિની એક સોનેરી આશા વિશે જણાવ્યું છે. એ આશાથી તમને આજે પણ મુશ્કેલીઓમાં રાહત મળશે.