પ્રસ્તાવના
તમે શું કહેશો?
આ દુનિયામાં જીવન મુશ્કેલીઓથી ભરેલું છે. આપણને ક્યાંથી મદદ અને દિલાસો મળી શકશે?
શાસ્ત્ર કહે છે: ‘દયાળુ પિતા અને દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર, આપણી બધી કસોટીઓમાં આપણને દિલાસો આપે છે.’—૨ કોરીંથીઓ ૧:૩, ૪.
ચોકીબુરજનો આ અંક સમજાવે છે કે ઈશ્વર કઈ રીતે આપણને જરૂરી દિલાસો આપે છે.