વિષય
મે ૨૯, ૨૦૧૭–જૂન ૪, ૨૦૧૭નું અઠવાડિયું
તમે યહોવા આગળ કેટલી માનતા માની છે? એક, બે કે એથી પણ વધારે? શું તમને લાગે છે કે તમારી માનતા પ્રમાણે જીવવા તમે બનતો પ્રયાસ કરો છો? સમર્પણ કે લગ્ન વખતે લીધેલી માનતા શું તમને યાદ છે? આ લેખમાં આપણે જોઈશું કે માનતા પૂરી કરવામાં યિફતા અને હાન્નાએ જોરદાર દાખલો બેસાડ્યો છે. એ આપણને યહોવા આગળ લીધેલી માનતા પૂરી કરવા મદદ કરશે.
જૂન ૫-૧૧, ૨૦૧૭નું અઠવાડિયું
૯ ઈશ્વરનું રાજ્ય આવશે ત્યારે શું જતું રહેશે?
આપણે ઘણી વાર વિચારીએ છીએ કે, નવી દુનિયામાં કઈ સારી બાબતો આવશે. પણ, આ લેખમાં એવી ચાર બાબતો વિશે જોઈશું જે યહોવા દૂર કરશે. આ ચર્ચાથી આપણી શ્રદ્ધા મજબૂત થશે અને મુશ્કેલીઓ સહન કરવા વધુ મક્કમ બનાવશે.
૧૪ જીવન સફર—સૈનિક બનીશ . . . પણ ફક્ત ખ્રિસ્તનો!
જૂન ૧૨-૧૮, ૨૦૧૭નું અઠવાડિયું
૧૮ “આખી પૃથ્વીનો ન્યાયાધીશ” હંમેશાં અદ્દલ ન્યાય કરે છે
જૂન ૧૯-૨૫, ૨૦૧૭નું અઠવાડિયું
૨૩ યહોવાનો ન્યાય, શું તમારા માટે ન્યાય છે?
જ્યારે મંડળમાં અન્યાય થતા જોઈએ કે એનો ભોગ બનીએ, ત્યારે આપણી શ્રદ્ધા, નમ્રતા અને વફાદારીની કસોટી થાય છે. આ બે લેખમાં આપણે ત્રણ બાઇબલ અહેવાલ તપાસીશું, જે આપણને યહોવાના અદ્દલ ન્યાય વિશે શીખવે છે.
જૂન ૨૬, ૨૦૧૭–જુલાઈ ૨, ૨૦૧૭નું અઠવાડિયું
૨૮ રાજીખુશીથી કરેલી સેવા, આપે યહોવાને મહિમા
યહોવા દરેક રીતે સંપૂર્ણ છે. છતાં, તેમના રાજને ટેકો આપવા આપણે જે સખત મહેનત કરીએ છીએ એને તે ધ્યાન આપે છે. ન્યાયાધીશો અધ્યાય ૪ અને ૫ જણાવે છે કે, રાજી-ખુશીથી કરેલી સેવાની યહોવા ખૂબ કદર કરે છે.