મે ૨૪નું અઠવાડિયું
ગીત ૨૧ (164)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૮૨ ગૌણ મથાળાથી ૮૭ ગૌણ મથાળા સુધી
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ શમૂએલ ૧૩-૧૫
નં.૧: ૨ શમૂએલ ૧૩:૨૩-૩૩
નં.૨: કુટુંબ શું કરી શકે? (fy પાન ૧૪૫-૧૪૬ ફકરા ૯-૧૩)
નં.૩: આપણે કેમ જગતમાં તલ્લીન ન થવું જોઈએ? (૧ કોરીં. ૭:૩૧)
□ સેવા સભા:
ગીત ૧૯ (143)
૫ મી: જાહેરાતો.
૧૦ મી: જૂન મહિનામાં મૅગેઝિન કઈ રીતે આપવા એની તૈયારી કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. એક-બે મિનિટમાં એ મૅગેઝિન વિષે થોડી ઘણી માહિતી આપો. એમાંથી બે-ત્રણ લેખો પર ધ્યાન દોરો અને ભાઈ-બહેનોને પૂછો કે કેવા પ્રશ્નો પૂછવાથી કે કેવી બાઇબલ કલમ બતાવવાથી મૅગેઝિન ઑફર કરી શકાય. દૃશ્યથી બતાવો કે બેવ મૅગેઝિન કઈ રીતે આપી શકાય.
૧૦ મિ: કિંગ્ડમ હૉલને સાફ રાખવાથી યહોવાહને મહિમા મળશે. વડીલ ટૉક આપશે. યહોવાહ પવિત્ર અને શુદ્ધ છે, એટલે તેમના ભક્તો પણ બધી રીતે શુદ્ધ હોવા બહુ જરૂરી છે. (નિર્ગ. ૩૦:૧૭-૨૧; ૪૦:૩૦-૩૨) આપણે હૉલને સાફ અને સારી હાલતમાં રાખીશું, તો એનાથી યહોવાહને મહિમા મળશે. (૧ પીત. ૨:૧૨) જે ભાઈ હૉલની સફાઈની ગોઠવણ કરે છે તેમનું ઇન્ટર્વ્યૂં લો. સ્વચ્છ અને સુંદર હૉલ જોઈને બહારના લોકોને સાક્ષી મળી હોય એવા તમારા મંડળના અથવા સાહિત્યમાંથી અનુભવો જણાવો. બધાને ઉત્તેજન આપો કે તેઓ સાફ-સફાઈ કરવામાં અને સમારકામ કરવામાં ખુશી ખુશી ભાગ લે.
૧૦ મિ: ‘આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે.’ સવાલ-જવાબથી ચર્ચા.
ગીત ૨૪ (200)