સારી રીતે બાઇબલ અભ્યાસ ચલાવો—વ્યક્તિ સાથે કેટલી માહિતી તપાસવી જોઈએ?
૧ જ્યારે ઈસુ પ્રચાર કરતા ત્યારે જાણતા હતા કે શિષ્યો કેટલી માહિતી પચાવી શકશે તેથી, તેઓ “સમજી શકે તેટલું તેમણે તેમને શીખવ્યું.” (માર્ક ૪:૩૩, પ્રેમસંદેશ; યોહા. ૧૬:૧૨) ઈસુની જેમ આજે આપણે પણ સમજવું જોઈએ કે બાઇબલ અભ્યાસ કરનાર વ્યક્તિ કેટલી માહિતી પચાવી શકે છે. બીજું કે તમે તેઓની સાથે કેટલો અભ્યાસ કરી શકો છો એનો પણ વિચાર કરવો જોઈએ.
૨ તેઓની શ્રદ્ધા મક્કમ કરો: અમુક વ્યક્તિઓ જે શીખે છે એ તરત જ સમજી શકે છે. પણ અમુકને બે-ત્રણ વખત એક જ વિષય શીખવવો પડે છે. તેઓ કેટલું જલદી નહિ પણ કેટલું સમજી શકે એ સૌથી મહત્ત્વનું છે. તેથી, દરેકની શ્રદ્ધા બાઇબલમાં મજબૂત થાય એ સૌથી મહત્ત્વનું છે.—નીતિ. ૪:૭; રૂમી ૧૨:૨.
૩ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે જે માહિતી આપણે વ્યક્તિ સાથે અભ્યાસ કરીએ છીએ તેઓના દિલમાં ઉતારવી જોઈએ. આપણે ઝડપથી અભ્યાસ કરીશું તો તેઓ સુંદર સત્યો ભૂલી જશે. આપણે ધીરજથી મુખ્ય વિચારો પર ધ્યાન ખેંચવું જોઈએ અને મુખ્ય બાઇબલ કલમો પર ભાર આપવો જોઈએ.—૨ તીમો. ૩:૧૬, ૧૭.
૪ માહિતી પર ધ્યાન ખેંચવું: આપણે ઝડપથી અભ્યાસ કરવો નથી પણ એજ સમયે આપણે બીજી કોઈ વાતોમાં ફંટાઈ જવું નથી. દાખલા તરીકે, વ્યક્તિના જીવનમાં શું થઈ રહ્યું છે તે એ વિષે વાત કરવી હોય તો કદાચ આપણે બાઇબલ અભ્યાસ કરી લીધા પછી એ વાતો કરી શકીએ.—સભા. ૩:૧.
૫ અમુક વાર આપણે પણ સત્યમાં ખૂબ ઉત્સાહી થઈ જઈએ છીએ. આપણે ધ્યાન રાખવું જોઈએ કે અભ્યાસ ચલાવતી વખતે વધારે પડતી વાતો ન કરીએ. (ગીત. ૧૪૫:૬, ૭) અમુક અનુભવો જણાવવામાં કંઈ ખોટું નથી પણ અભ્યાસનો આખો સમય એમાં ન કાઢવો જોઈએ. એ સમય બાઇબલ વિષે શીખવવા માટે છે.
૬ દરેક અભ્યાસમાં આપણે વ્યક્તિ કેટલી પચાવી શકે એટલી જ માહિતીની ચર્ચા કરવી જોઈએ. પછી તે પણ ‘યહોવાહના પ્રકાશમાં ચાલી શકશે.’—યશા. ૨:૫.