ડિસેમ્બર ૨૭નું અઠવાડિયું
ગીત ૮ (51)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૧૮૮ ગૌણ મથાળાથી ૧૯૧ સુધી
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ કાળવૃત્તાંત ૨૫-૨૮
દેવશાહી સેવા શાળા સમીક્ષા
□ સેવા સભા:
ગીત ૧૯ (143)
૧૦ મિ: જાહેરાતો. “૨૦૧૧નું કૅલેન્ડર, કુટુંબ તરીકે ભક્તિ કરવા પર ભાર મૂકે છે” ટૉક.
૧૦ મિ: પ્રચારમાં, આઉટલાઈન વાપરવાથી કેવી રીતે મદદ મળે છે? મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૧૬૭થી ૧૬૮ના પહેલા ફકરાની માહિતીમાંથી ચર્ચા. દૃશ્ય દ્વારા બતાવો કે એક પ્રકાશક પ્રચારમાં જતાં પહેલા સમય કાઢીને આવતા મહિનાની ઑફર કેવી રીતે રજૂ કરવી એની તૈયારી કરે છે.
૧૫ મિ: જાન્યુઆરીમાં ચોકીબુરજ અને સજાગ બનો! ઑફર કરવાની તૈયારી કરવી. ભાઈ-બહેનો સાથે ચર્ચા. એક-બે મિનિટમાં બંને મૅગેઝિનમાંથી થોડી ઘણી માહિતી આપો. બે કે ત્રણ લેખ પસંદ કરીને ભાઈ-બહેનોને પૂછો કે આ મૅગેઝિન ઑફર કરવા તેઓ કેવા સવાલો પૂછશે અને કઈ કલમો વાપરશે. બેવ મૅગેઝિન કેવી રીતે ઑફર કરવા એ દૃશ્યથી બતાવો.
ગીત ૧૨ (93)