વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૨ પાન ૧
  • તમારા અંતઃકરણની સંભાળ રાખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમારા અંતઃકરણની સંભાળ રાખો
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • શુદ્ધ અંતઃકરણ રાખવા શું કરશો?
    ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
  • કઈ રીતે મારા મનને કેળવી શકું?
    યુવાનો પૂછે છે
  • શું તમારું અંતઃકરણ સારી રીતે કેળવાયેલું છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • શું તમે તમારા અંતઃકરણ પર ભરોસો મૂકી શકો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
વધુ જુઓ
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૮/૧૨ પાન ૧

તમારા અંતઃકરણની સંભાળ રાખો

૧. સેવા વર્ષ ૨૦૧૩ના ખાસ સંમેલન દિવસનો વિષય શું છે? એના કાર્યક્રમનો હેતુ શું છે?

૧ આપણે દરરોજ એવાં સંજોગોનો સામનો કરીએ છીએ, જેનાથી આપણું અંતઃકરણ ખરાબ થઈ શકે. એટલે જ સપ્ટેમ્બર ૧થી શરૂ થતાં ૨૦૧૩ના સેવા વર્ષના ખાસ સંમેલન દિવસનો વિષય “તમારા અંતઃકરણની સંભાળ રાખો” પસંદ કરવામાં આવ્યો છે. (૧ તીમો. ૧:૧૯) આ સંમેલનનો કાર્યક્રમ દરેકને એ વિચારવા મદદ કરશે કે ઈશ્વરે આપેલી અંતઃકરણની ભેટનો કેવો ઉપયોગ કરીએ છીએ.

૨. આ કાર્યક્રમમાંથી કયા મહત્ત્વના સવાલોના જવાબ મળશે?

૨ આ મુદ્દાઓ પર ધ્યાન આપજો: આ કાર્યક્રમમાંથી અંતઃકરણ વિષેના સાત મહત્ત્વના સવાલોના જવાબ મળશે:

• શાનાથી અંતઃકરણને નુકસાન પહોંચી શકે?

• અંતઃકરણ કેવી રીતે કેળવી શકીએ?

• આપણે કેવી રીતે સર્વ માણસનાં લોહીથી નિર્દોષ રહી શકીએ?

• બાઇબલના સિદ્ધાંતો વિષેના આપણા વિચારો અને વર્તન આપણા વિષે શું બતાવે છે?

• બીજાના અંતઃકરણને ઠેસ પહોંચાડવાનું આપણે કેવી રીતે ટાળી શકીએ?

• યુવાનો, તડજોડ કરવાના દબાણનો તમે કેવી રીતે સામનો કરશો?

• જેઓ ઈશ્વરની શક્તિથી ઘડાયેલા અંતઃકરણ પ્રમાણે ચાલે છે, તેઓને કેવા આશીર્વાદો મળે છે?

૩. આ કાર્યક્રમ આપણને કેવી રીતે મદદ કરશે?

૩ શેતાન આપણું અંતઃકરણ ભ્રષ્ટ કરવા પ્રયત્ન કરે છે. પણ યહોવાની મદદથી આપણે તેનો સામનો કરી શકીશું. પ્રેમાળ પિતા યહોવા પોતાના સંગઠન અને બાઇબલ દ્વારા કહે છે કે “માર્ગ આ છે, તે પર તમે ચાલો.” (યશા. ૩૦:૨૧) એ માર્ગદર્શન યહોવા અનેક રીતે પૂરું પાડે છે. એમાંની એક રીત આ કાર્યક્રમ છે. એટલે, એનો લાભ લેવા જરૂર હાજર રહેજો. ધ્યાનથી સાંભળજો અને વિચારજો કે એ માહિતી કેવી રીતે લાગુ પાડી શકાય. કુટુંબ તરીકે ભેગા મળીને એના કાર્યક્રમ પર ચર્ચા કરો. ત્યાં મળેલા માર્ગદર્શનને લાગુ પાડવાથી ‘શુદ્ધ અંતઃકરણ જાળવી રાખવા’ આપણને મદદ મળશે. તેમ જ, શેતાનની દુનિયાની લાલચોમાં ખેંચાઈ નહિ જઈએ.—૧ પીત. ૩:૧૬.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો