વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૦/૧૨ પાન ૪-૫
  • પૂરા સમયની સેવામાં મળતી ખુશી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પૂરા સમયની સેવામાં મળતી ખુશી
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૧૦/૧૨ પાન ૪-૫

પૂરા સમયની સેવામાં મળતી ખુશી

૧ એક યુવાન તરીકે તમે ચોક્કસ પોતાના ભાવિનો વિચાર કર્યો હશે. બાઇબલ કહે છે: “ખંતીલા માણસોની વિચારશીલ યોજનાઓ નફાકારક હોય છે.” (સુભાષિતસંગ્રહ [નીતિ.] ૨૧:૫, કોમન લેંગ્વેજ) તેથી, તમે પોતાના ધ્યેયો વિશે ગંભીરતાથી વિચારશો તો ઘણો ફાયદો થશે. તમારા ભાવિ માટે યોજના બનાવો ત્યારે પૂરા સમયની સેવા કરવાનો ચોક્કસ વિચાર કરજો. કેમ?

૨ યુવાનીમાં પાયોનિયરીંગ કર્યું હોય એવા ભાઈબહેનોને પૂછો કે તેઓને એ વર્ષો કેવાં લાગ્યાં. મોટા ભાગના સરખું જ કહેશે કે, “એ મારા જીવનના સૌથી સારાં વર્ષો હતાં.” યુવાન હતા ત્યારથી પૂરા સમયની સેવા કરનારા એક ભાઈ કહે છે: ‘યુવાનીના એ વર્ષો યાદ કરવાથી ઘણો સંતોષ મળે છે. અને કહેતા આનંદ થાય કે ઈશ્વરની આ સલાહ પ્રમાણે મેં કર્યુ છે: “તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર.”’ (સભા. ૧૨:૧) જો તમે પણ યુવાનીમાં આવો આનંદ મેળવવા ચાહતા હો, તો તમારે અને તમારા મમ્મી-પપ્પાએ ભેગા મળીને એ વિશે હમણાં જ વિચારવું જોઈએ.

૩ માબાપો, તમારા બાળકોને ઉત્તેજન આપો: યહોવા પ્રેમાળ પિતા છે. તે જ આપણને પ્રેમથી સાચું માર્ગદર્શન આપે છે. (યશા. ૩૦:૨૧) તેમણે માબાપ માટે સૌથી સારો દાખલો બેસાડ્યો છે. તેથી, મનફાવે એ માર્ગ પસંદ કરવાની જવાબદારી તમારા બાળકો પર છોડી ન દેશો. તેઓને યહોવાના આશીર્વાદો મળતા રહે એવો માર્ગ પસંદ કરવાની તાલીમ આપો. તેઓ મોટા થશે ત્યારે તમારી એ તાલીમથી ‘ખરુંખોટું પારખી’ શકશે. (હિબ્રૂ ૫:૧૪) મોટા લોકોને જીવનનો ઘણો અનુભવ હોય છે. તેથી તેઓ જાણે છે કે પોતાની સમજણ પર નહિ, પણ યહોવા પર આધાર રાખવો જોઈએ. તે જ સાચા માર્ગે દોરી શકે છે. (નીતિ. ૩:૫, ૬) યુવાનોને ઓછો અનુભવ હોવાથી યહોવા પર આધાર રાખવો ખૂબ જરૂરી છે.

૪ બાળકો તરૂણ થાય એ પહેલાં જ તેઓની કારકિર્દી વિશે ચર્ચા કરો. તેઓની ક્ષમતા ધ્યાનમાં રાખીને ચર્ચા કરો. સ્કૂલના શિક્ષકો અને સાથે ભણતા દોસ્તો ધનદોલત અને નામ કમાવાનું જ વિચારતા હોય છે, જેની ખોટી અસર તમારા બાળકો પર પડી શકે. તેથી તમારા બાળકોને એવા કોર્સ કરવા મદદ કરો જે જીવન જરૂરી ચીજો મેળવવા ઉપયોગી થાય અને ઈશ્વરની ભક્તિમાં અડચણ ન લાવે. (૧ તીમો. ૬:૬-૧૧) મોટા ભાગે હાઈસ્કૂલ પતાવ્યા પછી તેઓ ખાસ તાલીમ આપતા કોર્સ લઈ શકે અને/અથવા એવી નોકરી લઈ શકે જે સાથે સાથે તાલીમ પણ આપે. આમ કરવાથી તેઓ પોતાની જરૂરિયાતો પૂરી કરી શકશે અને નિયમિત પાયોનિયરીંગ પણ કરી શકશે.

૫ તમારા યુવાનોને કુંવારા રહેવા ઉત્તેજન આપો. જો અમુક વર્ષો પછી તેઓ લગ્‍ન કરવાનું વિચારે, તો લગ્‍નમાં આવતી જવાબદારીઓ ઉપાડવા તૈયાર હશે. (સપ્ટેમ્બર ૨૦૦૩ આપણી રાજ્ય સેવાના સામેલપત્રક “શું તમે બેથેલમાં સેવા આપવા તૈયાર છો?” એનો ફકરો ૧૯ જુઓ.) બાળકો નાના હોય ત્યારથી જ નિયમિત પાયોનિયરીંગ, બેથેલ સેવા અને જ્યાં જરૂર છે ત્યાં સેવા આપવા વિશે વાત કરો. એનાથી તેઓને નાનપણથી જ યહોવાને ખુશ કરવાની, બીજાઓને લાભ થાય અને પોતાને આનંદ મળે એવું જીવન જીવવાની ઇચ્છા જાગશે.

૬ યુવાનો, પૂરા સમયની સેવાને પહેલી રાખો: નિયમિત પાયોનિયરીંગ કરવા વિશે ઘણી ચિંતા કરવાની જરૂર નથી. એનો અનુભવ તમે સહાયક પાયોનિયરીંગથી કરી શકો. તમને ફાવે એ સમયે કરી શકો, જેમ કે સ્કૂલ દરમિયાન અને વેકેશનમાં. તમે અનુભવી શકશો કે પાયોનિયરીંગ કેટલું સંતોષ આપનારું છે.

૭ જો તમે યુવાન ભાઈ હો, તો મંડળમાં સેવકાઈ ચાકર બનવાનો પણ ધ્યેય રાખી શકો. (૧ તીમો. ૩:૮-૧૦, ૧૨) ઉપરાંત, બેથેલ સેવા કે ભાઈઓ માટે બાઇબલ શાળામાં જવાની તમારી ઉંમર થાય ત્યારે એમાં જશો કે નહિ એ વિચારી રાખો. નિયમિત પાયોનિયરીંગનો અનુભવ તમને ઘણી મહત્ત્વની બાબતો શીખવશે. જેમ કે, રોજબરોજનું કામ સમયસર કરવું, પોતાને લગતી બાબતોને વ્યવસ્થિત રાખવી, લોકો સાથે હળીમળીને રહેવું અને જવાબદારીઓ ઉઠાવવી. આગળ જતા આ બધી બાબતો તમને વધારે લહાવા મેળવવા મદદ કરશે.

૮ ભક્તિમાં મહેનતુ હોવું પૂરા સમયની સેવા માટે મહત્ત્વનો ગુણ છે. પ્રેરિત પાઊલે એવા ગુણો કેળવવા ઉત્તેજન આપ્યું. અને એનાથી મળતા આશીર્વાદો વિશે જણાવતા કહ્યું: ‘જાણે યહોવાને માટે છે, એમ સમજીને જે કંઈ તમે કરો, તે સઘળું ખરા દિલથી કરો; કેમ કે તમે જાણો છો કે યહોવા પાસેથી તમને બદલો મળશે.’ (કોલો. ૩:૨૩, ૨૪) અમે ચાહીએ છીએ કે યહોવા તમને પૂરા સમયની સેવામાં ઘણા આશીર્વાદો આપે!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો