ડિસેમ્બર ૨૪નું અઠવાડિયું
ગીત ૮ (51) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૮, ફકરા ૧૯-૨૬, પાન ૧૦૬, ૧૧૦ બૉક્સ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ઝખાર્યા ૯-૧૪ (૧૦ મિ.)
નં. ૧: ઝખાર્યા ૧૧:૧-૧૩ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: સહાનુભૂતિ અને સમજણવાળા બનો —fy પાન ૧૭૬-૧૭૭, ફકરા ૯-૧૦ (૫ મિ.)
નં. ૩: કેવા સંજોગોમાં નીતિવચનો ૧૫:૧ લાગુ પાડવી જોઈએ? (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૩ (187)
૩૦ મિ: આપણી વેબસાઇટનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ? પાન ૩-૬ને આધારે ચર્ચા. પાન ૪ની ચર્ચા કરો ત્યારે ૩ મિનિટના દૃશ્યમાં બતાવો કે, કુટુંબ તરીકેની ભક્તિના અંતે પિતા પૂછે છે કે આવતા અઠવાડિયે શાની ચર્ચા કરીશું. બાળકો, અંગ્રેજી વેબસાઇટ પર તરુણો માટેના વિભાગમાંથી ચર્ચા માટેના અમુક મુદ્દા જણાવે છે. ભાઈ-બહેનોને પૂછો કે કુટુંબ સાથેના અને વ્યક્તિગત અભ્યાસ વખતે jw.org વેબસાઇટ કેવી રીતે વાપરી છે અથવા કેવી રીતે વાપરવાના છે. પાન પાંચની ચર્ચા કરો ત્યારે ૩ મિનિટના દૃશ્યમાં બતાવો કે, આપણી માન્યતાઓ વિશે ઘરમાલિકે કરેલા સવાલનો જવાબ પ્રકાશક પોતાના મોબાઇલમાં વેબસાઇટ ખોલી બતાવે છે. પાન ૬ની ચર્ચા કરો ત્યારે ૪ મિનિટના દૃશ્યમાં બતાવો કે પ્રકાશક, રસ ધરાવતી વ્યક્તિ સાથે વાત કરે છે જેને બીજી ભાષામાં વાંચવું ગમશે. પ્રકાશક પોતાના મોબાઇલમાંથી અથવા ઘરમાલિકના કૉમ્પ્યુટરમાંથી jw.org વેબસાઇટ પરથી સાચો માર્ગ પત્રિકા અથવા બાઇબલ શીખવે છે પુસ્તક તેની ભાષામાં ખોલીને બતાવે છે, એમાંથી ચર્ચા કરે છે. ભાઈ-બહેનોને પૂછો કે તેઓએ પ્રચારમાં jw.org વેબસાઇટનો કેવો ઉપયોગ કર્યો છે.
ગીત ૨૬ (204) અને પ્રાર્થના