પ્રેમથી આવકાર આપીએ
૧. કયા પ્રસંગને લીધે જોરદાર સાક્ષી આપવાની તક રહેલી છે અને શા માટે?
૧ આપણને દર વર્ષે સ્મરણપ્રસંગમાં જોરદાર સાક્ષી આપવાની તક મળે છે. આ વર્ષે એક કરોડથી વધારે લોકો સ્મરણપ્રસંગમાં આવશે એવી આશા છે, એનો વિચાર કરો. તેઓ ઈસુની કુરબાનીથી પ્રેમના બે મહત્ત્વના પાસાં વિશે જાણી શકશે. (યોહા. ૩:૧૬; ૧૫:૧૩) તેઓ શીખશે કે યહોવાની એ ભેટને કારણે કેવા આશીર્વાદો મળી શકે છે. (યશા. ૬૫:૨૧-૨૩) સ્મરણપ્રસંગમાં આવેલા નવા લોકોને પ્રેમથી આવકારવાની તક ફક્ત ટૉક આપનાર ભાઈને નહિ, પણ આપણને દરેકને મળશે. એમ કરવાથી જોરદાર સાક્ષી આપી શકીશું.—રોમ. ૧૫:૭.
૨. નવા લોકોને પ્રેમથી આવકારવા આપણે શું કરી શકીએ?
૨ હૉલમાં જગ્યા શોધીને ચૂપચાપ બેસી જવાને બદલે બીજા લોકો સાથે વાત કરવાની પહેલ કરો. નવા લોકો અજાણી જગ્યાએ ગભરાતા અને મૂંઝાતા હોય શકે. પ્રેમ ભર્યું સ્મિત અને આવકારના બે શબ્દોથી તેઓ હળવાશ અનુભવશે. આમંત્રણ પત્રિકા મેળવીને તેઓ આવ્યા છે કે નહિ એ જાણવા આમ પૂછી શકો: ‘શું તમે આ સભામાં પહેલી વાર આવો છો? શું તમે મંડળમાં કોઈને ઓળખો છો?’ તેઓને તમારી સાથે બેસાડી શકો. તેમજ, તમારા બાઇબલ અને ગીત પુસ્તિકામાંથી તેઓને બતાવો. જો સ્મરણપ્રસંગ રાજ્યગૃહમાં રાખવામાં આવ્યો હોય, તો હૉલમાં કેવી કેવી બાબતો છે એ ટૂંકમાં બતાવી શકો. ટૉક પછી તેમના કોઈ સવાલો હોય તો, એનો જવાબ આપી શકો. તમારા પછી બીજું મંડળ એ હૉલ વાપરવાનું હોય તો, રસ ધરાવતી વ્યક્તિને આમ કહી શકો: ‘આ પ્રસંગ વિશે તમને કેવું લાગ્યું એ મને જાણવું ગમશે. શું આપણે ફરી મળી શકીએ?’ પછી નક્કી કર્યા પ્રમાણે તેમને મળો. જેઓ અમુક સમયથી યહોવાની ભક્તિમાં ધીમા પડી ગયા છે, તેઓને મળવા અને ઉત્તેજન આપવા વડીલો ખાસ પ્રયત્ન કરશે.
૩. સ્મરણપ્રસંગમાં આવેલા લોકોને આવકાર આપવો કેમ મહત્ત્વનું છે?
૩ એવા ઘણા લોકો હશે જેઓ પહેલી વાર જોશે કે યહોવાના ભક્તો વચ્ચે આનંદ, શાંતિ અને સંપ છે. (ગીત. ૨૯:૧૧; યશા. ૧૧:૬-૯; ૬૫:૧૩, ૧૪) સ્મરણપ્રસંગમાં આવેલા લોકોને આપણે સારો આવકાર આપીશું તો તેઓના દિલ પર સારી અસર થશે.