એપ્રિલ ૮નું અઠવાડિયું
ગીત ૮ (51) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૧૩, ફકરા ૫-૧૫, પાન ૧૭૨ બૉક્સ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: લુક ૧૦-૧૨ (૧૦ મિ.)
નં. ૧: લુક ૧૨:૧-૨૧ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: બુદ્ધિશાળી રાજા સુલેમાન—bm પાન ૧૩ (૫ મિ.)
નં. ૩: આપણે કેમ યહોવાને પિતા ગણીએ છીએ?—માથ. ૬:૯ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૧ (85)
૧૫ મિ: તમે ઉત્તેજન આપનારા બની શકો. (રોમ. ૧:૧૧, ૧૨) સેવા નિરીક્ષક દ્વારા ચર્ચા. મંડળમાંના નિયમિત પાયોનિયરોની સંખ્યા જણાવો. તેઓને ઉત્તેજન આપી શકીએ એવી અમુક રીતો જણાવો, જેમ કે: તેઓની પ્રશંસા કરવી, પ્રચારમાં તેઓ સાથે કામ કરવું, જવા-આવવાના ખર્ચમાં મદદ કરવી અથવા જમવા લઈ જવા. પાયોનિયરોને પૂછો કે તેઓને કઈ રીતે બીજાઓ તરફથી ઉત્તેજન મળ્યું છે. જો મંડળમાં કોઈ નિયમિત પાયોનિયર ન હોય તો, સહાયક પાયોનિયરોને ધ્યાનમાં રાખીને આ ભાગ લો.
૧૫ મિ: “પ્રબોધકોનો દાખલો લો—યૂના.” સવાલ-જવાબ.
ગીત ૫ (45) અને પ્રાર્થના