જૂન ૧૦નું અઠવાડિયું
ગીત ૮ (51) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૧૬, ફકરા ૯-૧૪, વધારે માહિતી પાન ૨૨૦-૨૨૧ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: પ્રેરિતોનાં કૃત્યો ૧-૪ (૧૦ મિ.)
નં. ૧: પ્રેરિતોનાં કૃત્યો ૧:૧૫–૨:૪ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઈસુ ચમત્કારો કરે છે—bm પાન ૨૧ (૫ મિ.)
નં. ૩: ઘણા લોકોના વિચારોને કેમ ઝેરી વાયુ સાથે સરખાવી શકાય?—એફે. ૨:૧, ૨ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૯ (143)
૧૦ મિ: વ્યક્તિ સામે જોઈને વાત કરવાનું મહત્ત્વ. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૧૨૪, ફકરા ૧થી પાન ૧૨૫, ફકરા ૪ સુધીની માહિતીને આધારે ટોક. એક ટૂંકું દૃશ્ય, જેમાં પ્રકાશક ઘરમાલિક સામે જોઈને વાત કરતા નથી. પછી, એ દૃશ્ય ફરીથી બતાવવું, જેમાં આ વખતે પ્રકાશક વ્યક્તિ સામે જોઈને વાત કરે છે.
૧૦ મિ: આપણે કેવી સફળતા મેળવી? સેક્રેટરી ચર્ચા કરશે. સ્મરણપ્રસંગ વખતે મંડળે કેવું કર્યું એ જણાવો અને એના માટે શાબાશી આપો. સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકાઓ આપતી વખતે અથવા સહાયક પાયોનિયરીંગ કરતી વખતે થયેલા સારા અનુભવો જણાવવા ભાઈ-બહેનોને કહો.
૧૦ મિ: “શું તમે ફેરફાર કરવા તૈયાર છો?” સવાલ-જવાબ.
ગીત ૨૩ (187) અને પ્રાર્થના