વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૬/૧૩ પાન ૧
  • શું તમે ફેરફાર કરવા તૈયાર છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે ફેરફાર કરવા તૈયાર છો?
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • પ્રચારકામમાં લાગુ રહીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—લોકોમાં રસ લઈએ
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • માહિતી પાળવાનું શીખવો
    વાંચવાની અને શીખવવાની કળા
  • ‘જાહેરમાં અને ઘરે ઘરે શીખવવું’
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
વધુ જુઓ
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૬/૧૩ પાન ૧

શું તમે ફેરફાર કરવા તૈયાર છો?

૧. દુનિયામાં આવતા બદલાણને લીધે આપણે કેવા ફેરફારો કરવા જરૂરી બને છે?

૧ બાઇબલની મૂળ ગ્રીક ભાષામાં ૧ કોરીંથી ૭:૩૧ દુનિયાને નાટકના મંચ સાથે સરખાવે છે. એનાં દૃશ્યો અને કલાકારો બદલાતા રહે છે. દુનિયામાં આવતા બદલાણને લીધે આપણે પણ પ્રચારની રીતો, આપણું સમયપત્રક અને આપણી રજૂઆતોમાં સમયથી સમય ફેરફાર કરવા જરૂરી બને છે. શું તમે ફેરફાર કરવા તૈયાર છો?

૨. સંગઠનની સાથે ચાલવા આપણે કેમ ફેરફાર કરવા તૈયાર હોવા જોઈએ?

૨ પ્રચારની રીતો: યહોવાના લોકો હંમેશાં ફેરફારો કરવા તૈયાર રહે છે. ઈસુએ પોતાના શિષ્યોને પહેલી વાર પ્રચાર કરવા મોકલ્યા ત્યારે, તેઓને પોતાની સાથે ખોરાક કે પૈસા ન લેવાનું જણાવ્યું. (માથ. ૧૦:૯, ૧૦) પછીથી તેમણે પોતાની સૂચનાઓમાં ફેરફારો કર્યા, કેમ કે શિષ્યો પર સતાવણી આવવાની હતી અને બીજા અનેક વિસ્તારોમાં પ્રચાર કામ ફેલાવાનું હતું. (લુક ૨૨:૩૬) ગઈ સદીમાં યહોવાના સંગઠને સમય અને સંજોગ પ્રમાણે પ્રચાર કામ માટે જુદી જુદી રીતો અપનાવી છે; જેમ કે, સંદેશો લખેલા કાર્ડ, રેડિયો દ્વારા સંદેશાની જાહેરાત અને માઈક લગાડેલી કાર કે જીપ. આજે ઘણા વિસ્તારોમાં લોકો ભાગ્યે જ ઘરે હોય છે. એટલે, ઘર-ઘરના પ્રચારકાર્યની સાથે સાથે જ્યાં લોકો હોય ત્યાં અને જ્યાં તક મળે ત્યાં પ્રચાર કરવા પર વધારે ભાર મૂકવામાં આવે છે. જો લોકો દિવસે નોકરી પર જતા હોય, તો વહેલી સાંજે ઘરે-ઘરે પ્રચાર કરવાનું આપણને ઉત્તેજન આપવામાં આવ્યું છે. યહોવાનો ભવ્ય રથ જરૂર પડે એમ ફેરફાર કરે છે. એવી જ રીતે, શું તમે એની સાથે ફેરફાર કરવા તૈયાર છો?—હઝકી. ૧:૨૦, ૨૧.

૩. આપણા વિસ્તારમાં સારી રીતે પ્રચાર કરવા ફેરફાર કરીએ તો કેવી મદદ મળશે?

૩ રજૂઆત: તમારા વિસ્તારના લોકોને હમણાં શાની ચિંતા છે? પૈસા-ટકાની? કુટુંબની? ગુનાની? આપણા વિસ્તારમાં સામાન્ય હોય એવી તકલીફો અને સંજોગોથી જાણકાર હોવું જરૂરી છે, જેથી આપણે એ પ્રમાણે સંદેશાની રજૂઆત તૈયાર કરી શકીએ. (૧ કોરીં. ૯:૨૦-૨૩) લોકો પોતાના વિચારો જણાવે ત્યારે, ગોખેલો જવાબ આપી અને તૈયાર કરેલી રજૂઆત બોલ્યા ન કરીએ. એને બદલે, આપણે તેઓની ચિંતાઓને ધ્યાનમાં લઈને રજૂઆતમાં ફેરફાર કરીએ.

૪. આપણે કેમ ઝડપથી ફેરફાર કરવા જોઈએ?

૪ જલદી જ આ દુનિયાના નાટક મંચ પરના છેલ્લા દૃશ્યનો અંત આવશે અને મોટી વિપત્તિ શરૂ થશે. “સમય થોડો રહેલો છે.” (૧ કોરીં. ૭:૨૯) એટલા માટે બહુ મહત્ત્વનું છે કે આપણે મોડું કર્યાં વગર ફેરફાર કરીએ. આમ, જે થોડો સમય બચ્યો છે એમાં બને એટલો વધારે પ્રચાર કરી શકીશું.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો