જુલાઈ ૧નું અઠવાડિયું
ગીત ૪ (37) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૧૭, ફકરા ૧૧-૨૨ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: પ્રેરિતોનાં કૃત્યો ૧૧-૧૪ (૧૦ મિ.)
નં. ૧: પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૧-૧૮ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઈસુને મારી નાખવામાં આવે છે—bm પાન ૨૩ (૫ મિ.)
નં. ૩: તમારા મિત્રો ખરેખર કોણ છે?—ગીત. ૧૧૯:૬૩ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૭ (127)
૧૦ મિ: જુલાઈ મહિનામાં મૅગેઝિન કઈ રીતે આપવા એની તૈયારી કરો. ચર્ચા. એકાદ મિનિટમાં જણાવો કે જુલાઈ-સપ્ટેમ્બરનું ચોકીબુરજ તમારા પ્રચાર વિસ્તારમાં કેમ લોકોમાં રસ જગાડી શકે. પછી ચોકીબુરજનો મુખ્ય વિષય બતાવીને ભાઈ-બહેનોને પૂછો કે લોકોનો રસ જગાડવા કેવા પ્રશ્નો પૂછી શકાય. તેમ જ, બાઇબલની કઈ કલમ બતાવી શકાય. દૃશ્યથી બતાવો કે મૅગેઝિન કઈ રીતે આપી શકાય.
૧૦ મિ: મંડળની જરૂરિયાતો.
૧૦ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ચર્ચા. લુક ૧૨:૧૬-૩૧ વાંચો. આ કલમો પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે એની ચર્ચા કરો.
ગીત ૫ (45) અને પ્રાર્થના