નવેમ્બર ૧૧નું અઠવાડિયું
ગીત ૧૨ (93) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૫, ફકરા ૨૧, ૨૨, વધારે માહિતી ૨૦૬-૨૦૯ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: હેબ્રી ૧-૮ (૧૦ મિ.)
નં. ૧: હેબ્રી ૪:૧-૧૬ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: કઈ રીતે બતાવી શકીએ કે આપણું “જ્ઞાન” ઈશ્વર પાસેથી છે?—યાકૂ. ૩:૧૭, ૧૮ (૫ મિ.)
નં. ૩: મહાજળપ્રલય—my વાર્તા ૧૦ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૪ (200)
૧૨ મિ: પ્રચારમાં બોલતા ગભરાતા હોઈએ તો, એના પર કઈ રીતે જીત મેળવી શકાય? આ સવાલો પર ચર્ચા: (૧) બારણે ગભરાઈએ તો પ્રાર્થના કઈ રીતે આપણને મદદ કરશે? (૨) સારી તૈયારી કઈ રીતે ગભરાટ ઓછો કરવા મદદ કરશે? (૩) પ્રવાસી નિરીક્ષક સાથે કામ કરતી વખતે ગભરાટ ઓછો કરવા શું મદદ કરશે? (૪) વધારે સમય પ્રચારમાં આપવાથી ગભરાટ શા માટે ઓછો થાય છે? (૫) ગભરાટ ઓછો કરવા તમને કઈ બાબતે મદદ કરી?
૧૮ મિ: “રાજ્ય સંદેશ નં. ૩૮ ડિસેમ્બરમાં આપીશું!” સવાલ-જવાબ. હાજર રહેલા બધાને એક રાજ્ય સંદેશ નં. ૩૮ આપો. સેવા નિરીક્ષકને પૂછો કે પ્રચાર વિસ્તાર આવરવા કેવી જોગવાઈ કરવામાં આવી છે. પાન ૪ ઉપર આપેલી ટૂંકી રજૂઆતને આધારે દૃશ્યથી બતાવો કે કઈ રીતે રાજ્ય સંદેશ આપીશું.
ગીત ૧૮ (130) અને પ્રાર્થના