સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—રસ ધરાવતી વ્યક્તિ વિશે નોંધ રાખીએ
ઈશ્વરની પ્રેરણાથી પ્રેરિત પાઊલે તીમોથીને આમ કહ્યું, ‘પોતાને વિશે તથા પોતાના ઉપદેશ વિશે સાવધ રહેજે.’ (૧ તીમો. ૪:૧૬) એ બતાવે છે કે આપણે સેવાકાર્યમાં પ્રગતિ કરતા રહેવું જોઈએ, પછી ભલેને સત્યમાં નવા હોઈએ કે અનુભવી. એમ કરવામાં મદદ મળે માટે આપણી રાજ્ય સેવામાં આ નવો લેખ આવશે, “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ.” દરેક લેખમાં સાદી પણ મહત્ત્વની બાબતો અને એ આવડત કઈ રીતે કેળવી શકાય એના અમુક સૂચનો આપવામાં આવશે. મહિના દરમિયાન કોઈ ખાસ આવડત પર કામ કરવાનું સર્વને ઉત્તેજન આપવામાં આવશે. મહિનાને અંતે સેવાસભામાં આપણને જણાવવાની તક મળશે કે એ સૂચનો પર કામ કરવાથી કેવા લાભ થયા. આ મહિને રસ ધરાવતી વ્યક્તિની નોંધ રાખવાનું ઉત્તેજન આપવામાં આવ્યું છે.
કેમ મહત્ત્વનું: આપણું સેવાકાર્ય પૂરું કરવા ફક્ત પ્રચાર કરવો જ પૂરતું નથી. સત્યમાં રસ બતાવે તેઓને પાછા મળીને શીખવવું જોઈએ, જેથી આપણે વાવેલા સત્યના બીને પાણી પીવડાવી શકીએ. (માથ. ૨૮:૧૯, ૨૦; ૧ કોરીં. ૩:૬-૯) એ માટે આપણે રસ ધરાવતી વ્યક્તિને ફરી મળવું જોઈએ, તેમની ચિંતાઓ વિશે વાત કરવી જોઈએ. તેમ જ, પહેલી વાર જેના પર વાત કરી એ વિશે વધારે ચર્ચા કરવી જોઈએ. એટલે, રસ ધરાવતી વ્યક્તિની નોંધ રાખવી બહુ મહત્ત્વનું છે.
કઈ રીતે કરી શકીએ:
• નોંધ લખવા તમારી બેગમાં જરૂરી વસ્તુઓ હોય એની ખાતરી કરો. ચોખ્ખા અક્ષરે લખો, વ્યવસ્થિત રાખો અને અપ-ટુ-ડેટ નોંધ રાખો. વ્યક્તિ સાથે વાત કરી લીધા પછી તરત જ તેમના વિશેની માહિતી લખી લો.
• ઘરમાલિક વિશેની જરૂરી માહિતી લખો. જેમ કે, તેમનું નામ, સરનામું, ફોન નંબર અથવા ઈ-મેઈલ. તેમના અને તેમના કુટુંબ વિશે કઈ મહત્ત્વની બાબતો તમને જોવા મળી?
• શાના વિશે વાત કરી એ લખો. જેમ કે, કઈ કલમો વાંચી, તેમણે પોતાની માન્યતા વિશે શું કહ્યું, કયું સાહિત્ય આપ્યું. તેમ જ, કઈ તારીખ, સમય અને દિવસે મળ્યા.
• ફરી શાના વિશે વાત કરશો, કયું સાહિત્ય આપશો અને ક્યારે પાછા જશો એ લખી લો.
• દરેક ફરી મુલાકાત પછીની માહિતી ઉમેરતા જાઓ. વધારે માહિતી લખશો તોપણ કંઈ ગુમાવશો નહિ.
આ મહિને આમ કરો:
• નોંધ લેતા હો ત્યારે તમારી સાથે કામ કરનારને જણાવો કે તમે શું લખો છો.