વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૧/૧૧ પાન ૧
  • રસ ધરાવતી વ્યક્તિની ફરી મુલાકાત કરીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • રસ ધરાવતી વ્યક્તિની ફરી મુલાકાત કરીએ
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—રસ ધરાવતી વ્યક્તિ વિશે નોંધ રાખીએ
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ફરી મુલાકાત માટે પહેલેથી તૈયારી કરીએ
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • “તે ઘરે મળતા જ નથી!”
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ફરી મુલાકાત માટે પાયો નાખીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
વધુ જુઓ
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૧૧/૧૧ પાન ૧

રસ ધરાવતી વ્યક્તિની ફરી મુલાકાત કરીએ

૧. લોકો સત્યમાં પ્રગતિ કરે માટે શું કરવું જોઈએ?

૧ કોઈ પણ બી વાવ્યા પછી એ ઊગે માટે પાણી પાવું જરૂરી છે. એવી જ રીતે, આપણા વિસ્તારના લોકોના દિલમાં સત્યનું બી વાવ્યા પછી આપણે ફરી મુલાકાત કરવી જોઈએ. (૧ કોરીં. ૩:૬) આપણે ચાહતા હોઈએ કે લોકો સત્યમાં પ્રગતિ કરે તો, શું કરવું જોઈએ? ફરી મુલાકાત કરીએ અને બાઇબલમાંથી સત્યનું પાણી પાઈએ એ મહત્ત્વનું છે.

૨. ઘરમાલિકનો રસ પડે માટે શું કરી શકીએ?

૨ સવાલ પૂછીએ: રજૂઆતની તૈયારી કરીએ ત્યારે ઘરમાલિકને રસ પડે એવા સવાલનો વિચાર કરીએ, જેથી ફરી મુલાકાત કરી શકીએ. પહેલી વાર મળીએ ત્યારે વાતચીતને અંતે સવાલ પૂછીએ અને ફરી મળવાની ચોક્કસ ગોઠવણ કરીએ. ઘણા ભાઈ-બહેનો બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી વ્યક્તિને રસ પડે એવો સવાલ પસંદ કરે છે. અને બાઇબલ અભ્યાસ કઈ રીતે કરવો એ બતાવે છે. આમ તેઓ સહેલાઈથી અભ્યાસ શરૂ કરી શક્યા છે.

૩. વ્યક્તિને પહેલી વાર મળ્યા પછી શું લખવું જોઈએ?

૩ નોંધ રાખીએ: વ્યક્તિને પહેલી વાર મળ્યા પછી, શેના વિષે વાત કરી એ તરત જ લખી નાખો. તેનું નામ અને સરનામું લખો. કઈ તારીખે, કયા સમયે અને શું સાહિત્ય આપ્યું એ પણ લખો. તેમ જ, તે શું માને છે, તેને બાળકો છે કે નહિ, તેને શેમાં રસ છે અને શી ચિંતા છે એ બધું લખી લો. એનાથી તમને ફરી મુલાકાતમાં કયા વિષય પર વાત કરવી એ તૈયારી કરવા મદદ મળશે. ફરી ક્યારે મળવાનું નક્કી કર્યું છે અને કયા સવાલનો જવાબ આપશો એ પણ લખી લો.

૪. રસ બતાવ્યો હોય તેઓની ફરી મુલાકાત કરવામાં કેમ મંડ્યા રહેવું જોઈએ?

૪ મંડ્યા રહીએ: વ્યક્તિના દિલમાંથી સત્યનું બી છીનવી લેવા શેતાન પૂરી કોશિશ કરે છે. (માર્ક ૪:૧૪, ૧૫) એટલે રસ ધરાવતી વ્યક્તિ ઘરે મળતી ન હોય તો, હિંમત ન હારો. તમે પત્ર લખી શકો અથવા ચિઠ્ઠી લખીને દરવાજામાંથી નાખી શકો. પાયોનિયર બહેનનો દાખલો લઈએ. એક સ્ત્રી સાથે તેમણે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો હતો. પણ પછીથી એ સ્ત્રી ઘરે મળતી ન હોવાથી બહેને પત્ર લખ્યો. આખરે સ્ત્રી ઘરે મળી ત્યારે તેણે કહ્યું: ‘તમે મારામાં રસ બતાવ્યો એની મારા દિલ પર ખૂબ અસર થઈ.’ ફરી મુલાકાત કરીને લોકોને સત્યનું પાણી આપીએ છીએ ત્યારે તેઓમાં પ્રગતિ જોવા મળે છે. પછી તેઓ પણ “ત્રીસગણાં તથા સાઠગણાં તથા સોગણાં ફળ” આપે છે એ જોઈને આપણને ખુશી થાય છે.—માર્ક ૪:૨૦.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો