“તે ઘરે મળતા જ નથી!”
રસ ધરાવતી વ્યક્તિ વિશે તમે ક્યારેય એવું કહ્યું છે? એવી વ્યક્તિને ફરીથી મળવા તમે ઘણા પ્રયત્નો કરો છો. પણ, તે ઘરે મળતી જ ન હોય તો, કઈ રીતે વાવેલા સત્યના બીને પાણી પાઈ શકીએ? (૧ કોરીં. ૩:૬) અનુભવી પ્રકાશકો એવા લોકોને પત્ર લખે છે અથવા તેમના ઘરે ચિઠ્ઠી લખીને મૂકે છે. કેટલાક પ્રકાશકો પહેલી મુલાકાતમાં જ અંદાજ લગાવી લે છે કે આ વ્યક્તિને ફરી મળવું અઘરું બનશે. એટલે, આમ કહીને તેઓનો ફોન નંબર માંગે છે: “હું તમને એસએમએસ કરી શકું?” પત્ર લખીને, ઈ-મેઇલ મોકલીને, એસએમએસ દ્વારા કે દરવાજે નોંધ લખીને વ્યક્તિનો સંપર્ક કરો છો, ત્યારે એને “ફરી મુલાકાત” ગણી શકો. રસ ધરાવનાર વ્યક્તિ ઘરે ક્યારેક જ મળતી હોય તોપણ, તેનામાં રસ જગાડી શકીએ છીએ.