સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ફરી મુલાકાત માટે પહેલેથી તૈયારી કરીએ
કેમ મહત્ત્વનું: પ્રચારમાં કોઈ રસ ધરાવતી વ્યક્તિ મળે ત્યારે, ફરી મુલાકાત કરવાનું આપણને મન થાય છે. જેથી, વાવેલા સત્યના બીને પાણી પીવડાવી શકીએ. (૧ કોરીં. ૩:૬) એ માટે જરૂરી છે કે, તેમના ઘરેથી નીકળતા પહેલાં ફરી ક્યારે મળી શકાય એ જાણી લઈએ. પછી, બીજી વખતે ચર્ચા કરવા એક સવાલ છોડી જઈએ. એનાથી, ઘરમાલિક આતુરતાથી આપણી રાહ જોશે. એ સવાલનો જવાબ તેમને આપેલા સાહિત્યમાં હશે તો, તેમને એ વાંચવાનું જરૂર ગમશે. બીજી વખતે શાની ચર્ચા કરીશું એ પહેલેથી નક્કી કર્યું હશે તો, ઘરમાલિક એનો જવાબ જાણવા આતુર હશે. તેમને ફરી મળીએ ત્યારે સવાલ યાદ કરાવીને એનો જવાબ આપી શકીએ.
આ મહિને આમ કરો:
રજૂઆતની તૈયારી કરતી વખતે ફરી મુલાકાત માટે કયો સવાલ છોડીશું એનો પણ વિચાર કરો. સાથે કામ કરતા પ્રકાશકોને પણ એ જણાવો.