યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ફરી મુલાકાત કરીએ
કેમ મહત્ત્વનું: રાજ્યના સંદેશામાં રસ બતાવનાર ઘણા લોકો ઈશ્વર વિશેનું સત્ય શોધી રહ્યા છે. (યશા ૫૫:૬) એવા લોકોના દિલમાં સત્ય સિંચવા આપણે તેઓની મુલાકાત કરતા રહેવું જોઈએ. લોકો જુદા જુદા પડકારોનો સામનો કરે છે. તેથી, તેઓનો રસ કેળવવા આપણે અલગ અલગ રીતોનો ઉપયોગ કરવો પડે. વધુ અસરકારક બનવા શું કરી શકાય? સારી તૈયારી કરીએ. તેમ જ, દરેક મુલાકાત માટે એક ધ્યેય બાંધીએ. આમ, બાઇબલ અભ્યાસ શરૂ કરવાનો મુખ્ય ધ્યેય હાંસલ કરી શકીશું.
કઈ રીતે કરી શકીએ:
બને એટલું જલદી ફરી મુલાકાત લેવાનો પ્રયત્ન કરો, શક્ય હોય તો થોડા દિવસોમાં જ.—માથ ૧૩:૧૯
પ્રેમથી અને આદરપૂર્વક વાત કરો. વાતાવરણ હળવું રાખો
પ્રેમાળ અભિવાદન કરો. વ્યક્તિનું નામ લઈને વાત કરો. ફરી મળવા આવ્યા એનું કારણ યાદ અપાવો. જેમ કે, કોઈ સવાલનો જવાબ આપવા, નવું મૅગેઝિન આપવા, આપણી વેબસાઈટ વિશે જણાવવા, કોઈ વીડિયો બતાવવા અથવા બાઇબલ અભ્યાસ કેવી રીતે થાય છે એ બતાવવા. જો ઘરમાલિક કોઈ જુદા વિષય પર વાત કરે, તો તમારી રજૂઆતમાં ફેરફાર કરો.—ફિલિ ૨:૪
પહેલી મુલાકાતમાં તમે ઘરમાલિકના દિલમાં સત્યનું બી વાવ્યું હતું. એને સિંચવા તમે કોઈ કલમ વાંચી સંભળાવો અને પછી સાહિત્ય આપો. (૧કો ૩:૬) તેમની સાથે મિત્રતા બાંધવાનો પ્રયત્ન કરો
મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો